You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં રેતીનું તોફાન : શહેરો થયાં ધૂળ-ધૂળ, દસ વર્ષનું સૌથી ભયાનક તોફાન
ચીનની રાજધાની બેઇજિંગ દાયકાના સૌથી ભયાનક રેતીના તોફાનમાં સપડાયું છે, તોફાનને પગલે શહેરને માથે રેતીની ચાદર પથરાઈ ગઈ છે.
રેતીના તોફાનને પગલે હવાના પ્રદૂષણના દરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, કેટલાક જિલ્લાઓમાં પ્રદૂષણનું પ્રમાણ 160ગણું વધ્યું છે.
રેતીના તોફાનને પગલે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
મોન્ગોલિયાથી આવતા પવનો ચીનમાં રેતી લઈ આવ્યા છે, જેના પગલે આસમાનમાં નારંગી રંગનું ધુમ્મસ દેખાઈ રહ્યું છે.
મોન્ગોલિયામાં રેતતોફાનને લીધે છ લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનબંધ લોકો લાપતા છે.
ચીનની મીડિયા સંસ્થા ગ્લોબલ ટાઇમ્સના પ્રમાણે રાજધાની સહિત ચીનના 12 પ્રાંતો રેતીના તોફાનથી પ્રભાવિત થયા છે.
બેઇજિંગનાં ફ્લોરા ઝૂએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું, "એવું લાગે છે કે આ દુનિયાનો અંત છે. આ પ્રકારની આબોહવામાં હું બહાર જવા માગતી જ નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર