ગુજરાત પર આવતી સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર, હવે કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

આગામી ચાર દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તેના કારણે રેડ ઍલર્ટ અને ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી સપ્ટેમ્બર, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કયા જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે?

વધુ માહિતી માટે જુઓ વીડિયો...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન