You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાણી એલિઝાબેથ ડૉક્ટરની સલાહ પર મેડિકલ દેખરેખ હેઠળ : બકિંઘમ પૅલેસ
બકિંઘમ પૅલેસે જણાવ્યું છે કે ડૉક્ટરોએ મહારાણી એલિઝાબેથના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ બાલમોરામાં તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, "આજે સવારે મહારાણી એલિઝાબેથના સ્વાસ્થ્યપરીક્ષણ બાદ ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી અને તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવાની સલાહ આપી."
"મહારાણી બાલમોરામાં સ્વસ્થ થઈ રહ્યાં છે."
પ્રિન્સ ચાર્લ્સ ડચેસ ઑફ કૉર્નવાલ સાથે બાલમોરા પહોંચી ગયા છે. ડ્યૂક ઑફ કૅમ્બ્રિજ પણ ત્યાં પહોંચશે.
96 વર્ષીય મહારાણી એલિઝાબેથ બુધવારે પ્રિવી કાઉન્સિલની મિટિંગમાં સામેલ થયાં ન હતાં. તેમને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. બાદમાં આજે આ જાહેરાત કરવામાં આવી છે.
વડાં પ્રધાન લિઝ ટ્રસે કહ્યું કે, 'સમગ્ર દેશ' આ સમાચારથી 'ખૂબ ચિંતિત' છે.
તેમણે કહ્યું, "મારી અને સમગ્ર યુનાઇટેડ કિંગડમના લોકોની પ્રાર્થના હાલ મહારાણી અને તેમના પરિવાર સાથે છે."
મહારાણીએ મંગળવારે લિઝ ટ્રસને બાલમોરામાં જ વડાં પ્રધાન નિયુક્ત કર્યાં હતાં. તેના માટે તેઓ લંડન ગયાં ન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના 70 વર્ષના શાસનકાળ દરમિયાન મહારાણી દેશના નવા વડા પ્રધાનને બકિંઘમ પૅલેસમાં જ મળતાં રહ્યાં હતાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો