ગુજરાતની તમામ 26 બેઠક
ઉપર ભાજપ આગળ છે. ગત વખતે ભાજપને અહીં તમામ 26 બેઠક ઉપર વિજય મળ્યો હતો.
દાદારા નગર હવે અને
દમણ-દીવ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર આગળ છે.
ચૂંટણી સમયે એવી આશંકા
સેવાતી હતી કે ગત વખતની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે નુકસાન થશે, પરંતુ
પ્રારંભિક વલણ પ્રમાણે, એવું થતું હોય તેમ નથી લાગતું.
કુલ 80માંથી 59 બેઠક
ઉપર એનડીએ આગળ છે. પ્રારંભિક વલણ જોતાં અહીં એનડીએને 14 બેઠકનું નુકસાન થતું જણાય
છે, જે પાર્ટી પૂર્વનાં રાજ્યોમાંથી સરભર કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ
15 બેઠક ઉપર આગળ છે. ગત વખતે અહીં ભાજપને માત્ર બે બેઠક મળી હતી. આ સિવાય પૂર્વના
ઓડિશામાં ભાજપ સાત બેઠક ઉપર આગળ છે. અહીં ભાજપને માત્ર એક બેઠક મળી હતી.
રાજસ્થાનમાં તમામ 25 બેઠક
ઉપર એનડીએ આગળ છે. અહીં ભાજપે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને એક બેઠક આપી છે. ગત વખતે
ભાજપને એકલાહાથે તમામ 25 બેઠક ઉપર વિજય મળ્યો હતો.
મધ્ય પ્રદેશની 28માંથી
27 બેઠક ઉપર ભાજપ આગળ છે.
દિલ્હીની તમામ સાત, હરિયાણાની તમામ 10, હિમાચલ પ્રદેશની તમામ ચાર અને ઉત્તરાખંડની તમામ પાંચ બેઠક
ઉપર અગ્રેસર છે. ઉપરોક્ત રાજ્યોમાં ગત વખતે ભાજપે તમામ બેઠકો ઉપર ઉપર વિજય મેળવ્યો
હતો.