You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વ્યક્તિ જે દરિયાની અંદર 74 દિવસ રહી, અંદર કેવા અનુભવો થયા?
- લેેખક, મેડલિન હાલપર્ટ
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
જોસેફ ડિટુરી નામક એક અમેરિકન પ્રોફેસરે ફ્લોરિડાના કી લાર્ગોમાં દરિયાની 30 ફૂટ ઊંડી ખાડીના તળિયે 74 દિવસો પસાર કર્યા હતા. તેઓ 28 વર્ષ સુધી નૌકાદળમાં પણ સેવા આપી ચૂક્યા છે.
આ કારનામા સાથે તેમણે ડિપ્રેશરાઇઝેન વગર સૌથી લાંબા સમય સુધી અંડરવૉટર રહેવાનો રેકૉર્ડ તોડવામા સફળતા હાંસલ કરી હતી અને નિકટના ભવિષ્યમાં પોતાનું આ કારનામું અટકાવવાનો તેમનો કોઈ ઇરાદો નથી.
ગત રવિવારે તેમણે ફ્લોરિડાની ખાડીના તળિયે આવેલ જુલ્સ અંડરસી લૉજ નામની એક નાનકડી કૅપ્સ્યૂલમાં 100 દિવસ સુધી રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, “મને શોધ માટેનું મારું કુતૂહલ અહીં લઈ આવ્યું.”
તેમણે ઉમેર્યું, “પહેલા દિવસથી જ આ બધું કરવા પાછળનો મારો હેતુ નવી પેઢીને પ્રેરણા પૂરી પાડવાનો, અંડરવૉટર જીવનનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોનાં ઇન્ટરવ્યૂ કરવાનો અને આત્યંતિક પરિસ્થિતિઓમાં માનવશરીર કેવી રીતે કામ કરે છે એ જાણવાનો હતો.”
આવી પરિસ્થિતિમાં સૌથી લાંબા સમય સુધી અંડરવૉટર રહેવાનો રેકૉર્ડ અગાઉ બે પ્રોફેસરોનાં નામે નોંધાયેલો હતો. વર્ષ 2014માં કી લાર્ગો ખાતે આ જ જગ્યાએ રહીને કીર્તિમાન સ્થાપિત કર્યું હતું.
સબમરીનથી વિપરીત ડિટુરી જ્યાં રહી રહ્યા છે એ જગ્યાએ અંડરવૉટર દબાણ વધવાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે કોઈ ટેકનૉલૉજીનો ઉપયોગ કરાતો નથી.
ડૉ. ડીપ સીના નામથી જાણીતા ડિટુરીએ જુલે વર્ન અંડર સી લૉજથી આ કારનામાની શરૂઆત કરી હતી. નોંધનીય છે કે જુલે વર્ન એ ખૂબ જ જાણીતી સાયન્સ ફિક્શન નવલકથા “ટ્વેન્ટી થાઉસન્ડ લીગ્સ અંડર ધ સી”ના લેખક હતા અને આ સ્થળનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તીવ્ર દબાણ
કહેવાતા નેપ્ચુન 100 પ્રોજેક્ટમાં યુનિવર્સિટી ઑફ સાઉથ ફ્લોરિડાના પ્રોફેસર લાંબા સમય માટે જ્યારે માનવશરીરને અત્યંત દબાણનો સામનો કરવો પડવાની સ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે એ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.
સંશોધકો ઘણા મેડિકલ ટેસ્ટ થકી આટલા લાંબા સમય સુધી એકલા અને બંધિયાર અવસ્થામાં રહેવાની મનોવૈજ્ઞાનિક અસરો અંગે અને આ 55 વર્ષીય પ્રોફેસરના સ્વાસ્થ્યનો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અંડરવૉટર રહેવાની આ કવાયત દરમિયાન પણ તેમણે શિક્ષણકાર્ય પર તેની અસર નથી થવા દીધી. યુનિવર્સિટી ઑફ સાઉથ ફ્લોરિડા અનુસાર ડિટુરી ઓનલાઇન બાયોમેડિકલ ઇનજેરીના ક્લાસ હજુ લે છે.
પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે આ શિક્ષક પાંચ વાગ્યે ઊઠીને કસરત કરે છે. ઉપરાંત તેઓ પ્રોટીનથી ભરપૂર ઈંડાં અને માછલીનો ખોરાક લે છે, જેને માઇક્રોવેવમાં ગરમ કરી શકાય છે.
અંડરવૉટર રહેવાનો તેમનો સમયગાળો વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હોલવા છતાં તેઓ સપાટી પર પાછા ફરવા માટે આતુર છે.
ડિટુરીએ ઍસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, “હું સપાટી પર રહેવાની જે બાબતને મિસ કરું છું, એ છે સૂર્ય.”