You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind vs SA : દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું, ભારતના બૅટ્સમૅનો નિષ્ફળ
- દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું
- ટી-20 વર્લ્ડકપમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે શરૂઆત નબળી રહી હતી.
- રોહિત શર્મા ચોથી ઓવરમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયા.
- સૂર્યકુમાર યાદવે એકલા હાથે મોરચો સંભાળ્યો. સૂર્યકુમારે ત્રણ સિક્સ અને ચાર ફૉર મારીને 40 બૉલમાં 68 રન કર્યા હતા.
- દક્ષિણ આફ્રિકા તરફથી લુંગીએ સૌથી વધુ ચાર વિકેટ ખેરવી હતી. માત્ર 49 રનમાં ભારતની પાંચ વિકેટ પડી ગઈ હતી.
ભારત સામેની મૅચ દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે જીતી લીધી છે. મારકમ અને ડેવિટ મિલરે બંનેએ હાફ સેન્ચુરી કરીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી.
આફ્રિકા તરફથી બૅટ્સમૅન એડન માર્કર્મ અને ડેવિડ મિલરે અડધી સદી ફટકારી હતી. ડેવિડ મિલરે આખરી નિર્ણાયક અશ્વિનની ઓવરમાં સળંગ બે બૉલમાં સિક્સર ફટકારીને દબાણ હળવું કર્યું હતું. મિલર આફ્રિકાની જીતના હીરો રહ્યા હતા.
ભારત તરફથી શામીએ સંયમિત બૉલિંગ કરી હતી અને તેમણે 4 ઓવરમાં 1 વિકેટ ઝડપીને માત્ર 13 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 3.4 ઓવરમાં 21 રન આપ્યા હતા. અર્શદીપે 2 વિકેટ ઝડપીને ભારતને સારી શરૂઆત અપાવી હતી.
ભારતે ટી-20 વર્લ્ડ કપની પોતાની ત્રીજ મૅચમાં દક્ષિણ આફ્રિકાની સામે જીત માટે 134 રનનો લક્ષ્ય મૂક્યું હતું.
ભારતના ઝડપી બૉલર અર્શદીપસિંહે બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને દબાણમાં લીધું હતું. ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ બીજી ઓવરમાં અર્શદીપસિંહને બોલિંગ સોંપી. તેમણે પ્રથમ બૉલ પર ક્વિન્ટન ડિ કૉક (એક રન) પર કૅચ આઉટ કરાવ્યા.
ટી-20 વર્લ્ડકપમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે શરૂઆત નબળી રહી હતી.
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ભારતની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી.
ભારતની વિકેટોની શરૂઆત કપ્તાન રોહિત શર્માથી જ શરૂઆત થઈ ગઈ, એક મોટો શૉટ રમવાના ચક્કરમાં તેમણે પોતાની વિકેટ ગુમાવી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્મા ચોથી ઓવરમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયા.
જે બાદ ચોથી જ ઓવરમાં કે. એલ. રાહુલ 9 રન બનાવીને આઉટ થઈ ગયા. ઈજામાંથી પરત ફર્યા બાદ રન માટે સંઘર્ષ કરી રહેલા લોકેશ રાહુલ પણ આ મેચમાં સારા મૂડમાં નહોતા. તેણે સ્લિપમાં કેચ આપ્યો. તેણે 9 રન બનાવ્યા હતા.
જે બાદ ભારતનો સ્કૉર 41 રન હતો ત્યારે વિરાટ કોહલી 12 રન બનાવીને આઉટ થઈ ગયા.
ભારતીય ટીમનો સ્કૉર જ્યારે 42 રન હતો ત્યારે પ્રથમ વખત આ વખતે ટીમમાં જેમનો સમાવેશ થયો તે દીપક હુડા ખાતું પણ ના ખોલાવી શક્યા અને 0 રનમાં આઉટ થઈ ગયા.
જે બાદ હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ સાથે મેદાનમાં હતા, પરંતુ 2 રન બનાવીને તેમણે પણ વિકેટ ગુમાવી દીધી. એ સમયે ભારતનો સ્કૉર હતો 49 રન.
સૂર્યકુમાર યાદવે એકલા હાથે લડાઈ લડી
એક તરફ ભારતના ટૉપના બૅટ્સમૅનો ફેઇલ ગયા તો બીજી બાજુ સૂર્યકુમાર યાદવે ભારતની ટીમને પ્રેશરમાંથી બહાર રાખવાનું કામ કર્યું.
વિકેટો પડતી હોવા છતાં પણ સૂર્યકુમાર યાદવે શાનદાર શૉ્ટસ મારીને ભારતના સ્કૉરને 133 સુધી પહોંચાડ્યો હતો.
સૂર્યકુમારે ત્રણ સિક્સ અને ચાર ફૉર મારીને 40 બૉલમાં 68 રન કર્યા હતા. સૂર્યકુમારે આ ઇનિંગ્સ એવા સમયે રમી હતી જ્યારે ભારતના બીજા બૅટ્સમૅનો દક્ષિણ આફ્રિકાના બૉલરો સામે લાચાર દેખાતા હતા.
ભારત માટે મુશ્કેલ સમય હતો એ સમયે સૂર્યકુમારની ક્લાસિક બૅટિંગ જોવા મળી હતી. ભારતને 100ના સ્કૉર સુધી પહોંચાડીને તેમણે ફોર મારીને પોતાની હાફ સૅન્ચુરી પણ પૂરી કરી લીધી હતી.
સૂર્યકુમારની ઝંઝાવતી બૅટિંગને પાર્નેલે રોકી, 19મી ઓવરમાં મોટો શૉટ મારવા જતા તેઓ કૅચ આઉટ થયા. જે બાદ ભારતને છેલ્લી બે ઑવરમાં સૂર્યકુમારની ખોટ વર્તાઈ.
લુંગીએ સૌથી વધુ ચાર વિકેટ ખેરવી
રોહિત શર્મા, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક ભારતના આ બૅટ્સમૅનો દક્ષિણ આફ્રિકા સામે ઘૂટણીયે પડી ગયા.
દક્ષિણ આફ્રિકાની ધારદાર બૉલિંગ આક્રમણ સામે ભારતના બૅટ્સમૅનો ફેઇલ થઈ ગયા. ભારત 50 રન પૂરા કરે એ પહેલાં જ અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
બાદમાં આવેલા સૂર્યકુમારે બાજી સંભાળી હતી અને ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો. તેમને દિનેશ કાર્તિકે પણ સાથ આપ્યો હતો.
દીપક હૂડા અને હાર્દિક પંડ્યા પણ ક્રીઝ પર લાંબો સમય ટકી શક્યા નહોતા.
દક્ષિણ આફ્રિકા તરફથી લુંગીએ સૌથી વધુ ચાર વિકેટ ખેરવી હતી. માત્ર 49 રનમાં ભારતની પાંચ વિકેટ પડી ગઈ હતી.
ઉછળતી પર્થની પીચ પર, દક્ષિણ આફ્રિકાના લુંગી એનગિડીની ધારદાર બેટિંગે ભારતને હંફાવી દીધું હતું. જેમાં સૂર્યકુમાર યાદવ અપવાદ સાબિત થયા છે. 49/5થી ભારતે સૂર્યકુમાર યાદવના 68 રનના દમ પર 133 રન બનાવ્યા હતા.
ટૂર્નામેન્ટમાં સારા ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ સારી શરૂઆત કરી હતી, પરંતુ અચાનક લુંગીની બોલિંગ પર પૂલને ફટકારવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. તેમણે 12 રન બનાવ્યા હતા. અક્ષરની જગ્યાએ આવેલા દીપક હુડાએ વાઈડ બૉલને ફટકારવાની ભૂલ કરી અને બૉલ વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથમાં ગયો અને હુડા શૂન્ય રને આઉટ થયા.
હાર્દિક પંડ્યા પાસેથી સંયમિત ઇનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તેણે લુંગીની બોલિંગમાં પૂલ શોટ રમ્યો અને કાગિસો રબાડાના હાથમાં ઝલાઈ ગયા. હાર્દિકના આઉટ થતાં ભારતનો સ્કોર 8.3 ઓવરમાં 49/5 હતો.
લુંગી એનગિડીએ 3 ઓવરના શરૂઆતના સ્પેલમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે તેના સાથી ખેલાડીઓ એક છેડેથી આઉટ થઈ રહ્યા હતા ત્યારે પણ સૂર્યકુમારે આક્રમક વલણ જાળવી રાખ્યું હતું.
સૂર્યકુમારે કાગીસો રબાડા, લુંગી એનગીડી, વેઈન પાર્નેલ સામે સ્કોરબોર્ડને આગળ ધપાવતું રાખ્યું હતું. સૂર્યકુમારે સ્પિનર કેશવ મહારાજની બોલિંગ પર હુમલો કર્યો. સૂર્યકુમારે લુંગીની બૉલિંગમાં ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી હતી.
સૂર્યકુમારે 40 બૉલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. અશ્વિન 7 રને તંબુમાં પરત ફર્યા હતા. લુંગીએ 4 વિકેટ જ્યારે અનુભવી ડાબોડી બૉલર વેઈન પાર્નેલે માત્ર 15 રનમાં 3 વિકેટ લીધી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો