You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ચીનના હવાઈ' તરીકે ઓળખાતા પ્રવાસનસ્થળે કોરોનાને લીધે 80 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા
કોરોના વાઇરસ ફાટી નીકળ્યા પછી અને લૉકડાઉન શરૂ થયા પછી ચીનના એક લોકપ્રિય સ્થળે 80,000થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે.
263 પૉઝિટિવ કેસની પુષ્ટિ થયાના એક દિવસ પછી શનિવારે સત્તાવાળાઓએ "ચીનના હવાઈ" તરીકે ઓળખાતા સાન્યાથી તમામ ફ્લાઇટ્સ અને ટ્રેનો રદ કરી દીધી છે.
મુસાફરોએ હવે જવાની મંજૂરી પહેલાં સાત દિવસમાં પાંચ નૅગેટિવ પીસીઆર પરીક્ષણો રજૂ કરવા પડશે.
ચીન એકમાત્ર એવું અર્થતંત્ર છે જે હજી પણ "શૂન્ય કોવિડ" નીતિને અનુસરે છે.
જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, રોગચાળો શરૂ થયો ત્યારથી દેશમાં 15,000થી ઓછાં મૃત્યુ નોંધાયાં છે. જોકે, અર્થતંત્ર પર સામૂહિક પરીક્ષણ અને સ્થાનિક લૉકડાઉન સહિતના કડક નિયમોની અસર અંગે ચિંતાઓ પ્રવર્તી રહી છે.
સર્ફિંગની ભારે સિઝનના સમયે જ દક્ષિણ હેનાન ટાપુ પરના લોકપ્રિય સ્થળ સાન્યા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
મનોરંજનનાં સ્થળો બંધ
એએફપી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, આવશ્યક સેવાઓ, જેમ કે સુપરમાર્કેટ અને ફાર્મસી ખુલ્લી રહે છે, પરંતુ મનોરંજનનાં સ્થળો છેલ્લા અઠવાડિયાથી બંધ છે.
સત્તાવાળાઓએ કહ્યું છે કે જ્યાં સુધી પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ હોટલોને 50 ટકા ડિસ્કાઉન્ટ ઑફર કરવાનું કહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરના મહિનાઓમાં લૉકડાઉન થયું હોય એવું સાન્યા એકમાત્ર શહેર નથી.
તાજેતરના મહિનાઓમાં લૉકડાઉન લદાયું હોય એવું સાન્યા એકલું શહેર નથી. કોવિડ-19નો પહેલો કેસ જ્યાં નોંધાયો હતો તે વુહાનના ઉપનગરમાં ગયા મહિને ચાર કેસની પુષ્ટિ થતા લગભગ 10 લાખ લોકો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
દેશનાં મુખ્ય કેન્દ્રો એક મહિનાથી વધુ સમયથી કોરોના વાઇરસનો સામનો કરી રહ્યા છે. અહીં અધિકારીઓએ સ્થિતિને જોતા કડક નિયંત્રણો લાદ્યાં હતાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો