You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ બાદ ભીષણ પૂરમાં ફસાયું ચીન, તબાહીનાં હચમચાવી દે તેવાં દૃશ્યો
કેટલાક દિવસોથી મધ્ય અને પૂર્વ ચીનના વિસ્તારો ભયંકર પૂરના સંકટથી ઘેરાયા છે. ચીનના મીઠા પાણીના સૌથી મોટા સરોવર પોયાંગ પર બનેલા ઘણા બંધ તૂટી ગયા છે.
ચીનના નેશનલ વેધર સેટેલાઇટ સેન્ટરના ડેટા અનુસાર સરોવરમાં જળસપાટી રેકર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
આ અઠવાડિયે અધિકારીઓએ જણાવ્યું કે દેશની 33 નદીઓ બે કાંઠે વહી રહી છે. તો યાગત્ઝી નદીના વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો છે.
બુધવારે જળસંસાધન મંત્રાલયે જણાવ્યું કે યાગત્ઝી નદીના મધ્ય અને નીચલા વિસ્તારમાં ડોંગટિંગ અને પોયાંગ સરોવરમાં પાણી ધીમેધીમે ઓછું થઈ રહ્યું છે.
પૂરના નિયંત્રણ માટે જવાબદાર મંત્રાલય અનુસાર દેશભરમાં 98 નદીઓનું પાણી હજુ સુધી પણ ખતરનાક સ્તર પર છે. ઘણી ઇમારતોને પાણીમાં ઘેરાતી જોઈ શકાય છે.
અત્યાર સુધીમાં 140 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
લુશાન શહેરમાં સરોવરના કિનારાઓને બાંધવા માટે હજારો સૈનિકોને મોકલ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર