પરેશ ધાનાણી 2,295 મતોથી પાછળ
અમરેલી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ભાજપના નારણ કાછડિયા કરતાં 2,295 મતોથી પાછળ ચાલે છે.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી શરૂઆતી વલણોમાં આગળ હતા.
ત્યારબાદ નારણ કાછડિયા આગળ રહ્યા હતા.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.
અમરેલી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ભાજપના નારણ કાછડિયા કરતાં 2,295 મતોથી પાછળ ચાલે છે.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી શરૂઆતી વલણોમાં આગળ હતા.
ત્યારબાદ નારણ કાછડિયા આગળ રહ્યા હતા.
બીબીસી સંવાદદાતા સૌતિક બિશ્વાસ જણાવે છે, "નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએનું સત્તા ઉપર પુનરાગમન થતું જણાય છે." "ઉત્તર પ્રદેશમાં ભાજપને થતું નુકસાન પશ્ચિમ બંગાળ તથા ઓડિશામાંથી સરભર કરશે એમ જણાય છે."
એક રાજકીય વિશ્લેષકને ટાંકતા બિશ્વાસ કહે છે, 'રાહુલ ગાંધીએ નવી ચૂંટણી માટેની તૈયારી હાથ ધરી દેવી જોઈએ.'
'અમેઠીની બેઠક ઉપર સ્મૃતિ ઈરાની તથા રાહુલ ગાંધી વચ્ચે મુકાબલો છે. જો રાહુલ ગાંધી હારશે તો કૉંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ જાળવી રાખવું મુશ્કેલ બની જશે.'
પંજાબની ગુરૂદાસ બેઠક પર અભિનેતા સની દેઓલને આ વખતે ભાજપે મેદાને ઉતાર્યા છે, તેઓ કૉંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખરથી 17 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. સુનિલ જાખર પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર અભિનેતા વિનોદ ખન્નાએ જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં પણ પંજાબ કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ બાજવાને તેમણે હાર આપી હતી.
દક્ષિણ એશિયાના બીબીસી સંવાદદાતા રજની વૈદ્યનાથન જણાવે છે કે 'પશ્ચિમ બંગાળના પ્રારંભિક વલણ પ્રમાણે, અહીં તૃણમૂલ કૉંગ્રેસ આગળ છે, પરંતુ ભાજપ પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહ્યો છે.'
'અહીં ભાજપ 11 બેઠક ઉપર આગળ છે. ગત વખથે ભાજપને બે બેઠકો મળી હતી.'
'2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 42માંથી 34 બેઠક ઉપર તૃણમુલ કૉંગ્રેસ વિજેતા થયું હતું. ભાજપ અને ટીએમસી વચ્ચે મુખ્ય મુકાબલો છે.'
રાજસ્થાનમાં એનડીએ તમામ બેઠકો પર આગળ છે, જ્યારે ગુજરાતમાં પણ ભાજપ તમામ બેઠકો પર આગળ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 55 બેઠકો પર ભાજપ આગળ છે. એનડીએ હાલના વલણો પ્રમાણે બહુમતી તરફ આગળ વધી રહ્યો છે.
વાયનાડ બેઠક પરથી લડી રહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગળ છે, આ બેઠક પર બીડીજેએસના ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લીને ભાજપે સમર્થન આપ્યું છે.
રાહુલ ગાંધી બાદ બીજા ક્રમે કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર પી. પી. સુનીર છે. રાહુલ ગાંધી 60 હજાર જેટલા મતોની સરસાઈથી આગળ છે.
અમેઠી બેઠક પરથી પણ રાહુલ ગાંધી ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની કરતાં આગળ છે.
બોલીવૂડ અભિનેતા અને હાલ કૉંગ્રેસના પટના સાહિબ બેઠકના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા હાલ ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદથી પાછળ ચાલી રહ્યા છે. સિંહા આ પહેલાં ભાજપમાં જ હતા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાન દાવો કર્યો હતો કે 'વાવાઝોડા ફોનીથી થયેલી તારાજીની સમીક્ષા માટે બેઠક બોલાવવા માગતો હતો, પરંતુ મમતા બેનર્જીએ મારા ફોન ન ઉપાડ્યા.' જેના જવાબમાં તૃણમૂલ કૉંગ્રેસે કહ્યું હતું કે 'મોદી રાજકારણ કરવા માગે છે.'
દેશની 453 બેઠક પરનાં પ્રાથમિક વલણો આવી રહ્યાં છે.
250 બેઠક પર ભાજપ આગળ છે, જ્યારે 54 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારો આગળ છે.
149 બેઠક પર અન્ય પક્ષોના ઉમેદવારો આગળ છે.
બીબીસી સંવાદદાતા પંકજ પ્રિયદર્શી પાસેથી જાણો કે બિહારની શું સ્થિતિ છે? મહાગઠબંધનનો વિજય થશે કે એનડીએનો?
અમરેલી લોકસભા બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલે છે.
તેમની સામે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાને રિપીટ કરવામાં આવ્યા છેે.
પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા છે.
ભરૂચ બેઠક પર છોટુભાઈ વસાવા પાછળ ભરૂચ લોકસભા બેઠક પર બીટીપી નેતા છોટુભાઈ વસાવા અને કૉંગ્રેસના નેતા શેરખાન પઠાણ પાછળ ચાલી રહ્યા છે.
અહીં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 10 હજાર જેટલા મતોથી આગળ છે.
કૉંગ્રેસે રાજ્યભરમાંથી એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર શેરખાનને ટિકિટ આપી છે.
બીબીસી સંવાદદાતા યોગિતા લિમયે વારાણસીથી જણાવે છે કે 'પ્રારંભિક મતગણતરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લીડ મળી છે, જે ઉત્તોરત્તર વધી રહી છે.'
2014માં મોદી ત્રણ લાખ કરતાં વધુ મતથી વિજયી થયા હતા. મોદીએ ગત વખતે અહીંથી ઉમેદવાર કરતી વખતે કહ્યું હતું કે 'મને મા ગંગાએ બોલાવ્યો છે.'
ભાજપ 200થી વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે કૉંગ્રેસ 50થી વધુ બેઠકો પર આગળ છે.
દેશની 206 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ છે, જ્યારે 55 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારો આગળ ચાલે છે.
જ્યારે 110 બેઠક પર અન્ય પક્ષોના ઉમેદવારો આગળ ચાલે છે.
ગુજરાતની તમામ 26 બેઠકના શરૂઆતી વલણો આવી રહ્યાં છે.
4 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારો આગળ છે જ્યારે 22 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ છે.
ગત લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
ચૂંટણી પરિણામના પ્રારંભિક વલણમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એક વખત એનડીએ સરકાર બની રહી હોવાનું શરૂઆતના વલણોમાં જણાય છે, જેની શેરબજાર ઉપર સકારાત્મક અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ 655 પૉઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
બિહારની બેગુસરાઈ બેઠકથી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર કન્હૈયા કુમાર પાછળ છે.
બેગુસરાઈમાં ત્રિપાંખીયા જંગની સ્થિતિ છે.
કન્હૈયા કુમારની સામે ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ઉમેદવાર છે અને આરજેડીમાંથી તનવીર હસન લડી રહ્યા છે.
શરૂઆતી વલણ પ્રમાણે 322 બેઠક પરથી મતગણતરીના શરૂઆતી વલણો મળી રહ્યાં છે.
દેશની 178 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલે છે અને 54 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આગળ ચાલે છે.
જ્યારે અન્ય પક્ષના ઉમેદવારો 90 બેઠક પર આગળ ચાલે છે.
બેગુસરાઈથી બીબીસી સંવાદદાતા વિનીત ખરે જણાવે છે કે ચૂંટણી પરિણામ પૂર્વે સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનાં માતાએ પૂરીઓ બનાવી હતી. વીડિયો. દીપક જસરોટિયા.