2019ની લોકસભા ચૂંટણી
દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારે ટક્કર આપી. પાર્ટીએ 'ન્યાય' યોજના દ્વારા પાંચ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક રૂ. 72 હજાર આપવાની જાહેરાત
કરી. આમ છતાંય બીજી વખત પાર્ટીએ વિરોધપક્ષમાં બેસવું પડશે તેવું વલણ ચાલી રહ્યું
છે.
ભાજપની સરખામણીએ કાર્યકરોની
સંખ્યા, ગાંધી પરિવાર ઉપર આધાર, પ્રાદેશિક નેતાઓનો અભાવ, ગઠબંધનનું ગઠન કરવામાં
નિષ્ફળતાને કારણે પાર્ટીનો પરાજય થયો છે.
એકસમયે સમગ્ર દેશમાં
કૉંગ્રેસનું અસ્તિત્વ હતું. હવે તે પરિવાર આધારિત પરિવાર બની રહી છે. પાર્ટી તેનાં
અસ્તિત્વની લડાઈ લડી રહી છે.
કૉંગ્રેસનો કાર્યકાળ
સમાપ્ત થઈ ગયો, એમ કહેવું વહેલું ગણાશે, કારણ કે ભૂતકાળમાં અનેક વખત તેની પીછેહઠ
થઈ છે અને પછી રાજકીય પરિદૃશ્યમાં તેનું પુનરાગમન થયું છે.
જો કૉંગ્રેસનું પતન
થશે તો ભાજપ તેની ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરશે.