You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ ક્યારે ખૂલશે?- TOP NEWS
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુરુવારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને તબક્કા વાર ખોલવા માટેની ગાઇડલાઈન જાહેર કરી છે.
જે અંતર્ગત કન્ટેઇમેન્ટ ઝોનની બહારની સંસ્થા ખોલી શકાશે. જેમાં સંશોધન, માસ્ટર્સ અને છેલ્લા વર્ષના અન્ડર ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કૉલેજો ખૂલશે.
યુજીસીની ગાઇડલાઇન અનુસાર કૉલેજમાં રહેલા વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા એક સમયે કૉલેજની કુલ સંખ્યાથી અડધી હોવી જોઈએ..
કૉલેજની જગ્યાને રૅગ્યુલર સૅનિટાઇઝ કરવાની રહેશે. કૉલેજમાં આવતા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્ક્રિનિંગ કરવાનું રહેશે.
માસ્ક પહેરવો તમામ લોકો માટે ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને વિવિધ બેચમાં બોલાવવા અને શિક્ષણના કલાકો વધારવાનો પણ નિયમ કરવામાં આવ્યો છે.
હૉસ્ટેલને પણ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તેમાં રૂમ શૅર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સિમ્ટમેટિક વ્યક્તિ હૉસ્ટેલની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં રહી શકશે નહીં.
દેશમાં કોરોના મહામારીને કારણે 16 માર્ચથી શરૂ કરેલા લૉકડાઉન પછીથી તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભારતે બનાવેલી કોરોનાની વૅક્સિન ફેબ્રુઆરી સુધીમાં લૉન્ચ થશે'
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભારત સરકારની સંસ્થા એક ખાનગી કંપની સાથે મળીને કોરોના વાઇરસની જે વૅક્સિન બનાવી રહી છે તે આગામી ફેબ્રુઆરી મહિનામાં લૉન્ચ થવાની સંભાવના છે.
ભારત સરકારની સંસ્થા 'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ' અને ખાનગી કંપની 'ભારત બાયૉટેક' ભેગા થઈને 'કોવાક્સિન' નામની રસી બનાવી રહ્યાં છે.
ભારત સરકારની કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સના સભ્ય રજનીકાંતે કહ્યું, "વૅક્સિનમાં સારું સામર્થ્ય જોવા મળ્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "આવનારા વર્ષે તે આવવાની આશા છે, ફેબ્રુઆરી અથવા માર્ચ, સુધીમાં મળતી થઈ જશે."
નીતીશ કુમાર બોલ્યા, "આ મારી છેલ્લી ચૂંટણી, વોટ આપશોને!"
ગુરુવારે બિહારના પૂર્ણિયામાં મુખ્ય મંત્રી નીતીશ કુમારે એક ચૂંટણીસભામાં કહ્યું કે 'આ મારી અંતિમ ચૂંટણી છે.'
જનતા દળ(યુનાઇટેડ) પાર્ટીના પ્રમુખ નીતીશ કુમારે કહ્યું, "જાણી લેજો, આજે ચૂંટણીનો છેલ્લો દિવસ છે, પરમ દિવસે ચૂંટણી છે, અને આ મારી છેલ્લી ચૂંટણી છે, અંત ભલો તો બધુ ભલું."
જોકે વિરોધપક્ષ રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું, "આદરણીય નીતીશજી બિહારવાસીઓની આકાંક્ષાઓ, અપેક્ષાઓની સાથે-સાથે જમીની હકીકતનો પણ સ્વીકાર કરવા તૈયાર ન હતા."
"અમે શરૂઆતથી જ કહેતા હતા કે તે સંપૂર્ણ થાકી ગયા છે અને આજે છેવટે તેમણે અંતિમ તબક્કા પહેલાં હાર માનીને રાજકારણમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી અમારી વાત પર મોહર લગાવી દીધી."
69 વર્ષીય નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ ભાજપ અને બે સ્થાનિક પાર્ટી (વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને હિંદુસ્તાની આવામ મોર્ચા)ની સાથે ગઠબંધનમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો