જાપાનમાં તબાહી, પૂરગ્રસ્ત ઘરોમાં ડરથી જ અનેક લોકો મૃત્યુ પામ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

જાપાનના દક્ષિણમાં આવેલાં ક્યુશુ ટાપુ પર મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂરથી તારાજી સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મૃત્યુ થયાં છે.

લાખો લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.

ત્યાં સુધી કે કુમામોટો પ્રાંતમાં કુમા નદી પણ પોતાના સામાન્ય સ્તરથી ઉપર વહી રહી છે.

સતત માગ કરાયા બાદ વડા પ્રધાન આબેએ 10 હજાર સૈનિકોને બચાવકાર્યમાં તહેનાત કર્યા છે.

વડા પ્રધાને લોકોને ચેતવણી આપતાં કહ્યું કે આ વખતે ભારે વરસાદની આશંકા છે, એવામાં લોકો 'વધારે સાવધાન' રહે.

ભારે વરસાદના કારણે આ ટાપુના કુમામોટો અને કગોશિમા પ્રાંત વધારે પ્રભાવિત થયા છે.

અનેક લોકો ગાયબ

આબેએ કહ્યું કે "હાલ સુધીમાં માત્ર ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોની માહિતી મળી છે."

અનેક લોકો હજી પણ ગુમ છે, પરંતુ એ અંગે કોઈ અધિકૃત આંકડો ત્યાંના તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.

જાપાનથી મળી રહેલી તસવીરોમાં કુમા નદી પર બનેલો પુલ પાણીમાં ગાયબ થઈ ગયેલો જોઈ શકાય છે.

ત્યાં અનેક કાર અને ઘરો પણ પાણીમાં ડૂબી ગયાં છે.

જાપાનના હવામાનવિભાગનું કહેવું છે કે આ પ્રકારનો વરસાદ આ વિસ્તારમાં પહેલાં ક્યારેય વરસ્યો નથી.

રૉયટર્સ સમાચાર સંસ્થાએ એનએચકેને ટાંકીને કહ્યું કે નર્સિંગ હોમમાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે.

આના પર કુમામોટોના ગવર્નર ઇકુઓ કાબાશિમાએ કહ્યું કે 14 લોકોનું પક્ષાઘાતથી મૃત્યુ થયું છે.

જાપાનમાં જ્યાં સુધી ડૉક્ટર મૃત્યુની સત્તાવાર પુષ્ટિ ન કરે, ત્યાં સુધી આને જ મૃત્યુનું કારણ કહેવામાં આવે છે.

એનએચકેને એક મહિલાએ કહ્યું, "હું ક્યાંય બીજી જગ્યાએ જઈ શકતી નથી, કારણ કે રસ્તાઓ નદી બની ગયા છે. આ બહુ ડરામણું છે."

ક્યોડો સમાચાર એજન્સીનું કહેવું છે કે કુમામોટો અને કગોશિમામાં બે લાખથી પણ વધારે લોકોને ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. આઠ હજારથી પણ વધારે ઘરોમાં વીજળી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો