કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષામાં EVM તથા VVPATમશીન્સને
કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે લાવવામાં આવશે. આ હેરફેરના સમય અંગે ઇલેક્શન ઍજન્ટ્સને
અગાઉથી જ વાકેફ કરી દેવામાં આવે છે, જેથી કોઈ ગેરસમજણ ઊભી ન થાય.
ઉમેદવારોના પ્રતિનિધિઓ ઇચ્છે તો EVM તથા VVPATમશીન્સની
હેરફેર કરતા વાહનની પાછળ પોતાનું વાહન દોડાવી શકે છે.
સૌ પહેલાં રાજકીય પક્ષોના ઇલેકશન
ઍજન્ટ્સની હાજરીમાં રિટર્નિંગ ઑફિસર EVM તથા VVPAT સીલબંધ હોવાની ખરાઈ કરશે. ગુજરાતમાં 26 રિટર્નિંગ ઑફિસર ફરજ
બજાવશે, જેમને
182 આસિસ્ટંટ રિટર્નિંગ ઑફિસર તહેનાત રહેશે.
કેન્દ્રીય ચૂંટણીપંચના તાજેતરના
નિર્દેશ મુજબ, ઈવીએમ
તાથ પોસ્ટલબૅલેટની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે. અગાઉ પોસ્ટલબૅલેટની ગણતરી
સૌપ્રથમ હાથ ધરવામાં આવતી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીપંચે
લોકસભાની બેઠક હેઠળ આવતી દરેક વિધાનસભાનાં પાંચ બૂથનાં EVM તથા VVPAT પરિણામોની
સરખામણી કરવાના નિર્દેશ આપ્યા છે.
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક હોય 910
બૂથનાં EVM અને VVPATપરિણામ
સરખાવાશે.
આ પહેલાં માત્ર એક એક જ બૂથ ઉપરનાં EVM અને VVPATપરિણામોને
સરખાવવાનો નિયમ હતો. આ બૂથની પસંદગી લોટરી સિસ્ટમથી કરવામાં આવે છે.