પંજાબમાં નદીઓના સતત વધતા જળસ્તર વચ્ચે બેહાલ જનજીવન

પ્રકાશિત

હાલ ઉત્તર ભારતમાં મોટા ભાગનાં રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણાં સ્થળોએ અનરાધાર વરસાદને પગલે કુદરતી આપત્તિઓ સર્જાવાનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે.

આવું જ એક અસરગ્રસ્ત રાજ્ય છે પંજાબ. પંજાબ પણ હાલ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ભાખરા અને પોંગ ડૅમનાં જળસ્તરમાં વધારો થયો છે.

ઠેરઠેર પાણી ભરાયાંનાં અને જનજીવન અસ્તવ્યસ્ત થયાનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર સરકાર દ્વારા તાજેતરની સ્થિતિને જોતાં રાહત કામગીરી પણ ચલાવાઈ રહી છે. વહીવટી તંત્રે અસરગ્રસ્ત ગામોમાં રહેતા લોકોને રિલીફ કૅમ્પોમાં આશરો લેવાની અપીલ કરી છે.

બીબીસી ગુજરાતીની આ રજૂઆતમાં જુઓ વરસાદે સર્જેલી આફતનાં દૃશ્યો.