You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાબુલ બ્લાસ્ટ : શિક્ષણસંકુલમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 19નાં મૃત્યુ
પોલીસ અનુસાર અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે એક શિક્ષણસંકુલમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોનાં મૃત્યુ થયાં છે, તેમજ ઘણા ઈજાગ્રસ્ત થયા છે.
શહેરના પશ્ચિમમાં આવેલ દશ્ત-એ-બારચી વિસ્તારમાં આવેલા કાજ શિક્ષણસંકુલમાં આ બ્લાસ્ટ થયો હતો.
સંકુલના અધિકારીઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષાની પ્રૅક્ટિસમાં બેઠા હતા.
આ વિસ્તારમાં મોટા ભાગે હઝારા લઘુમતી સમુદાયના લોકો રહે છે, જેમના પર ભૂતકાળમાં પણ હુમલા થઈ ચૂક્યા છે.
આ બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે સ્વીકારી નથી.
શિયા હઝારા સમુદાયના લોકો અવારનવાર તાલિબાન અને તેના પ્રતિસ્પર્ધી જૂથ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના નિશાન પર રહે છે.
શુક્રવારે તાલિબાનના આંતરિક મામલાના મંત્રાલયના પ્રવક્તાએ સુરક્ષાદળની ટીમ ઘટનાસ્થળે છે. તેમણે આ હુમલાની નિંદા પણ કરી હતી.
અબ્દુલ નાફી ટકોરે કહ્યું કે સામાન્ય નાગરિકો પરના હુમલા "દુશ્મનોની અમાનવીય ક્રૂરતા અને નીતિ સંબંધી માપદંડોના અભાવની સ્થિતિ દર્શાવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે ઑગસ્ટ માસમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાં આવ્યું હતું અને જૂથનું કહેવું છે કે તેઓ સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
જોકે આઈએસના હુમલો યથાવત્ રહ્યા છે.
દશ્ત-એ-બારચી વિસ્તાર પર અવારનવાર હુમલા થતા રહ્યા છે, જે પૈકી અમુક હુમલા હૉસ્પિટલો અને સ્કૂલો પર પણ થયા છે.
તાલિબાની વાપસી પહેલાં ગત વર્ષે દશ્ત-એ-બારચી વિસ્તારમાં બાળકીઓ માટેની સ્કૂલ પર થયેલ હુમલામાં 85 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ સામેલ હતા.
આ હુમલામાં સેંકડો ઘાયલ પણ થયા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો