You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રિયા ચક્રવર્તીના ભાઈને એનસીબીની ઑફિસ પર પૂછપરછ માટે લવાયા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી.
જે બાદ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીને એનસીબીની ઑફિસ પર લઈ આવવામાં આવ્યા છે અને અહીં તેમની પૂછપરછ કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે એનસીબી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસમાં સામેલ છે અને તેની એક ટીમ અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાના ઘરે પણ પહોંચી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે એનસીબીએ સૈમ્યુઅલ મિરાંડાની અટકાયત કરી છે.
એનસીબી નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સટાંસેઝ ( એનડીપીએસ) ઍક્ટ હેઠળ આવા મામલાની તપાસ કરે છે.
એક અધિકારી પ્રમાણે, આ સામાન્ય પ્રક્રિયા છે, જેનો અમલ કરવામાં આવી રહ્યો છે અને રિયા તથા સૈમ્યુઅલ મિરાંડાના ઘરે થઈ રહી છે.
આ કેસમાં એનસીબીની ટીમે ઝાયલ વિલાત્રા અને અબ્દેલ બસીતને પકડવામાં આવ્યા છે.
હાર્દિક પટેલની હાજરીમાં ભાજપનાં કૉર્પોરેટર કૉંગ્રેસમાં જોડાયાં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપનાં કૉર્પોરેટર સહિત ચાર નેતાઓ અને 20 કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.અમદાવાદ મીરરના અહેવાલ પ્રમાણે કૉંગ્રેસમાં હાલમાં જ કાર્યકારી પ્રમુખ બનાવાયેલા યુવા નેતા હાર્દિક પટેલે આ તમામ ભાજપ સભ્યોને કૉંગ્રેસમાં આવકાર્યા.રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને એમાં કૉંગ્રેસ ભાજપના ઘમસાણ વચ્ચે ભાજપનાં કૉર્પોર્ટર કૉંગ્રેસમાં જોડાઈ ગયાં છે.
ગુરુવારે સવારે 10 વાગ્યે રાજકોટની નાગર બૉર્ડિંગમાં થયેલા કાર્યક્રમમાં ભાજપનાં કૉર્પોરેટર સહિત ચાર સ્થાનિક નેતાઓ, 20 સક્રિય કાર્યકર્તાઓ સહિત 40 લોકોને કૉંગ્રેસનો ખેસ પહેરાવી હાર્દિક પટેલે કૉંગ્રેસમાં આવકાર્યા.રાજકોટ કૉંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે કહ્યું, "ભાજપનાં કૉર્પોરેટર દક્ષા ભેંસાણિયા અને રાજકોટના વૉર્ડ નં.4ની એબીવીપી શાખાના તમામ પદાધિકારીઓ આજે અમારી સાથે જોડાઈ ગયા છે." રાજકોટ માર્કેટિંગ યાર્ડ ટ્રેડર ઍસોસીયેશનના પ્રમુખ અતુલ કામાણી અને સામાજિક કાર્યકર્તા ચાંદની લિંબાસિયા પણ કૉંગ્રેસમાં જોડાયેલા લોકોમાં સામેલ છે.
ભારતની સેના ચીનની આક્રમક કાર્યવાહીને સંભાળવા સક્ષમ : જનરલ રાવત
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ભારતની સેના ચીનની આક્રમક કાર્યવાહીને યોગ્ય રીતે સંભાળવામાં સક્ષમ છે.
જનરલ રાવતે ભારત-અમેરિકા રણનીતિક સહયોગ મંચની બેઠકમાં પૂર્વ લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ચીનના કથિત રીતે યથાસ્થિતિ બદલવા વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું, "આ મામલામાં ભારતની નીતિને જો સેના અને ક્ષેત્રીય પ્રભાવનું સમર્થન ન મળે તો એનો અર્થ એમ માની લેવો પડશે કે આ ક્ષેત્રમાં ચીનનો દબદબો છે."
ભૂતપૂર્વ સેનાધ્યક્ષ રાવતે કહ્યું, "હાલના સમયમાં ભારત જોઈ રહ્યું છે કે ચીન અનેક આક્રમક હરકતો કરી રહ્યું છે પરંતુ અમે એને યોગ્ય રીતે સંભાળી શકીએ છીએ."
તેમણે સાથે જ પાકિસ્તાનને પણ ચેતવણી આપી કે તે એલએસી પર ચાલી રહેલા સંકટનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન ન કરે, કારણ કે ભારત કોઈપણ દુસ્સાહસનો જવાબ આપવા માટે તૈયાર છે.
ભારત અને ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર સ્તર ઉપર આ સપ્તાહે વાતચીત શરૂ થઈ અને હજુ પણ ચાલી રહી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સીમાંકનની કવાયત
રાજ્યમાં મહત્વની એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ સીમાંકનની પ્રક્રિયામાં 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકા, 16 જિલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયતના વિસ્તારોને આવરી લેવાયા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચ(SEC)એ આ નિવેદન જાહેર કર્યું .
રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું કે 2011ની વસતી ગણતરી પ્રમાણે હાથ ધરાયેલી સીમાંકનની કવાયતમાં 2015 પછી જ્યાં ફેરફાર થયા હોય તેવા સ્થાનિક માળખાના તમામ ભૌગોલિક વિસ્તારોને આવરી લેવાયા છે.પાંચ મહાનગરપાલિકાઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને છ નગરપાલિકાઓમાં નવસારી-વિજલપોર, પોરબંદર-ચાયા, મોરબી, સાવરકુંડલા, પેટલાદ તથા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણનો સમાવેશ થાય છે.
યુએસ ઓપનમાં ભારતના સુમિત નાગલની હાર
યુએસ ઓપન 2020ના પુરુષ સિંગલ્સમાં ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલે બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે.સુમિતની વિશ્વમાં ત્રીજા ક્રમાંકિત ખેલાડી ડોમિનિક થીમ સામે હાર થઈ છે.ગુરુવારે પુરુષ સિંગલ્સ વિભાગની રમાયેલી આ બીજા રાઉન્ડની મૅચમાં થીમે સુમિતને સીધા સેટોમાં 6-3,6-3,6-2થી હાર આપી હતી.
આ મૅચની એક ખાસ વાત એ હતી કે ગુરુવારે જ ડોમિનિક થીમનો જન્મદિવસ પણ હતો.આ જીત સાથે સુમિત યુએસ ઓપન 2020માંથી બહાર થઈ ગયા છે તો ડોમિનિક થીમ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો