You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્નમાં મહિલા ડાન્સરે રોક્યો ડાન્સ તો થયો ગોળીબાર, સ્થિતિ ગંભીર
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક લગ્નપ્રસંગમાં મહિલા ડાન્સર પર ગોળીબાર થયાની ઘટના બની છે. મહિલાને હૉસ્પિટલમાં ખસેડાયાં છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
એ વીડિયોમાં દેખાય છે કે એક મહિલા ડાન્સર ડાન્સ રોકે છે એની થોડી જ વારમાં ગોળીબારનો અવાજ આવે છે અને મહિલા ડાન્સર પોતાનો ચહેરો પકડીને ઢળી પડે છે.
મહિલા ડાન્સરની હાલત ગંભીર ગણાવાઈ રહી છે અને તેમને કાનપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળી ચલાવનાર શખ્સની ઓળખ કરી લેવાઈ છે અને તેની શોધ ચાલુ છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાની છે. જિલ્લાના મઉ થાના ક્ષેત્રના ટીકરા ગામના આગેવાનની દીકરીનાં લગ્નમાં ગત એક ડિસેમ્બરે આ ઘટના સર્જાઈ હતી.
પોલીસનું નિવેદન
ચિત્રકૂટના પોલીસ અધીક્ષક અંકિત મિત્તલે જણાવ્યું, "ગોળી મારનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. આરોપી ગામના આગેવાનનો સંબંધી ગણાવાઈ રહ્યો છે અને કૌશાંબી જિલ્લાના રાણીપુર ગામનો નિવાસી છે. અમે બે ટીમ બનાવી છે. આરોપીને ઝડપથી ધરપકડ કરી લેવાશે."
ભારતમાં લગ્ન દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બનતી રહે છે. આ સમયે આતશબાજી માટે ગોળીબાર પણ મોટા પ્રમાણમાં થાય છે. દારૂના નશામાં પણ ઘણી વાર હિંસા કાબૂ બહાર થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ ઘટના પંજાબમાં 2016માં ઘટી હતી. અહીં લગ્નમાં ડાન્સ દરમિયાન ગોળી છૂટતાં એક ગર્ભવતીનું મૃત્યુ થયું હતું.
નવેમ્બર, 2016માં હરિયાણામાં એક મહિલાએ ગોળી ચલાવતાં વરનાં કાકી સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગોળી ચલાવનાર મહિલા સાધ્વી દેવા ઠાકુર અને તેમના છ બૉડીગાર્ડ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બાદમાં તેઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું.
2018માં પંજાબ પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી, જેમના પર લગ્ન પહેલાંના જશ્નમાં ભૂલથી પોતાના પડોશીની ગોળી ચલાવીને હત્યા કરવાનો આરોપ છે.
તેઓએ પોતાની દીકરીનાં થનારા લગ્નને સેલિબ્રેટ કરવા માટે ગોળી ચલાવી હતી.
આ ગોળી તેમની પડોશમાં રહેતાં એક મહિલાને વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો