You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: વિજય રૂપાણી ઉઝ્બેકિસ્તાનમાં બાબરના જન્મસ્થળની મુલાકાત લેશે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારથી પાંચ દિવસના ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે જઈ રહ્યા છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ મુઘલ શાસક બાબરના જન્મસ્થળની મુલાકાત લેવાના છે.
ભારતમાં મુઘલવંશની સ્થાપ્ના કરનાર બાબરનો જન્મ 1483માં ઉઝ્બેકિસ્તાનના અંદિજાનમાં થયો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝ્બેકિસ્તાન સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફોરમ અને આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમૅન્ટ ફોરમ- ઓપન અંદિજાનમાં ભાગ લેવાના છે.
આ ઉપરાંત તેઓ ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરવાના છે.
હિંદુ સમાજ પાર્ટીના નેતાની લખનૌમાં હત્યા
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે.
શુક્રવારે કમલેશ તિવારી ખુર્શીદાબાદમાં આવેલી પોતાની ઓફિસમાં હતા.
એ સમયે બે લોકો મીઠાઈનો ડબ્બો લઈને તેમને મળવા આવ્યા હતા. કમલેશ તિવારીઓને હત્યારાઓ વિશે કોઈ જાણ ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયાના અહેવાલો મુજબ કમલેશ તિવારી પર પહેલા ગોળી ચલાવવામાં આવી, જે બાદ તેમની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી.
વરિષ્ઠ પોલીસ અધિકારી કલાનિધી નૈથાનીનું કહેવું છે કે વ્યક્તિગત વેરને કારણે હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ મામલાની તપાસ માટે પોલીસની 10 ટીમો તૈયાર કરવામાં આવી છે.
ગુજરાત કેડરના એક વધુ પોલીસ અધિકારી દિલ્હીમાં
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમદાવાદના પોલીસ કમિશ્નર અનુપ કુમાર(એ. કે.) સિંઘને બઢતી આપીને તેમને નેશનલ સિક્યૉરિટિ ગાર્ડ(એનએસજી)ના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.
59 વર્ષીય એ. કે. સિંઘ છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદ પોલીસ કમિશ્નર હતા. જેઓ પોલીસ ફોર્સમાં 34 વર્ષનો અનુભવ ધરાવે છે.
તેમણે સ્પેશિયલ પ્રૉટેક્શન ગ્રૂપ(એસપીજી) સાથે પણ કામ કર્યું છે.
જ્યાં ઇન્સ્પેક્ટર જનરલના પદ પર રહેતાં તેમને 2009માં પ્રૅસિડેન્ટ પોલીસ મેડલ આપવામાં આવ્યો હતો.
મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલના હુમલામાં 8નાં મોત, 16 ઘાયલ
મેક્સિકોના નેશનલ ગાર્ડ મિલિટરાઈઝડ પોલીસ ન્યાયાલયના વોરંટના આધારે કુલિઆકાનમાં અલ ચાપોના દીકરા ગુઝમેનની ધરપકડ કરવા ગઈ ત્યારે ડ્રગ કાર્ટેલના સભ્યો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં 8 લોકોનાં મોત અને 16 લોકો ઘાયલ થયા હતા.
મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુલ લોપેઝ ઓબ્રેડોરે કહ્યું હતુ કે લોકોના જીવ બચાવવા તેમણે ધરપકડને રદ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો