You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર : પટનાથી પંજાબ પરત ફરી રહેલા શીખ શ્રદ્ધાળુઓ પર પથ્થરબાજી, 20 લોકો પર એફઆઈઆર - BBC Top News
17 જાન્યુઆરીની સવારે શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે એક ટ્વીટ કર્યું છે.
ટ્વીટ મુજબ બિહારમાં શીખ શ્રદ્ધાળુઓના એક જૂથ પર એક ભીડે પથ્થરમારો કર્યો.
સુખબીરસિંહ બાદલે આ ટ્વીટમાં કહ્યું કે બિહારના મુખ્ય મંત્રીને આ મામલાની તપાસ અને દોષિતો પર કાર્યવાહી કરવાનો આગ્રહ છે.
આ મામલામાં પીરોના ડીએસપી રાહુલ કુમારસિંહ બીબીસીએ જણાવ્યું, " આ ઘટનામાં છ શ્રદ્ધાળુ જખમી છે. બધાને ચરપોખરી સીએચસી (સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર)માં પ્રાથમિક ઉપચાર આપીને તેમની મરજીથી છુટ્ટી આપવામાં આવી છે. 16 જાન્યુઆરીની સાંજે સાત વાગ્યે આ બધા શ્રદ્ધાળુ પોતાના રાજ્ય પંજાબ જતા રહ્યા છે."
તેમણે કહ્યું,, "આ મામલામાં 11 લોકો પર ફરિયાદ થઈ છે અને 10થી 15 અજ્ઞાત લોકો પર પ્રાથમિક ફરિયાદ નોંધાવી છે. ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે."
કોરોના મહામારીમાં 10 સૌથી અમીર લોકોની સંપત્તિ બમણી થઈ, દુનિયામાં અમીર-ગરીબની ખીણ ઊંડી થઈ
કોવિડ મહામારી દરમિયાન અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ પહેલા કરતા વધુ ઊંડી બની છે. અમીરો વધુ અમીર બન્યા છે અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા વધી છે.
ચૅરિટી સંસ્થા ઑક્સફામના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં ભારે ગરીબીને કારણે દરરોજ 21,000 લોકો મૃત્યુ પામે છે. તો સામે પક્ષે, માર્ચ 2020થી અત્યાર સુધીમાં વિશ્વના 10 સૌથી ધનિક લોકોની સંપત્તિ બમણાથી વધારે થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑક્સફામ સામાન્ય રીતે દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનૉમિક ફોરમની મીટિંગની શરૂઆતમાં વૈશ્વિક અસમાનતા અંગેનો અહેવાલ બહાર પાડે છે.
આ વાર્ષિક મીટિંગમાં સામાન્ય રીતે હજારો કૉર્પોરેટ અને રાજકીય નેતાઓ, હસ્તીઓ, અર્થશાસ્ત્રીઓ અને પત્રકારો સમૂહચર્ચા માટે સ્વિસ સ્કી રિસોર્ટમાં ભેગા થાય છે. જો કે છેલ્લાં બે વર્ષથી આ ઇવેન્ટ ઑનલાઈન થઈ રહી છે.
ઑક્સફામના ચીફ ઍક્ઝિક્યુટિવ ડેની શ્રીસ્કંદરાજાહે જણાવ્યું હતું કે ચૅરિટી સંસ્થા આર્થિક, વ્યાપારી અને રાજકીય વર્ગનું ધ્યાન આકર્ષિત કરવા દાવોસ ઇવેન્ટના સમયે આ અહેવાલ બહાર પાડે છે.
તેમણે કહ્યું, "આ વર્ષે જે થઈ રહ્યું છે તે અસાધારણ છે. આ મહામારી દરમિયાન પણ, દરરોજ એક નવો કરોડપતિ પેદા થયો છે.''
દરમિયાન, લૉકડાઉન, ઓછા આંતરરાષ્ટ્રીય વેપાર, ઓછા આંતરરાષ્ટ્રીય પ્રવાસનને કારણે વિશ્વની 99 ટકી વસ્તી ભારે પ્રભાવિત થઈ છે અને તેના પરિણામે લગભગ 16 કરોડ નવા લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા છે. જે દર્શાવે છે કે આપણી આર્થિક વ્યવસ્થામાં ભારે ખામીઓ છે.
ફોર્બ્સના આંકડા અનુસાર, વિશ્વના 10 સૌથી ધનિક લોકો છે - એલન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નૉલ્ટ, બિલ ગેટ્સ, લૅરી ઍલિસન, લૅરી પેઇજ, સેર્ગેઈ બ્રિન, માર્ક ઝકરબર્ગ, સ્ટીવ બાલ્મર અને વૉરેન બફેટ.
અમેરિકા : ટેક્સાસના દેવળમાં ચારને બંધક બનાવનારનું પોલીસ કાર્યવાહીમાં મૃત્યુ
અમેરિકામાં શનિવારે ટેક્સાસના દેવળમાં ચાર લોકોને બંધક બનાવનાર એક વ્યક્તિનું એફબીઆઈની કાર્યવાહીમાં મૃત્યુ થયું છે.
મૃતકની ઓળખ 44 વર્ષીય બ્રિટિશ નાગરિક મલિક ફૈઝલ અકરમ તરીકે થઈ છે.
પોલીસ સાથેના 10 કલાક લાંબા ઘર્ષણના અંતે અકરમનું ગોળીબારીમાં મૃત્યુ થયું હતું, જ્યારે તમામ બંધકોને સુરક્ષિત છોડાવી લેવામાં આવ્યા હતા.
અમેરિકી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકરમ બે અઠવાડિયા પહેલા ન્યૂયૉર્કમાં આવ્યો હતો. અકરમના ભાઈ ગુલબરે બ્લૅકબર્ન મુસ્લિમ કૉમ્યુનિટી ફેસબુક પેજ પર એક નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી.
તેણે પીડિતોની માફી માગી અને કહ્યું કે તેમનો ભાઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતો.
પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, અકરમે પોતે બેઘર હોવાનું કહીને સેવા દરમિયાન દેવળમાં પ્રવેશ મેળવ્યો હતો.
"આતંકવાદ અને યહૂદી વિરોધી કૃત્ય"
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આને આતંકી કૃત્ય ગણાવ્યું હતું અને બ્રિટિશ વિદેશ સચિવ લિઝ ટ્રુસે તેને "આતંકવાદ અને યહૂદી વિરોધી કૃત્ય" તરીકે વર્ણવ્યુ હતું.
બ્રિટનના વિદેશ મંત્રી લિઝ ટ્રસે આ આંતકવાદી અને યહૂદીઓ વિરુદ્ધ ગણાવતા કહ્યું, "અમે નફરત ફેલાવનારાઓ વિરુદ્ધ પોતાના નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાની રક્ષામાં અમેરિકાની સાથે ઊભા છીએ."
ડલાસ એફબીઆઈનું કહેવું છે કે એવા કોઈ સંકેત નથી મળ્યા કે જેનાથી એવું કહી શકાય કે આ કાવતરામાં અકરમ સિવાય અન્ય કોણ સામેલ છે.
મલિક ફૈસલ અકરમના ભાઈએ પીડિતો પાસે માફી માગતા એક નિવેદન જારી આપ્યું કે તે "માનસિક રૂપથી પીડિત" વ્યક્તિ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો