You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી વર્લ્ડ સર્વિસમાં આપનું સ્વાગત છે
બીબીસી વર્લ્ડ સર્વિસ દર્શકવર્ગને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પ્રભાવશાળી સામગ્રી પ્રદાન કરતું બહુભાષી મલ્ટીપ્લૅટફૉર્મ એડિટોરિયલ પાવરહાઉસ છે.
તે વિશ્વભરમાં 42 ભાષાઓમાં, રેડિયો, ટેલિવિઝન, ડિજિટલ, મોબાઇલ અને સોશિયલ પ્લૅટફૉર્મ પર કાર્યરત્ છે. દર અઠવાડિયે વિશ્વના કરોડો લોકો બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસ દ્વારા પ્રસ્તુત સામગ્રીનો ઉપભોગ કરે છે.
તેનો અર્થ એ થયો કે વિશ્વભરની વિવિધ સંસ્કૃતિઓ તથા વ્યવસ્થાઓમાં બીબીસી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસ જે કંઈ કરે છે તેમાં દર્શકો હંમેશાં કેન્દ્રસ્થાને હોય છે અને 'તમારા વિશ્વમાંથી વધુ મેળવો' ઝુંબેશના દર્શકો પણ તેમાં અપવાદ નથી.
તેઓ મોટાં સપનાં જુએ છે. તેઓ માને છે કે વિશ્વમાં પોતાની છાપ છોડવાની ક્ષમતા દરેકમાં હોય છે. માત્ર તેમનાં ગામ, નગર કે શહેરમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં અને તેની પેલી તરફ પણ.
આ તેમની વિશિષ્ટતા છે. તેઓને ખુદમાં તથા તેમનાં મૂળમાં વિશ્વાસ છે. તેઓ જે કરી રહ્યા છે અને જે રીતે કરી રહ્યા છે તેનાં મૂલ્યોમાં તેમને વિશ્વાસ છે.
તેમની દુનિયા આ વિશ્વનો એક ભાગ છે, જે તકોથી છલોછલ છે.
દર્શકો વિશેની અમારી જાણકારી મુજબ, તેમના પૈકીના ઘણાનું ફોકસ, ખાસ કરીને યુવા વર્ગમાં સંભવિત આત્મવૃદ્ધિ પર છે. વાત તમારી પશ્ચાદભૂની કે તમારી પાસે શું છે તેની નથી, પરંતુ તમે શું કરી શકો તેમ છો તેની છે. ટોળામાં અલગ દેખાઈએ તે રીતે જાતને વિકસાવવાની છે. તે ઉદ્યોગસાહસિકતાની ભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વને સમજવામાં અને તેમાં પોતાનું સ્થાન ક્યાં છે તે જાણવામાં, બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસ તેના દર્શકોને સક્ષમ બનાવે છે.
તેનો અર્થ, દર્શકો તેમની દુનિયામાંથી વધુ લાભ મેળવે તેવો થાય.
અમે સમાચાર વિશે વિચારીએ છીએ ત્યારે અમે તેનો ઉપભોગ કરતા લોકોને બદલે સ્ટોરીઝ વિશે વધુ વિચારીએ છે, પરંતુ 'તમારા વિશ્વમાંથી વધુ મેળવો' ઝુંબેશ કહે છે તેમ, અમારા માટે સમાચારની વ્યાખ્યા, તે અમારા દર્શકો માટે શું લાવે છે, આ વિશ્વમાં પોતાનું સ્થાન ક્યાં છે એ સમજવામાં દર્શકોને કેટલા મદદરૂપ થાય છે, તેના આધારે નક્કી થાય છે.
'તમારા વિશ્વમાંથી વધુ મેળવો'નો અર્થ છે - બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસની સ્ટોરી, તેનો ઉપભોગ કરતા લોકોના દૃષ્ટિકોણથી કહેવી અને તેમને પ્રેરણા આપે તે રીતે તથા તેમનું સશક્તિકરણ કરે તે રીતે કહેવી. પોતાના વિશ્વમાંથી મહત્તમ લાભ મેળવતા લોકોનો મહોત્સવ અમે ઊજવવાના છીએ.
એ બધું લોકો વિશેનું અને સમાચારે તેમના પર હકારાત્મક અસર કઈ રીતે કરી એની કથાઓ વિશેનું છે. અમારા સમાચાર ખરા દર્શકવર્ગના સભ્યોને તેમના વિશ્વમાંથી મહત્તમ લાભ મેળવવામાં કઈ રીતે મદદરૂપ થયા તે અમે જણાવીશું.
અમારા દર્શકવર્ગ સુધી પહોંચવાના પ્રયાસમાં અમે ભારતમાં ટેલિવિઝન, રેડિયો, આઉટ ઑફ હોમ, ઓટીટી પ્લૅટફૉર્મ, સોશિયલ મીડિયા અને વિવિધ ભારતીય ભાષાઓમાંની અમારી સમાચાર સેવાઓ મારફતે બ્રાન્ડ કૅમ્પેન (પ્રચારઝુંબેશ) ચલાવીશું.
દર્શકોને પ્રેરણા આપી શકે અને પ્રોત્સાહિત કરી શકે તેવી ભારત તેમજ વિશ્વભરની પ્રેરણાત્મક અને પરિપ્રેક્ષ્ય-સભર ન્યૂઝ સ્ટોરીઝનું સંકલન અમે કર્યું છે, કારણ કે તમે વ્યાપક વૈશ્વિક પરિપ્રેક્ષ્યથી સજ્જ હો ત્યારે બધું જ શક્ય હોય છે.
આ ઝુંબેશમાં તમે પણ અનેક રીતે સહભાગી થઈ શકો છો.
તમને અમારી ઝુંબેશમાં સામેલ થવાની અને તમારી કથા વડે તમારી નજીકના તમામ માટે પ્રેરણાદાયી બનવાની તક મળી શકે છે.
અમારા ઇન્સ્ટાગ્રામ ફિલ્ટરનો ઉપયોગ કરીને તમે બીબીસીના વર્ચ્યુઅલ બિલબોર્ડ પર સ્થાન પામી શકો છો અને તમને અમારા સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ મારફત ઝળકવાની તક પણ મળી શકે છે. આ માટે ફિલ્ટર સેક્શનનમાં બીબીસી ન્યૂઝ માટે સર્ચ કરો અથવા ફિલ્ટરના ઉપયોગ માટે અહીં ક્લિક કરીને@bbcnewsgujaratiને તમારી પોસ્ટમાં ટૅગ કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો