You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમી બેઠક પણ નિષ્ફળ, ફરી 15 જાન્યુઆરીએ થશે વાતચીત
દિલ્હીની સરહદો પર દોઢેક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતાઓ અને સરકાર વચ્ચે આઠમી બેઠક વિજ્ઞાન ભવનમાં મળી પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી.
હાલ તો બેઉ પક્ષોએ ફરીથી 15 જાન્યુઆરીએ મળવાની તૈયારી બતાવી છે.
ખેડૂત નેતાઓનું કહેવું છે કે ''તેઓ સરકાર સામેની પોતાની લડત ચાલુ રાખશે અને જીતશે પણ.''
ખેડૂત નેતાઓએ કહ્યું કે ''કાયદો ઘડવો સરકારનો અધિકાર છે પણ તેને પડકારી શકાય છે અને એ જ કામ ખેડૂતો કરી રહ્યા છે.''
આ અગાઉ સોમવાર, 4 જાન્યુઆરીના રોજ બેઉ પક્ષો વચ્ચે સાતમી વાતચીત થઈ હતી જેમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.
આંદોલન કરી રહેલા ખેડૂતોની બે મુખ્ય માગણીઓ છે. એક, નવા કૃષિકાયદાઓ પાછા ખેંચવામાં આવે અને પાકની લઘુતમ સમર્થન કિંમત (એમએસપી) માટે કાયદાકીય ગૅરંટીની જોગવાઈ કરવામાં આવે.
આઠમી વાતચીતના એક દિવસ અગાઉ ગુરુવારે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શીખોના ધાર્મિક નેતા બાબા લાખા સિંહની મુલાકાત લીધી હતી. લાખા સિંહ જ પ્રદર્શનસ્થળે લંગરોનું આયોજન કરી રહ્યા છે.
અગાઉની તમામ બેઠકોની જેમ આઠમી બેઠક પણ દિલ્હીના વિજ્ઞાનભવનમાં બપોરે શરૂ થઈ હતી જે સાંજે પૂરી થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌની નજર એ બાબત પર હતી કે આજે મુદ્દાનો ઉકેલ આવી જશે કે નહીં. બેઠક અગાઉ 7 જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતોએ ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ કરી હતી અને તેમાં મહિલાઓ પણ જોડાયાં હતાં.
વાતચીત માટે નીકળતા પહેલાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને આશા છે કે આજે કોઈને કોઈ ઉકેલ આવશે.
'આ તો માત્ર ટ્રેલર છે'ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર કાયદા પાછા લેવાની માગ પૂરી નહી કરે તો તેઓ આંદોલન હજુ તીવ્ર બનાવશે.
અહેવાલો અનુસાર ખેડૂતોએ કહ્યું ગત રોજની કૂચ મામલે કહ્યું, "આ તો ટ્રેલર છે, અસલી પિક્ચર તો ગણતંત્ર દિવસે જોવા મળશે. "ખેડૂતો વરસાદ અને તીવ્ર ઠંડી વચ્ચે પણ મક્કમ રીતે આંદોલન કરી રહ્યાં છે. સંખ્યાબંધ ખેડૂતો ગઈ કાલની ટ્રેક્ટર માર્ચમાં જોડાયા હતા.
ગુરુવારે સવારે 11 વાગ્યે ટ્રેક્ટર માર્ચ અલગઅલગ ચાર જગ્યાએથી શરૂ થઈ અને બધા ખેડૂત સમૂહો ચાર વાગ્યે પોતાના સ્થળે પરત આવી ગયા હતા.
સંયુક્ત કિસાન મોરચાના અનુસાર, આ માર્ચમાં પાંચ હજારથી વધુ ટ્રેક્ટર સામેલ હતાં.ઘણા પ્રદર્શનકારીઓએ બસ અને પોતાનાં ખાનગી વાહનો સાથે રેલીમાં ભાગ લીધો હતો.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને મુદ્દાનો શાંતિથી ઉકેલ લાવવા બંને પક્ષોને સલાહ આપી છે.રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર ગમે તેટલી પરીક્ષા લઈ શકે છે, પણ ખેડૂતો વિવાદિત કાયદાને પરત લીધા વિના ઘરે નહીં જાય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો