વર્લ્ડકપ: પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, રોહિત શર્માની ધમાકેદાર બેટિંગ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ વર્લ્ડકપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ ચાલી રહી છે. વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનની પહેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને પાકિસ્તાનને બેટિંગ આપ્યું હતું.

ભારતે પાકિસ્તાનને 191 રનમાં ઑલઆઉટ કરી દીધું છે, ભારતને જીતવા માટે 192 રન કરવાના છે.

ભારત આ મૅચ સાત વિકેટ પર જીતી ગયું છે.

જોકે ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી. ભારતને જીત તરફ ધકેલીને રોહિત શર્મા 63 બૉલમાં 86 રન કરીને આઉટ થઈ ગયા છે. તેમણે છ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા છે.

રોહિત શર્માએ વનડે ઇન્ટરનેશનલ મૅચોમાં 300 છગ્ગા પૂરા કર્યા છે.

આ દરમિયાન વનડાઉનમાં આવેલા વિરાટ કોહલી પણ 16 રન બનાવીને કૅચઆઉટ થઈ ગયા છે. વિરાટની વિકેટ મોહમ્મદ નવાઝે લીધી છે.

પાકિસ્તાનની બેટિંગની વાત કરીએ તો શરૂઆતમાં ધીમી બેટિંગ સાથે પાકિસ્તાને શરૂઆત કરી હતી. જોકે બાદમાં બાબર અને રિઝવાને બાજી સંભાળી હતી અને પાકિસ્તાનનો સ્કોર આગળ વધાર્યો હતો.

પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ અર્ધ સદી ફટકારીને આઉટ થઈ ગયા હતા. ભારતીય બૉલર મોહમ્મદ સિરાજે બાબરને બોલ્ડ કર્યા હતા.

બાબર અને રિઝવાને પાકિસ્તાનના સ્કોરને ધીમી ગતિએ આગળ વધાર્યો હતો, પણ બાબરના આઉટ થયા બાદ પાકિસ્તાનની વિકેટ પડવાની ગતિ પણ વધી હતી.

બાદમાં સઉદ શકીલ, ઇફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન અને શાદાબ ખાન આઉટ થયા હતા.

એક બાદ એક વિકટ પડતા પાકિસ્તાનની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને ભારતીય બૉલરો પાકિસ્તાનના ખેલાડી પર હાવી થઈ ગયા હતા.

સાતમી ઓવરમાં પાકિસ્તાનની પહેલી વિકેટ પડી. પાકિસ્તાનના ઓપનર બૅટ્સમૅન અબ્દુલ્લા શકીફ 20 રન બનાવીને આઉટ થયા છે. મોહમ્મદ સિરાજે તેમને એલબીડબલ્યુ આઉટ કર્યા છે.

બાદમાં હાર્દિક પંડ્યાએ ઓપનર ઈમામ-ઉલ-હક આઉટ કર્યા.

મૅચ દરમિયાન પાકિસ્તાનને જાણે કે જીવનદાન પણ મળ્યું છે. સ્પિનર રવીન્દ્ર જાડેજાના બૉલને રમવા જતા રિઝવાનને અમ્પાયરને એલબીડબલ્યુ આઉટ જાહેર કર્યા હતા. જોકે પાકિસ્તાને રીવ્યૂ લીધો હતો અને તેમાં પાકિસ્તાનને સફળતા મળી હતી, એટલે કે બૉલ લૅગ સ્ટમ્પથી સહેજ દૂર હોવાનું જણાયું હતું અને રિઝવાનને નોટઆઉટ જાહેર કરાયા હતા.

  • પાકિસ્તાનની પહેલી વિકેટ- અબ્દુલ્લા શફીક- 20 રન (મોહમ્મદ સિરાજ)
  • બીજી વિકેટ - ઈમામ-ઉલ-હક- 36 રન (હાર્દિક પંડ્યા)
  • ત્રીજી વિકેટ- બાબર આઝમ- 50 રન (મોહમ્મદ સિરાજ)
  • ચોથી વિકેટ- સઉદ શકીલ- 6 રન (કુલદીપ યાદવ)
  • પાંચમી વિકેટ - ઇફ્તખાર અહેમદ - 4 રન (કુલદીપ યાદવ)
  • છઠ્ઠી વિકેટ - મોહમ્મદ રિઝવાન - 49 રન (જસપ્રીત બુમરાહ)
  • સાતમી વિકેટ - શાદાબ ખાન - 2 રન (જસપ્રીત બુમરાહ)
  • આઠમી વિકેટ- મોહમ્મદ નવાઝ- 4 રન (હાર્દિક પંડ્યા)
  • નવમી વિકેટ- હસન અલી - 12 રન (રવીન્દ્ર જાડેજા)
  • દસમી વિકેટ- હેરિસ રૌફ- 2 રન (રવીન્દ્ર જાડેજા)

વચ્ચે ટી20 વર્લ્ડકપમાં યુએઈ ખાતે ભારતનો પરાજય થયો હતો પરંતુ વન-ડે વર્લ્ડકપમાં તો ભારત તેના આ કટ્ટર હરીફ સામે ક્યારેય હાર્યું નથી.

તેમાંય શ્રીલંકા સામે તો તેણે 345 રનનો ટાર્ગેટ ચેઝ કરીને સફળતા હાંસલ કરી હતી. આ રીતે જોઈએ તો બેમાંથી એકેય ટીમને ફૉર્મની દૃષ્ટિએ અલગ કરી શકાય તેમ નથી. અલગ કરવવા માટેનું એક કારણ છે અને તે એ છે કે વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી.

મેદાન પર તો બંને ટીમ ખૂબ સારા ફૉર્મમાં છે. એક તરફ આ વર્લ્ડકપમાં ભારતે પાંચ વખતની ચૅમ્પિયન ટીમને હરાવી છે તો બીજી તરફ પાકિસ્તાને પણ તેની બંને મૅચ જીતી લીધી છે.

ભારતીય ટીમમાં બૅટ્સમૅન શુભમન ગિલ પરત ફર્યા છે, તો પાકિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ તો પાંચમી ઑક્ટોબરથી થયો છે પરંતુ ખરો વર્લ્ડકપ તો શનિવાર 14 ઑક્ટોબરથી શરૂ થયો હોય એવું વાતાવરણ સર્જાયું છે. કેમ કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટકરાઈ રહી છે.



વર્લ્ડકપમાં ભારતનો કેવો છે રેકૉર્ડ?

1992 અગાઉ ચાર વર્લ્ડકપ એવા હતા જેમાં બે ટીમ સામસામે આવી જ ન હતી, પરંતુ 1992 પછી દર વર્લ્ડકપમાં બંને સામસામે ટકરાયાં છે અને આવી સાત મૅચ રમાઈ છે જે તમામમાં ભારત જીત્યું છે.

ભારતીય ધરતી પર છેલ્લે 2011માં ભારત ચૅમ્પિયન બન્યું ત્યારે સેમિફાઇનલમાં મોહાલી ખાતે ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો હતો. એ વખતે પણ ભારત ફાઇનલમાં આવ્યું તેમ છતાં વાત તો એવી જ થતી હતી કે મોહાલીમાં જીત્યા છીએ પછી હવે મુંબઈમાં ફાઇનલ જીતીએ કે ના જીતીએ ખાસ ફરક પડતો નથી!

જોકે આ વખતે વાત અલગ છે. અમદાવાદની આ મૅચમાં જીત્યા બાદ બંને ટીમને આ ટુર્નામેન્ટમાં ઘણી લાંબી મઝલ કાપવાની બાકી છે. એટલે એમ સંતોષ માનીને ચાલી શકાશે નહીં.

તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે તેની ઉપર એક નજર કરીએ તો 2019નો છેલ્લો વર્લ્ડકપ યાદ કરી લેવો પડે.

2019માં ઇંગ્લૅન્ડના વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થયો તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રમાશે કે નહીં તે અંગે ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું, કેમ કે એ મૅચના થોડા સમય અગાઉ ભારતમાં પુલવામા ખાતે આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં સંખ્યાબંધ ભારતીય જવાનોનાં મોત થયાં હતાં, જેને પગલે એક સૂર એવો હતો કે પાકિસ્તાન સામે રમવું જ જોઈએ નહીં.

ભારત અને પાકિસ્તાન : ક્રિકેટમાં કોણ કોના પર ભારે?

છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી અને તેમની સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી પણ રમી નથી.

ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી માત્ર બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ રમે છે. આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી કે વર્લ્ડકપ કે એશિયા કપમાં બંને વચ્ચે જંગ ખેલાય છે અને તે આકર્ષણનું કેન્દ્ર બને છે, આ મુકાબલા રોમાંચક પણ એટલા જ હોય છે.

આ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની તાસીર.

તેમાંય વર્લ્ડકપ જેવી મહત્ત્વની ટુર્નામેન્ટ હોય ત્યારે તો આ રોમાંચ ઓર વધી જાય છે. ભારત કે પાકિસ્તાન વર્લ્ડકપ જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બને તે વધારે અગત્યની બાબત બની જાય છે.

જોકે એક વાત યાદ કરવી રહી કે ઑક્ટોબર 2021માં ટી20 વર્લ્ડકપની મૅચમાં દુબઈ ખાતે પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો. હાલમાં પાકિસ્તાની ટીમ સારા ફૉર્મમાં છે અને તેણે ઘરઆંગણે મોટા ભાગની સિરીઝ જીતેલી છે.

પાકિસ્તાન સામે ભારતીય ટીમ કેટલી મજબૂત?

જેમ વર્લ્ડકપમાં ભારતનો હાથ ઉપર રહેતો હોય છે તેવી જ રીતે એક સમય હતો જ્યારે શારજાહમાં મૅચ રમાનારી હોય ત્યારે પાકિસ્તાનનો હાથ ઉપર રહેતો હતો. મોટા ભાગના મુકાબલામાં પાકિસ્તાનને સફળતા મળતી હતી પરંતુ હવે એવું રહ્યું નથી.

બંને ટીમના વર્તમાન ફૉર્મ પર નજર કરીએ તો ભારતીય ટીમ સામે હવે પાકિસ્તાન તરફથી કોઈ જોખમ નથી. એ કબૂલ કે ટી20 ક્રિકેટમાં ગમે ત્યારે પરિણામ પલટાઈ જતું હોય છે તેમ છતાં રોહિત શર્માની ટીમે કોઈ ખાસ પ્લાનિંગ કરવા પડે તેવી શક્યતા તો અત્યારે લાગતી નથી.

ભૂતકાળમાં પાકિસ્તાન સામેના મુકાબલા વખતે ભારતની ટીમ દબાણમાં આવી જતી હતી. તેમાંય ખાસ કરીને મુકાબલો શારજાહમાં હોય તો તો પાકિસ્તાનનું પલ્લું ભારે જ રહેતું હતું.

જોકે હવે સાવ એવું રહ્યું નથી. બાબર આઝમ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તેમની સાથે ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન, શાહીનશાહ આફ્રિદી જેવા ઉમદા ખેલાડી છે. આ તમામ ખેલાડીએ તાજેતરના ગાળામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારો દેખાવ કરેલો છે.

પાકિસ્તાની બૉલિંગ આક્રમણ સામે ભારતનો કયો બૅટ્સમૅન ટક્કર ઝીલશે?

દર વખતની જેમ આ વખતે પણ ખરો મુકાબલો તો ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બૉલિંગ વચ્ચેનો છે. આ બેમાંથી જે ચડિયાતો દેખાવ કરશે તે મૅચ જીતી જશે એમ લાગી રહ્યું છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા છે, તો સામે બૉલિંગમાં પાકિસ્તાન પાસે શાહીનશાહ આફ્રિદી, હેરિસ રૌફ, હસન અલી ઉસામા મીર છે.

બૉલિગમાં જસપ્રીત બુમરાહ લાંબા સમયની ઈજા બાદ પરત ફર્યા છે. તેમણે છેલ્લી મૅચમાં ચાર વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનને પ્રારંભમાં જ નુકસાન પહોંચાડવા માટે બુમરાહની સાથે મોહમ્મદ સિરાઝ છે. હાર્દિક પંડ્યા ઉમદા બૉલિંગ કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી કુલ 134 વન-ડે મૅચમાંથી ભારતે 56 મૅચ જીતેલી છે જ્યારે પાકિસ્તાનના ફાળે 73 મૅચ રહી છે. પરંતુ વર્લ્ડકપમાં સાતેય મૅચ ભારતે જીતેલી છે.

ઉપરાંત શારજાહ કાળને બાદ કરીએ અને છેલ્લે પાકિસ્તાની ટીમે ભારતનો પ્રવાસ કર્યો તે 2005ના એપ્રિલથી ગણતરી કરીએ તો ભારતે 57 ટકા મૅચ જીતેલી છે.

આ ગાળામાં 40 મૅચ રમાઈ છે જેમાંથી 23માં ભારત અને 16માં પાકિસ્તાન જીત્યું છે. આ એ તબક્કો છે જેમાં ધોની, યુવરાજ, સચીન, સેહવાગ અને વિરાટ કોહલીએ ધૂમ મચાવેલી છે અને પાકિસ્તાન પર બરાબરનો અંકુશ જમાવેલો છે.

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન રમતના ત્રણેય ફૉર્મેટમાં એક એક મૅચ રમ્યાં છે. 1987માં ટેસ્ટ રમાઈ હતી જે ડ્રો રહી હતી તો 2005ના એપ્રિલમાં વન-ડેમાં પાકિસ્તાન જીત્યું હતું અને છેલ્લે 2012ની 28મી ડિસેમ્બરે ધોનીની ટીમે પાકિસ્તાનને પછડાટ આપી હતી.