You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પની સભામાં ગોળીબાર થયો, શું થયું હતું તે સમયે?
અમેરિકાની ટોચની તપાસસંસ્થા એફબીઆઈએ દાવો કર્યો છે કે તેણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીઓ ચલાવનારા હુમલાખોરની ઓળખ કરી લીધી છે.
એફબીઆઈએ નિવેદન આપ્યું છે કે ટ્રમ્પ પર ગોળી ચલાવનારા શખ્સની ઓળખ 20 વર્ષના થૉમસ મેથ્યુ ક્રુક્સ તરીકે કરાઈ છે. ક્રુક્સ પેન્સિલવેનિયાના બેથલ પાર્કમાં રહેતા હતા.
સીક્રેટ સર્વિસના કમ્યુનિકેશન ચીફ ઍૅન્થની ગુગલિયાનીએ જણાવ્યું કે સિક્રેટ સર્વિસના કર્મચારીઓ શૂટરને મારી નાખ્યો અને તત્કાલ સુરક્ષાત્મક પગલાં ભર્યાં.
સીક્રેટ સર્વિસ તરફથી જણાવાયું છે કે ગોળીઓથી રેલીઓમાં હાજર એક શખ્સનું મૃત્યુ થઈ ગયું અને બે ગંભીર રીતે ઘાયલ થયા.
આ ઘટનાને રાજકીય હત્યાનું કાવતરું માનવામાં આવી રહ્યું છે અને આ જ પાસાની તપાસ કરાઈ રહી છે.
રેલીમાં હાજર અન્ય એક શખ્સે જણાવ્યું કે એક બાદ એક પાંચ ગોળીઓ ફૂટ્યા બાદ ત્યાં અફરાતફરી સર્જાઈ હતી.
જેસન નામના આ શખ્સે બીબીસીને જણાવ્યું, "અમે જોયું કે સીક્રેટ સર્વિસના લોકો તુરંત જ કૂદીને મંચ પર આવી ગયા અને તેમણે ટ્રમ્પને ઘેરી લીધા. ભીડમાં હાજર તમામ લોકો નીચે ઝૂંકી ગયા."
જેસને જણાવ્યુ, "ટ્રમ્પ તત્કાલ ઊભા થયા અને એમણે પોતાની મુઠ્ઠી ભીડને બતાવીને કંઈક કહ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'તેમના ચહેરા પર લોહી જોવા મળી રહ્યું હતું. એમના કાનમાંથી લોહી વહેતું હતું. તેઓ ઊભા થયા. તેઓ જીવંત હતા.''