You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

મોદી બોલ્યા લોકોએ ફકીરની ઝોળી ભરી દીધી

મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.

લાઇવ કવરેજ

  1. દિગ્ગજ નેતાઓની સ્થિતિ

    વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગાંધીનગરમાં અમિત શાહ આગળ

    કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર ગિરિરાજસિંહ (બેગુસરાઈ, બિહાર), અશ્વિનીકુમાર ચૌબે (બક્સર, બિહાર), આર. કે. સિંહ (આરા, બિહાર), સ્મૃતિ ઈરાની (અમેઠી, ઉત્તર પ્રદેશ), કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ (જયપુર ગ્રામીણ), જનરલ વી. કે. સિંહ (ગાઝિયાબાદ, યૂપી) આગળ

    સપાના અખિલેશ યાદવ (આઝમગઢ, યૂપી), કન્નૌજથી તેમનાં પત્ની ડિમ્પલ યાદવ, મૈનપુરીથી મુલાયમસિંહ યાદવ, અને અફઝલ અંસારી (બસપા, યૂપી) આગળ

    વાયનાડ બેઠક ઉપરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગળ, અમેઠીની બેઠક ઉપરથી પાછળ

    પંજાબમાં શિરોમણિ અકાલીદળના હરસિમરત કૌરા બાદલ (ભટિંડા) અને તેમના પતિ સુખબીરસિંઘ બાદલ (ફિરોઝપુર) બેઠક ઉપર આગળ

    ગુરૂદાસપુરની બેઠક ઉપરથી ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ (ભાજપ) તથા ચંડીગઢની બેઠક ઉપરથી કિરણ ખેર (ભાજપ) આગળ

  2. હું ઈવીએમને જવાબદાર નથી ઠેરવતો : કન્હૈયાકુમાર

  3. રાહુલ ગાંધીથી ક્યાં ચૂક થઈ?

  4. ભાજપ પ્રવક્તા અનિલા સિંહ સાથે બીબીસીની વાતચીત

  5. રામમંદિર બનાવીશું - ભાજપ

    બીબીસીના વિશેષ કાર્યક્રમમાં ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ કહ્યું, "બંધારણની મર્યાદામાં રહીને અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ કરીશું."

  6. ચૂંટણીમાં ભાજપ માટે બાલાકોટ ટર્નિંગ પૉઇન્ટ?

  7. સન્ની દેઓલને અર્ણબે સન્ની લિયૉન કહ્યા

    રિપબ્લિક ટીવીના જાણીતા પત્રકાર અર્ણબ ગોસ્વામી ટ્રૅન્ડ થઈ રહ્યા છે.

    ટીવી પર ઍન્કરિંગ કરતી વખતે તેઓ સન્ની દેઓલના બદલે સન્ની લિયૉન બોલી ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે સન્ની દેઓલને 2 લાખ 78 હજાર મત મળ્યા છે અને તેઓ કૉંગ્રેસના ઉમેદવાર સુનિલ ઝાખર કરતાં આગળ છે.

  8. ભાજપ અને સાથી પક્ષો 330ને પાર, કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન

  9. અમિત શાહ 3 લાખ મતોની સરસાઈથી આગળ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહેલા અમિત શાહ 3 લાખ 21 હજાર મતોની સરસાઈથી આગળ છે.

    અમિત શાહને અત્યાર સુધી 4 લાખ 64 હજાર મત મળ્યા છે અને કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાને 1 લાખ 43 હજાર મત મળ્યા છે.

  10. પાકિસ્તાનમાં ભારતની ચૂંટણી

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું કે 'જો ભૂલેચૂકે દેશમાં કૉંગ્રેસ જીતી તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે?'પરંતુ શું પાકિસ્તાનીઓને ભારતની ચૂંટણીમાં રસ છે?

    બીબીસી ઉર્દૂના સંવાદદાતા શકીલ અખ્તરના કહેવા પ્રમાણે, "આગામી સરકાર અંગે ભારતમાં જેટલી ઉત્કંઠા છે, એટલી ઉત્કંઠા પાકિસ્તાનમાં પણ જોવા મળે છે. અગાઉ પણ આવી આતુરતા જોવા મળતી,પરંતુ નરેન્દ્ર મોદીને કારણે પહેલાં 2014માં અને અત્યારે પણ સવિશેષ રુચિ જોવા મળે છે."

    "ત્યાંની ટીવી ચેનલ્સ દ્વારા પણ સ્ક્રીનની ઉપર પક્ષવાર આંકડા દર્શાવવામાં આવે છે. ચૂંટણી દરમિયાન અને ઍક્ઝિટ પોલ્સ બાદ ટેલિવિઝન ઉપર કલાકો સુધી ચર્ચા થઈ અને અખબારોમાં પણ વ્યાપક રીતે લેખો લખાયા છે."

  11. રાહુલ ગાંધી 4 હજાર મતથી પાછળ

    અત્યાર સુધીનાં વલણો પ્રમાણે ભાજપનાં ઉમેદવાર અને મંત્રી સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસનો ગઢ મનાતી અમેઠી બેઠક પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.

    અત્યાર સુધી રાહુલ ગાંધીને 38 હજાર મત મળ્યા છે જ્યારે સ્મૃતિ ઈરાનીને 43 હજાર જેટલા મત મળ્યા છે.

  12. નરેન્દ્ર મોતીનાં માતા હીરાબાએ લોકોનું અભિવાદન ઝીલ્યું

  13. અત્યાર સુધીનું સર્વાંગી ચિત્ર

    • ભાજપ ફરી એક વખત આપબળે સરકાર રચવા તરફ અગ્રેસર
    • યૂપીમાં ભાજપને જે નુકસાન થયું તે પશ્ચિમ બંગાળમાંથી સરભર થઈ રહ્યું હોય તેવું દૃશ્ય
    • એનડીએ 300થી વધુ બેઠક ઉપર અગ્રેસર
    • કૉંગ્રેસ 50 બેઠક ઉપર આગળ છે, જો આ જ પરિણામ રહે તો ફરી એક વખત તેને વિપક્ષના નેતાનું પદ નહીં મળે.
    • આંધ્ર પ્રદેશમાં પ્રથમ વખત વાયએસઆર કૉંગ્રેસની સરકારની પ્રથમ વખત સરકાર બનશે
    • આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી સરકારનું પતન થશે
    • ઓડિશામાં નવીન પટનાયક સળંગ ચોથી વખત મુખ્ય મંત્રી બનશે અને બીજેડીની સરકાર બનશે
    • તામિલનાડુની પેટાચૂંટણીનાં વલણ મુજબ AIADMKની સરકાર ઉપર સંકટ ઊભું નહીં થાય
  14. મહત્ત્વપૂર્ણ 10 બેઠક પર શું સ્થિતિ છે?

  15. નરેન્દ્ર મોદી, અમિત શાહ બંને આગળ

    ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે લાખ પંચાવન હજાર કરતાં પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના અમિત શાહને આ બેઠક પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સી. જે. ચાવડા ટક્કર આપી રહ્યા છે. સી. જે. ચાવડા કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.

    જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર શાલિની યાદવ કરતાં એક લાખ ત્રેસઠ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે

  16. મનોજ તિવારીએ શીલા દિક્ષિતને પાછળ છોડ્યાં

    ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા મનોજ તિવારી દિલ્હીનાં પૂર્વમુખ્ય મંત્રી શીલા દિક્ષિત કરતાં આગળ છે.

    મનોજ તિવારીને અત્યાર સુધી 1 લાખ 92 હજાર મત મળ્યા છે અને શીલા દિક્ષિતને 75 હજાર મત મળ્યા છે.

  17. લખનૌમાં ભાજપના કાર્યાલયમાં ઉજવણી

    લખનૌથી બીબીસી સંવાદદાતા ગીતા પાંડેય જણાવે છે કે પ્રારંભિક વલણમાં ભાજપનો વિજય થતાં પાર્ટી મુખ્યાલય ખાતે ઉજવણી શરૂ થઈ ગઈ હતી અને પાર્ટીનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.

  18. જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ

    મધ્ય પ્રદેશની ગુના લોકસભા બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના ઉમેદવાર ક્રિશ્નાપાલ સિંઘ કરતાં પાછળ છે.

    અત્યાર સુધી સિંઘને 2 લાખથી વધારે મત મળ્યા છે જ્યારે સિંધિયાને 1 લાખ 60 જેટલા મત મળ્યા છે.

  19. રાહુલ ગાંધીની કચેરીની સ્થિતિ

    કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના ભાઈ તથા કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા

  20. ચંદ્રબાબુ નાયડુ સરકાર જશે?

    સામાન્ય ચૂંટણીની સાથે જ આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ તથા ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આ સિવાય તામિલનાડુની 22 બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ.

    આંધ્ર પ્રદેશ વિધાનસભામાં કુલ 175 બેઠક છે, જેમાંથી 166 બેઠકનાં વલણ મળવાં લાગ્યાં છે. આ સ્થિતિ જળવાઈ રહે તો અહીં ચંદ્રબાબુનાં નેતૃત્વવાળી તેલુગુ દેશમ્ સરકારનું પતન થશે.

    જગનમોહન રેડ્ડીની વાય. એસ.આર. કૉંગ્રેસ 142 બેઠક ઉપર આગળ છે. ટીડીપી 25 અને જનસેના પાર્ટી એક બેઠક ઉપર આગળ છે. નાયડુએ અલગ-અલગ નેતાઓને મળીને ત્રીજો મોરચા રચવાનો પ્રયાસ કર્યો હતો.

    ઓડિશામાં ચોથી વખત નવીન પટનાયકનાં નેતૃત્વમાં બીજુ જનતાદળની સરકાર બનશે. 146 બેઠકવાળી વિધાનસભામાં 102 બેઠકના વલણ મળી રહ્યાં છે. બહુમત માટે 74 બેઠકની જરૂર રહે અને બીજેડી 74 બેઠક ઉપર આગળ છે.

    60 ધારાસભ્યોવાળી અરૂણાચલ પ્રદેશમાં 13 પાર્ટીનાં વલણ મળવા લાગ્યા છે. સત્તારૂઢ ભાજપ 11, જેડીયુ એક તથા અપક્ષ એક બેઠક ઉપર આગળ છે. અહીં કોની સરકાર બનશે, તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થતાં સમય લાગશે એમ જણાય છે.

    તામિલનાડુમાં 22 બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. પલ્લાની સ્વામી સ્વામીને બહુમત જાળવી રાખવા માટે કમસે કમ પાંચ બેઠક ઉપર વિજય મેળવવો જરૂરી છે. એઆઈએડીએમકે નવ તથા ડીએમકે 12 બેઠક ઉપર આગળ છે.

    ગુજરાતમાં લોકસભાની સાથેસાથે 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ ભાજપ આગળ છે.