બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

યુનાઈટેડ આરબ અમીરાતે ગયા મહિને તેની વિઝા નીતિમાં જે ફેરફારો જાહેર કર્યા હતા તે 3 ઑક્ટોબરથી અમલમાં આવ્યા છે.

દેશની ઇમિગ્રેશન પૉલિસીમાં ફેરફાર અંતર્ગત લાગુ કરાયેલા નવા વિઝા નિયમો હેઠળ પ્રવાસીઓ માટે લાંબા ગાળાના વિઝા, વ્યવસાયિકો માટે લાંબા સમય સુધી રહેવાની સુવિધા આપવામાં આવી છે.

ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો માટે નવી દસ વર્ષની ગોલ્ડન વિઝા યોજના લાગુ કરવામાં આવી છે.

યુએઈના આ બદલાયેલા નિયમો ભારત માટે ખૂબ મહત્ત્વના છે કારણ કે મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકો અને કામદારો ત્યાં કામ કરે છે.

યુએઈમાં 34 લાખથી વધુ ભારતીયો છે. આ લોકોમાં સૌથી વધુ સંખ્યા કેરળના લોકોની છે, જેઓ ત્યાં રોજગાર અને વ્યવસાય માટે જાય છે.

યુએઈની નવી વિઝા પૉલિસી અને તેનાં ફાયદા જાણવા માટે અહીં ક્લિક કરો.

ભારતીય વાયુસેનામાં હવે એક નવાં પ્રકારનાં લડાકુ હેલિકૉપ્ટરને સામેલ કરાશે. આ હેલિકૉપ્ટર ભારતમાં બનેલાં છે.

આ હેલિકૉપ્ટરને રાજસ્થાનના જોધપુરમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરાશે.

રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કર્યું કે "સ્વદેશમાં નિર્મિત પહેલું હેલિકૉપ્ટર (એલસીએચ) વાયુસેનામાં સામેલ કરાશે. તેના માટે 3 ઑક્ટોબરે રાજસ્થાનના જોધપુરાં થનાર કાર્યક્રમમાં હાજર રહેવાનો છું. આ હેલિકૉપ્ટરથી ભારતીય વાયુસેનાની યુદ્ધક્ષમતામાં વધારો થશે."

ભારતીય વાયુસેનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર #AtmaNirbharBharat હૅશટૅગ સાથે આ લડાકુ હેલિકૉપ્ટરની ઝલક દર્શાવતો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વર્ષે માર્ચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠક મળી હતી.

તો આ હેલિકૉપ્ટરની ખાસિયતો અને તેના ઉપયોગ અંગેની તમામ માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

"ઉદ્યમી તરીકે તમે મને કહો તે કરી શકું, હું હૉસ્પિટલ પણ ચલાવી શકું. છેવટે તમે લોકો સાથે કેવી રીતે વર્તો છો તથા હિતધારકોની જરૂરિયાતોને કેવી રીતે સાચવો છે, તેના ઉપર બધો આધાર છે. ઉદ્યોગ એ માધ્યમમાત્ર છે. મને એક પછી એક પડકાર ઉપાડવા ગમે છે."

આ શબ્દો છે તુલસી તંતીના, જે તેમણે વિકાસ પોટા સાથે વાત કરતી વખતે કહ્યા હતા. તંતીએ સુઝલોન શરૂ કરી એ પહેલાં તેઓ 17 ઉદ્યમ સાથે સંકળાયેલા હતા. કૉલ્ડ-સ્ટોરેજથી લઈને સ્ટૉક માર્કેટ અને સિનેમાથી લઈને કાપડ સુધીના વ્યવસાયમાં તેઓ સંકળાયેલા હતા.

રાજકોટમાં જન્મેલા તંતીએ રાજકોટમાં પારીવારિક વ્યવસાય સાથે જોડાઈને તેમની કારકિર્દી શરૂ કરી હતી, જે તેમને સુરત દોરી ગઈ હતી.

અહીં તેમને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જે આગળ જતાં તેમને વેપારની મોટી સફળતા 'સુઝલોન' સુધી દોરી ગયો.

સુઝલોન ગ્રૂપ તથા સુઝલોન ઍનર્જીના ચૅરમૅન તંતીનું 64 વર્ષની ઉંમરે હૃદય બંધ પડી જવાને કારણે અવસાન થયું છે. તેમના જીવન વિશે જાણવા અહીં ક્લિક કરો.

સિંગર-રેપર અબ્દુ રોઝિક જ્યારે 'બિગ બૉસ 16'માં ભાગ લેવાના સમાચાર આવ્યા ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

'બિગ બૉસ 16'ના પહેલા કન્ફર્મ કન્ટેસ્ટન્ટ અબ્દુ રોઝિક છે. સલમાન ખાને મુંબઈમાં મંગળવારે આયોજિત 'બિગ બૉસ' ની પ્રમોશનલ ઈવેન્ટમાં સીઝનના પ્રથમ સ્પર્ધક તરીકે અબ્દુનું નામ જાહેર કર્યું હતું અને તેમનો પરિચય કરાવ્યો હતો.

અબ્દુ 'બિગ બૉસ'ની સાથે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળશે એવી જાહેરાત સલમાને કરી હતી.

તો આ સવા ત્રણ ફૂટના સ્પર્ધક છે કોણ અને તેમની પસંદગી શા માટે થઈ? તે જાણવા માટે અહીં ક્લિક કરો.

"હું ભાત વગર રહી શકતો નથી", "મારે દિવસમાં એક વખત તો રોટલી ખાવી જ પડે છે." આપણે આ પ્રકારનું અવારનવાર સાંભળીએ છીએ.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈએસીએમઆર)ના એક સંશોધન અનુસાર, ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી લોકો ઇડલી, ડોસા, પાંઉ, પુરી, ઉપમા, પોંગલ, રોટલી, ભાત, પુલાવ, બિરયાની જેવું ભોજન લે છે. આ તમામ ખાદ્યપદાર્થો કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે.

દૈનિક આહારમાં 54થી 57 ટકા સુધી કાર્બ્સ હોવા જોઈએ. જ્યારે પ્રોટીન 16થી 20 ટકા અને ફૅટ 20-24 ટકા હોવી જોઈએ. પણ આપણી જૂની આદતો પ્રમાણેના આહારમાં આ પ્રમાણ જળવાતુ નથી.

આપણી ભોજનની વર્ષો જૂની આદતોથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય અને ભોજનની નવી સ્વસ્થ આદતો કેવી રીતે અપનાવી શકાય? આ માટે વિશેષજ્ઞો શું સલાહ આપે છે? તે જાણવા અહીં ક્લિક કરો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો