You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : સૌરાષ્ટ્ર સહિતના કયા-કયા વિસ્તારમાં વરસાદની આગાહી
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે
દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 204 મિલીમિટર વરસાદ નોંધાયો છે.
છેલ્લા અઠવાડિયાથી જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે.
તો ખંભાળિયા તાલુકામાં પણ 140 મિલીમિટર વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને લીધે બે લોકો લાપતા થયા હોવાના સમાચાર પણ મળ્યા છે. હવામાનવિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
એવી જ રીતે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી છે.
'અમેરિકાને નુકસાન'
તાલિબાને અફઘાન-શાંતિવાર્તા મામલે પીછેહઠ કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે તેનાથી વધુ નુકસાન અમેરિકાને જ થશે.
તાલિબાને એક નિવેદન જારી કરી કહ્યું કે આ નિર્ણય પરિપક્વતા અને અનુભવની કમીને દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દાવો કર્યો છે કે અંતિમ ઘડી સુધી બધું સારું ચાલતું હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રવિવારે કૅમ્પ ડૅવિડમાં તાલિબાનના વરિષ્ઠ નેતાઓ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની સાથે મુલાકાત થવાની હતી, પરંતુ મુલાકાતના એક દિવસ અગાઉ જ ટ્રમ્પે ટ્વીટ કરીને બેઠક રદ કરી દીધી હતી.
ટ્રમ્પની તાલિબાન અને અફઘાન સરકાર સાથે અલગઅલગ મુલાકાત થવાની હતી.
તાલિબાન અફઘાન સરકારને અમેરિકાની કઠપૂતળી ગણાવે છે અને તેની સાથે ડાયરેક્ટ વાત કરવાનો ઇન્કાર કરે છે.
અફઘાનિસ્તાન સરકારે અમેરિકાના આ પગલાનું સ્વાગત કરીને તેને યોગ્ય સમયે લેવાયેલું યોગ્ય પગલું ગણાવ્યું છે.
370 ડૉક્ટર ભાજપમાં જોડાયા
રવિવારે ભાજપમાં ગુજરાતના 370 ડૉક્ટરો જોડાયા હતા.'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર તેઓએ કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને હઠાવવાના નિર્ણયનો આવકાર્યો હતો અને સરકારના આ નિર્ણયથી ભાજપમાં જોડાયા હતા.
કેન્દ્રીયમંત્રી ડૉ. હર્ષવર્ધને વીડિયોના માધ્યમથી તમામ ડૉક્ટરોને આવકાર્યા હતા.
ઑલ ઇન્ડિયા રેડિયોલૉજિસ્ટ (AIRA)ના પ્રમુખ ડૉ. હેમંત પટેલ, ક્રિટિકલ કૅર ઍક્સપર્ટ ડૉ. કલ્પેશ પટેલ સહિતના ડૉક્ટરો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા કન્વેન્શન હોલમાં ભાજપમાં જોડાયા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ ડૉક્ટરોને ભાજપમાં આવકાર આપ્યો હતો.
તેમણે આ પ્રસંગે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી સરકારે કલમ 370ને નાબૂદ કરી છે. જેને સમર્થન આપીને આ ડૉક્ટરો ભાજપમાં જોડાયા છે. જે સમાજ માટે હકારાત્મક સંકેત છે.
પોલીસ પર રાજકીય દબાણ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 67 ટકા પોલીસકર્મીઓ રાજકીય દબાણ અનુભવી રહ્યા છે.
દિલ્હીના સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપમેન્ટ સોસાયટી (CSDS)ના 'સ્ટેટ્સ ઑફ પોલીસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2019'ના સર્વેમાં પોલીસકર્મીઓએ સંબંધીત વાત સ્વીકારી હોવાનું અખબાર જણાવે છે,
આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુનાઓની તપાસ દરમિયાન 67 ટકા પોલીસ કર્મચારીઓને રાજકીય નેતાઓનો દબાણનો સામનો કરવો પડે છે.
18 ટકા પોલસકર્મીઓએ સ્વીકાર્યું હતું કે તપાસ દરમિયાન તેમને ઘણી વખત રાજકીય દબાણ અનુભવાયું છે, જ્યારે 49 ટકા પોલીસકર્મીઓએ સ્વીકાર્યું કે તેમને તપાસ દરમિયાન ક્યારેક ક્યારેય રાજકીય દબાણનો અનુભવ કરવો પડ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો