You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...
રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે અને હવામાનવિભાગે હીટ વેવની આગાહી કરી છે.
ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધા અર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.તો ભરઉનાળામાં આરોગ્યનું ધ્યાન રાખવા માટે શું કરશો? લૂ ન લાગે એ માટે શું કરવું જોઈએ?
દેશભરમાં તાપમાન ઝડપથી ઊંચું જઈ રહ્યું છે, જેનાથી લોકો હેરાન છે. ઘણાં શહેરોમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી પાર કરી ચૂક્યું હતું.
વધતી ગરમી અને લૂના કારણે લોકો બીમાર થઈ રહ્યા હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે.
રવિવારે મહારાષ્ટ્રમાં એક સરકારી સમારોહ દરમિયાન લૂ લાગવાના કારણે 12 લોકોનાં મૃત્યુ થયા છે.
આ દરમિયાન ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, હવામાનવિભાગે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેશે.
અમદાવાદમાં સૌથી વધુ તાપમાન મંગળવારે 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું.
ગુજરાતમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે, જ્યાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને અમરેલીમાં 41.2 અને ભુજ તથા ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા ભાગના લોકો ગાય અને ભેંસના દૂધનો ઉપયોગ વધારે કરતા હોય છે. ગાય અને ભેંસનું દૂધ વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ પણ હોય છે.
તમે ગૌપાલકો પાસેથી દૂધ સીધું ખરીદતા હો તો તમારી પાસે જૂજ વિકલ્પ હોય છે, પરંતુ પૅકેટમાં મળતું દૂધ ખરીદતા હો તો ટોન્ડ, ડબલ ટોન્ડ અને ફૂલ ક્રીમ સહિતના અનેક વિકલ્પ હોય છે.
ગાય અને ભેંસના દૂધ સિવાય હવે ગધેડી, ઊંટડી અને બકરીનું દૂધ પણ મળતું થયું છે.
ઑનલાઇન ખરીદીની સુવિધાને કારણે અન્ય પશુનાં દૂધ જરૂર ઉપલબ્ધ થઈ રહ્યાં છે, પરંતુ દૈનિક વેચાણના સંદર્ભમાં આ દૂધે ગાય તથા ભેંસના દૂધનું સ્થાન લીધું નથી.
ગાય અને ભેંસના દૂધ સિવાયના અન્ય પ્રાણીઓના દૂધનું વેચાણ કોઈ નવી વાત નથી, પરંતુ આજકાલ એ દૂધની માગ ફરીથી વધી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને નાનકડાં ગામોમાં ગધેડીનું દૂધ વેચતા લોકો રસ્તા પર ફરતા જોવા મળે છે. આ દૂધ બાળકો માટે ઉપકારક હોવાથી લોકો તેની ખરીદી કરી રહ્યા છે.
ઊંટડીના દૂધની વાત કરીએ તો રાજસ્થાન અને ગુજરાત જેવાં રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ઊંટડીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. અમૂલ જેવી કંપનીઓ એ દૂધ બૉટલમાં ભરીને વેચી રહી છે અને તે ઑનલાઇન પણ ઉપલબ્ધ છે.
ઊંટડીનું દૂધ અમૂલની વેબસાઇટ ઉપરાંત ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઇ-કૉમર્સ વેબસાઈટ્સ પર પણ 200 એમએલ અને અર્ધો લિટરના પેક સાઈઝમાં ઉપલબ્ધ છે. તે દેશના અનેક હિસ્સામાં પહોંચી રહ્યું છે.
દિલ્હી જેવાં શહેરોમાં બકરીનું દૂધ ઑનલાઇન વેચતી કંપનીઓ કાર્યરત છે. બકરીના દૂધનો ઉપયોગ પણ કોઈ નવી વાત નથી. દેશના અનેક વિસ્તારોમાં અને વિવિધ જનસમૂહમાં બકરીના દૂધનું મોટા પાયે સેવન કરવામાં આવે છે.
મહાત્મા ગાંધીએ પોતે પણ તેમની આત્મકથામાં લખ્યું છે કે તેઓ બકરીના દૂધનું સેવન કરતા હતા.
‘એકલા ચલો’ એ પદ્ધતિના કારણે રખડપટ્ટી કરવા નીકળી પડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, આમ છતાં મહિલા વિદેશ પ્રવાસે એકલી નીકળી પડે ત્યારે કેટલાક પડકારો ઊભા હોય જ છે.
જોકે કેટલાક પર્યટનસ્થળો સલામતી અને સમાનતાની બાબતમાં સારું રેન્કિંગ મેળવી ટોચનું સ્થાન મેળવી રહ્યા છે.
કોરોના મહામારીને કારણે પ્રવાસન અટકી પડ્યું હતું, પરંતુ હવે લોકો કોઈ સાથી મળે તેની રાહ જોયા વિના જ ફરવા નીકળી જવા માટે પૅકિંગ કરવા લાગ્યા છે.
એકલા ફરવા નીકળી પડવાનો ટ્રેન્ડ વિશ્વભરમાં વ્યાપક બની રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ વ્યક્તિગત રીતે પર્યટને નીકળવા લાગી છે.
નોર્વેની ક્રૂઝ લાઇનના એક સંશોધન અનુસાર ત્રણમાંથી એક પ્રવાસી એકલા ફરવા જવાનું પસંદ કરે છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ આ નવા ટ્રેન્ડને આગળ વધારી રહી છે.
ટ્રાવેલ નેટવર્ક વર્ચ્યુઓસોના આંતરિક સંશોધન અનુસાર 2022માં સોલો ટ્રાવેલમાં સૌથી વધુ પ્રમાણ 65 કે તેનાથી વધુ વર્ષની મહિલાઓનું રહ્યું છે.
2019માં વૃદ્ધાઓ આ રીતે એકલી પ્રવાસે નીકળી પડે તેનું પ્રમાણ માત્ર 4% હતું, પરંતુ 2022માં વ્યક્તિગત ધોરણે પ્રવાસ કરનારામાં તેમનું પ્રમાણ 18% થઈ ગયું હતું.
એકલપંડે સ્ત્રીઓ પ્રવાસ કરવા લાગી છે, છતાં નારીઓ માટે હજીય વિદેશમાં પ્રવાસ કરતી વખતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ સલામત રીતે પ્રવાસ કરી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે દુનિયાના લગભગ દરેક ખૂણે મહિલાએ આજે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે અને સુરક્ષા બાબતમાં કાળજી રાખવી પડે છે.
આ સ્થિતિ છતાંય કેટલાક દેશો એવા પણ છે કે તેના દ્વારા મહિલાઓની સુરક્ષા સુધારવા માટે ધ્યાન અપાયું છે અને મહિલા સુરક્ષાની બાબતમાં મહિલા રહેવાસીઓના વલણની બાબતમાં પણ સુધારા માટે પ્રયાસો કર્યા છે.
મહિલા પ્રવાસીઓની સુરક્ષા અને સમાનતાની બાબતમાં કયા સ્થળો વધારે સારી સ્થિતિમાં છે તે જાણવા માટે અમે જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વીમેન્સ પીસ ઍન્ડ સિક્યૉરિટી ઇન્ડેક્સ, વર્લ્ડ ઇકનૉમિક ફૉરના ગ્લોબલ જેન્ડર ગેપ અહેવાલ તથા ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇકૉનૉમિક ઍન્ડ પીસ ગ્લોબલ ઇન્ડેક્સ (WPS)નો આધાર લીધો હતો.
ટોપ રેન્કિંગ દેશોમાં એકલપંડે પ્રવાસ કરનારી મહિલાઓના અનુભવો જાણવા માટે અમે તેમની સાથે પણ વાતચીત કરી હતી. તેમને કેટલી સુરક્ષા લાગી, ટ્રાવેલ માટે તેમની ટીપ્સ કેવી છે અને એકલા સાહસિક પ્રવાસે નીકળ્યા હોય ત્યારે ક્યાંય ક્યાંજ જવું જોઈએ તે પણ જાણ્યું હતું.
17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તામિલ સંગમની શરૂઆત થઈ છે. જેના કેન્દ્રમાં સોમનાથ અને ત્યાંનું મંદિર છે. વર્તમાન સોમનાથ મંદિરનો પાયો આઝાદી પછી તરત જ નખાયો હતો અને તે સમયે પણ આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. આ મુદ્દે કૉંગ્રેસમાં ઊભી ફાટ પડી ગઈ હતી.
એક તરફ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને મૃદુલા સારાભાઈ વગેરે હતાં, તો બીજી તરફ નાયબવડા પ્રધાન સરદાર પટેલ, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ અને કનૈયાલાલ મુનશી સહિતના નેતા હતા.
ગુજરાતના એક રજવાડાના રાજવીને કારણે સ્થિતિ વધુ જટિલ બની જવા પામી હતી અને પ્રથમ વડા પ્રધાન જવહારલાલ નહેરુએ આ મુદ્દે પોતાની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હતી.
એટલું જ નહીં કેટલાક સ્થાનિકો દ્વારા પુનઃનિર્માણના સ્થળ વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેને અવગણીને નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
14મી ઑગસ્ટ 1947ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું. (દેસાઈ, પ્રભાસ અને સોમનાથ, પૃષ્ઠક્રમાંક 355-357) શામળદાસ ગાંધીએ મુંબઈમાં 'આરઝી હકૂમત'ની સ્થાપના કરી અને જૂનાગઢના નવાબની સામે ચઢાઈ કરી.
ઑક્ટોબર મહિનામાં નવાબ ગુપ્ત રીતે પાકિસ્તાન જતા રહ્યા અને નવેમ્બર મહિનામાં શાહનવાઝ ભુટ્ટોએ ભારત સાથે જોડાણની જાહેરાત કરી.
9 નવેમ્બર, 1947ના ના રોજ ભારતીય સેના જૂનાગઢમાં પ્રવેશી. જનતા માટે વિક્રમ સંવત 2003ની દિવાળી ત્રણ દિવસ વહેલી આવી હતી. દિવાળીના દિવસે (12મી નવેમ્બર) વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા.
વિક્રમ સંવત 2004ના બેસતા વર્ષના દિવસે વલ્લભભાઈ પટેલ કાઠિયાવાડના રાજપ્રમુખ જામસાહેબે ખંડિત મંદિરની મુલાકાત લીધી. આ તકે કાઠિયાવાડ સંઘના રાજપ્રમુખ દિગ્વિજયસિંહે ભારત સરકાર દ્વારા મંદિરના નિર્માણનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો.
સરદાર વલ્લભભાઈ પટેલે જનતાને યથાશક્તિ સહયોગ આપવા કહ્યું. દિગ્વિજયસિંહે પોતે રૂ. એક લાખ અને શામળદાસ ગાંધીએ રૂ. 51 હજારની જાહેરાત કરી. સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂ. પાંચ લાખની જાહેરાત કરવામાં આવી છે, એવી જાહેરાતને કારણે સ્થિતિ વધુ અસમંજસભરી સ્થિતિ ઊભી થઈ હતી.
પૂર્વ સહયોગી વી. બી. કુલકર્ણીએ 'આધુનિક ભારતના ઘડવૈયા' શ્રેણી હેઠળ કનૈયાલાલ મુનશીનું જીવનચરિત્ર લખ્યું છે. જેમાં તેઓ લખે છે (પેજનંબર 227-228) 'જૂનાગઢની જનતાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. એ પછી સોમનાથના ભવ્ય મંદિરના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.'
'સરદાર પટેલે આ કામ કનૈયાલાલ મુનશીને સોંપ્યું હતું. સરદારને એમનાથી વધુ સક્ષમ વ્યક્તિ ન મળી હોત, કારણ કે તેમણે સોમનાથ વિશે ખૂબ જ ઊંડું સંશોધન કર્યું હતું. ખંડિત થયું તે પહેલાં આ મંદિર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર જેટલું પ્રસિદ્ધ હતું.'
'સોમનાથના પુનઃનિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ગાંધીજી હયાત હતા. વડા પ્રધાનના નેતૃત્વમાં મળેલી કૅબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવે એવું નક્કી થયું હતું, પરંતુ ગાંધીજીએ સલાહ આપી હતી કે મંદિરનિર્માણ માટેના પૈસા જનતા પાસેથી ઊભા કરવા જોઈએ.'
એ પછી તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી અને મુનશીને તેના ચૅરમૅન બનાવવામાં આવ્યા. મંદિરના નિર્માણ માટેના ટ્રસ્ટનું પ્રારૂપ પણ તેમણે જ તૈયાર કર્યું હતું.
વર્તમાન ક્રિકેટમાં કોઈ પણ બૅટ્સમૅન સિક્સર ફટકારવામાં જોખમ છે તેમ માનતો નથી પરંતુ તેમા વિવિધ પ્રયોગો કરીને તેને એક કલા છે તેમ પુરવાર કરી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવ કે એબી ડી વિલિયર્સ 360 ડિગ્રી શૉટ ફટકારે છે તો હમણાં જ આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રિંકુસિંહની ઉપરાઉપરી પાંચ સિક્સર નિહાળી હતી.
આવી જ રીતે વીરેન્દ્ર સેહવાગ સદી કે બેવડી સદી કે ત્રેવડી સદીની નજીક પહોંચીને પણ સિક્સર ફટકારવાની લાલચ રોકી શકતા ન હતા.
પરંતુ સેહવાગના જન્મના પણ દાયકાઓ અગાઉ ભારતના એક બૅટ્સમૅન એવા હતા જે સિક્સર ફટકારીને સદી પૂરી કરતા હતા અને વારંવાર બૉલને મેદાનની બહાર મોકલી આપવાની કલા ધરાવતા હતા.
આ બૅટ્સમૅન એટલે ભારતના મહાન ક્રિકેટર્સની હરોળમાં આવતા પોલી ઉમરીગર.
પહેલાનજી રતનજી ઉમરીગરનો જન્મ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પારસી પરિવારમાં થયો અને ત્યારબાદ તેમનું સમગ્ર જીવન મુંબઈમાં જ વીત્યું હતું.
તેઓ રમતા હતા ત્યારે અને તેઓ નિવૃત્ત થયા પછીના લગભગ સાડા ચાર દાયકા સુધી પોલીકાકા (તેઓ આ રીતે ઓળખાતા હતા)ને આદર મળતો રહ્યો હતો.
પોલી ઉમરીગરના આદરની વાત કરી ત્યારે તેમના વિશે, તેમની કારકિર્દી વિશે વાત કરતાં અગાઉ એક અન્ય વાત કરી લેવી છે.
તેમને ક્રિકેટ જાણનારા અને ક્રિકેટ વર્તુળમાંથી તથા બીસીસીઆઈમાંથી માન-સન્માન મળતાં હતાં. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના મૂળ પેવેલિયન તરફના રસ્તે ગરવારે ક્લબ પાસે બે પ્રવેશદ્વાર છે એક પોલી ઉમરીગર ગેટ અને બીજો વીનુ માંકડ ગેટ.
1980-90ના દાયકામાં બન્યું એવું કે પોલી ઉમરીગર વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી એક ઇન્ટરનેશનલ મૅચ નિહાળવા ગયા અને પોલી ઉમરીગર ગેટમાંથી અંદર જઈ રહ્યા હતા ત્યારે જ સુરક્ષા ગાર્ડે તેમને અંદર જતા રોક્યા અને પાસ કે ઓળખપત્રની માગણી કરી.
પોલી ઉમરીગર મૂંઝાઈ ગયા કેમ કે ભારતમાં અગાઉ તેમને ક્યારેય રોકવામાં આવ્યા ન હતા. જોકે તે જ સમયે બોર્ડના એક અધિકારી તથા એક ભૂતપૂર્વ ક્રિકેટર ત્યાંથી પસાર થયા અને તેમણે પોલીકાકાને બચાવી લીધા.
પરંતુ જોવાનું એ છે કે જેમના નામે એક પ્રવેશદ્વાર છે તે જ દરવાજેથી એટલે કે પોલી ઉમરીગર ગેટ પર જ પોલીકાકાને રોકવામાં આવ્યા હતા.
હવે તેમની ક્રિકેટ કારકિર્દી અંગે વાત કરીએ.