You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#INDvAUS : ઑસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ ટીમની માફી માગી, મૅચ અધવચ્ચે રોકવી કેમ પડી?
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બૉડીએ ભારતીય ટીમની માફી માગી છે અને વંશીય ટિપ્પણી અંગે તેઓ તપાસ કરી રહ્યા છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ મૅચ ચાલી રહી છે.
ઑસ્ટ્રેલિયાએ છ વિકેટ પર 312 રન બનાવીને બીજી ઇનિંગ જાહેર કરી હતી.
ભારતે જીત માટે 407 રન બનાવવા પડશે. પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 94 રનની લીડ મેળવી હતી.
જોકે મૅચ અધવચ્ચે રોકવી પડી હતી કેમ કે ભારતીય ખેલાડીઓએ કેટલાક પ્રેક્ષકો તરફથી વંશીય ટિપ્પણી થતી હોવાની ફરિયાદ કરી હતી.
ત્રીજી ટેસ્ટ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (ચોથો દિવસ)
ઑસ્ટ્રેલિયા, પહેલી ઇનિંગ- 338, બીજી ઇનિંગ- 312
ભારત, પહેલી ઇનિંગ- 244, ગિલ- 50, પૂજારા- 50, કમિન્સ 4-29, બીજી ઇનિંગ ચાલુ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સામે ઑસ્ટ્રેલિયાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે.
ભારત માટે લક્ષ્ય સરળ નહીં
આજે મૅચનો ચોથો દિવસ છે અને ભારત માટે આ લક્ષ્ય સરળ નથી.
પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 338 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારતના બધા ખેલાડીઓ 244 પર પર આઉટ થઈ ગયા હતા.
દુનિયાના નંબર વન બૉલર પૅટ કમિન્સે ભારતની બાજી બગાડી નાખી હતી. તેઓએ 21.4 ઓવરમાં માત્ર 29 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
ચારમાંથી ત્રણ વિકેટ કૅપ્ટન અજિંક્ય રહાણ, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાની હતી.
પૂજા અને ગિલ તો અર્ધસદી ફટકારી ચૂક્યા હતા, પણ કમિન્સે બંને ખેલાડીઓને 50થી આગળ જવા દીધા નહોતા.
ટીમ ઇન્ડિયાની ભૂલ
મૅચમાં થયેલી કેટલીક ભૂલોને કારણે ભારતીય ટીમને નુકસાન વેઠવું પડી શકે છે.
માર્નસ લાબુશેનની વિકેટ જસપ્રિત બુમરાહ દિવસની પહેલી ઓવરમાં લઈ શકતા હતા, પણ સ્ક્વેયર લેગ પર હનુમા વિહારીએ તેમને કૅચ છોડ્યો હતો.
આ કૅચ છોડવો ભારતને ભારે પડ્યો અને લાબુશેને પોતાની અર્ધસદી પૂરી કરીને 73 રન બનાવ્યા હતા.
જોકે બાદમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ માર્નસ લાબુશેનનો કૅચ પકડીને ભારતીય ટીમને થોડી રાહત આપી હતી.
પણ પહેલી ઇનિંગમાં રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંત ઈજાગ્રસ્ત થતા ભારતીય ટીમ માટે સ્થિતિ વધુ પડકારજનક બની ગઈ છે.
ત્રીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંત બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.
અગાઉ ભારતીય ટીમના ત્રણ અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને કેએલ રાહુલ તેમાં સામેલ છે.
ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં લાબુશેન અને સ્મિથે બાજી સંભાળી
સ્ટિવ સ્મિથે ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં 131 રનની બેટિંગ કરી હતી અને બીજી ઇનિંગમાં પણ આઠ ચોગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા.
ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના બંને ઓપનર ડેવિડ વૉર્નર અને વિલ પુકોવસ્કી અનુક્રમે 13 અને 10 પર આઉટ થઈ ગયા હતા.
પણ બાદમાં આવેલા માર્નસ લાબુશેન અને સ્ટિવ સ્મિથે બાજી સંભાળી હતી.
લાબુશેને 118 બૉલ પર શાનદાર 73 રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે લાબુશેન સદી ફટકારશે, પણ નવદીપ સૈનીની ઓવરમાં તેમનો કૅચ શુભમન ગિલે કર્યો હતો.
હાલમાં ચાર ટેસ્ટ મૅચની સિરીઝમાં બંને દેશ એક-એકની બરાબરી પર છે અને આ ત્રીજી ટેસ્ટ છે.
ચોથી ટેસ્ટ મૅચ 15 જાન્યુઆરીએ બ્રિસમેનમાં રમાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો