ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઘરો, રસ્તાઓ, વાહનો બધું જ ડૂબ્યું

પ્રકાશિત

ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે નજજીવન ખોરવાયું છે.

રાજકોટના ધોરાજીમાં એટલો વરસાદ પડ્યો કે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે શેરીઓ અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં છે.

વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અહીં રહેતા લોકો ખૂબ પરેશાનીમાં મુકાઈ ગયા છે. લોકોની ફરિયાદ છે કે સ્થાનિક તંત્ર કે અન્ય કોઈ પણ તેમની મદદે આવ્યું નથી.

આ ઉપરાંત ગીર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ નાવલી નદીમાં પાણીનું વહેણ તેજ થતાં પુરની સ્થિતિ સર્જાઈ છે.