You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદ છોડો આંદોલનની વરસી : રાહુલ ગાંધીએ કહ્યું - અન્યાય વિરુદ્ધ લડો, ડરો નહીં
ભારત છોડો આંદોલનની 78મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને પોતપોતાની રીતે યાદ કર્યા.
રાહુલે ટ્વિટર પર લખ્યું, "ભારત છોડો આંદોલનની 78મી વરસી પર ગાંધીજીના 'કરો યા મરો' સૂત્રને નવો અર્થ આપવો પડશે. 'અન્યાય વિરુદ્ધ લડો, ડરો નહીં.'
મોદી બોલ્યા- અમારું અભિયાન છે ગંદકી ભારત છોડો
બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે શનિવારે રાજઘાટ નજીક 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ કેન્દ્રને મહાત્મા ગાંધીને સમર્પિત કર્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આવા ઐતિહાસિક દિવસ પર રાજઘાટ નજીક રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ પોતાની રીતે જ બહુ પ્રાસંગિક છે."
તેમણે ઉમેર્યું, "ગાંધીજી કહેતા હતા કે સ્વરાજ માત્ર સાહસિક અને સ્વચ્છ જન જ લાવી શકે."
"સ્વચ્છતા અને સ્વરાજ વચ્ચેના સંબંધોને લઈને ગાંધીજી આશ્વસ્ત હતા કેમ કે તેમને વિશ્વાસ હતો કે ગંદકી જો કોઈને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે તો એ ગરીબ છે."
વડા પ્રધાને કહ્યું કે "હવે આપણે સૌ લોકો 'ગંદકી ભારત છોડો' અભિયાનનો ભાગ છીએ."
તેમણે એવું પણ કહ્યું વિચારો કે જો 2014 પહેલાં કોરોના વાઇરસ જેવી મહામારી આવી હોત તો શું થાત?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"શું આપણે ત્યારે લૉકડાઉન લાગુ કરી શક્યા હોત કે જ્યારે 60 ટકાથી વધારે વસતી જાહેરમાં શૌચ કરવા મજબૂર હતી?"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો