You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આપ નેતા આતિશીનો દાવો – દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની તૈયારી
આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હી સરકારનાં મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર આવનાર દિવસોમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે.
તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “અમને વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે, જેના કેટલાક સંકેતો છેલ્લા થોડાક દિવસોથી દેખાઈ રહ્યાં છે.”
“છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીમાં કોઈ પણ અધિકારીનું પોસ્ટિંગ નથી થઈ રહ્યું. દિલ્હીમાં આઈએએસના પોસ્ટિંગનું નિયંત્રણ ગૃહ મંત્રાલય પાસે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આઈએએસ ઓફિસરોનું પોસ્ટિંગ થઈ નથી.”
દિલ્હીનાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ રદ કરાયેલી દારૂ નીતિમાં કથિત ભ્રષ્ટાચારનાં મામલે આ સમયે તિહાડ જેલમાં છે.
મનીષ સિસોદિયા પણ ગયા વર્ષથી આ કેસમાં જેલમાં છે.
કેજરીવાલ જેલમાં રહીને સરકાર ચલાવી રહ્યા છે. તેમની પાર્ટીનું કહેવું છે કે તેઓ જેલમાં હોવા છતાં પણ દિલ્હીના મુખ્ય મંત્રી રહેશે.
થોડાક દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાનાં સંસદ સભ્ય સંજય સિંહને મની લૉન્ડરિંગના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.
વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે મોદી સરકાર ચૂંટણી પહેલાં સરકારી એજન્સીઓનો રાજકીય ઉપયોગ કરી રહી છે અને વિપક્ષનો નબળો પાડવામા આવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરમી અને હિટ વેવ મામલે સમીક્ષા બેઠક કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ગરમી અને હિટ વેવની સમસ્યા મામલે એક ઉચ્ચસ્તરની બેઠક યોજી હતી.
આ વર્ષે ભીષણ ગરમી પડવાની આશંકાને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હિટ વેવથી બચવાની તૈયારીઓ બાબતે એક સમીક્ષા બેઠક કરી હતી.
આ ઉપરાંત કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તર પર સરકારોને સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.
એક અધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે વડા પ્રધાને બેઠકની અધ્યક્ષતા કરી. વડા પ્રધાનને આ બેઠકમાં એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં વધારે ગરમી પડવાની આશંકા વિશે જાણકારી આપવામા આવી હતી.
આ બેઠકમાં જરૂરી દવાઓ, આઇસ પેક, ઓઆરએસ અને પીવાના પાણીને ઉપલબ્ધ કરાવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામા આવી હતી.
સરકારી નિવેદનમાં જણાવામાં આવ્યું છે, “વર્ષ 2024માં સામાન્ય કરતાં વધારે ગરમી પડવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી પણ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાગ્યું કે આરોગ્ય મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીની સલાહને પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરાવવામાં આવી છે, જેથી આ સૂચનોને મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચાડી શકાય.”
વડા પ્રધાન મોદીએ સરકારી ઍપ્રોચ પર ભાર આપ્યો અને કહ્યું કે દરેક મંત્રાલયોની સાથે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે જરૂરી સંકલન કરીને કામ કરવું જોઈએ.
સુરેન્દ્રનગરના પૂર્વ સંસદ સભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલે કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, પણ કૉંગ્રેસે કહ્યું કે 'તે તો સસ્પેન્ડ છે'
સુરેન્દ્રનગરના પૂર્વ સંસદ સભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલે કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને આપેલા પત્રમાં તેમણે લખ્યું કે મારા અંગત કારણોસર કૉંગ્રેસ પક્ષના પ્રાથમિક ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું.
સ્થાનિક મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું, “મારા આત્માનો અવાજ હતો કે આપણી સાથે અન્યાય થતો હોય તો આપણે રહેવાય નહીં. જોકે, તેમણે ફેરવી તોળ્યું અને કહ્યું કે અન્યાયનો સવાલ નથી પણ મારે કૉંગ્રેસ પાર્ટીમાં રહેવું જ નથી.”
તેઓ સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તેનો જવાબ આપતા સોમાભાઈએ કહ્યું, "તે વિશે હું આવતા ત્રણ-ચાર દિવસોમાં નિર્ણય કરીશ."
જોકે, ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, “કૉંગ્રેસે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કર્યા હતા તો તેઓ હવે કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેવી રીતે આપી શકે?”
અહીં ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજે ‘ભાજપે અન્યાય’ કર્યાની વાત કહી લોકસભાની ચૂંટણીમાં ‘પક્ષ વિરુદ્ધ મતદાન’ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં ભાજપે વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાને સ્થાને ચુવાળિયા કોળી સમાજના ચંદુ શિહોરાને લોકસભાની ટિકિટ આપતા સ્થાનિક તળપદા કોળી સમાજના આગેવાનો અને લોકો પોતે રોષે ભરાયા હોવાનો દાવો કરે છે.
અગાઉ કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી સંસદસભ્ય રહી ચૂકેલા સોમા ગાંડા પટેલે ભારતીય જનતા પાર્ટી તળપદા કોળીને અન્યાય કરતી હોવાની વાત કરી હતી.
તેમણે કહ્યું કે, “સૌરાષ્ટ્રમાં ત્રણ બેઠકો તળપદા કોળીસમાજના પ્રભુત્વવાળી છે – ભાવનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર. પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભારતીય જનતા પાર્ટી તળપદા કોળી સમાજના ઉમેદવારને ન ઉતારી અન્યાય કરી રહી છે. આથી આ મિટિંગ બોલાવી હતી.”
તેઓ ભાજપે હાલમાં જાહેર કરેલા ઉમેદવારનું નામ પાછું ખેંચી લેવા ચીમકી આપતા કહ્યું, “જો પક્ષ પોતાનો ઉમેદવાર નહીં બદલે તો બધા તળપદા કોળી સમાજના લોકો ભાજપ સામે મતદાન કરશે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)