You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જન્મ્યા પછી માતાએ ઘરમાં બધાથી છુપાવીને બાળકને ત્રણ વર્ષ સુધીપલંગની નીચેના ખાનામાં ઢબૂરી રાખ્યું, કેવી રીતે પકડાઈ?
- લેેખક, કેટી બાર્નફિલ્ડ અને ઈવાન ગૉને
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
બ્રિટનમાં એક માતાએ પોતાની પુત્રીને જન્મ પછીનાં પ્રથમ ત્રણ વર્ષ સુધી પલંગ નીચેના ડ્રૉઅર એટલે કે ખાનામાં ઢબૂરી રાખી હતી.
આ ગુનામાં માતાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અત્યંત બેદરકારી બદલ તેને છ મહિનાના કારાવાસની પણ સજા કરવામાં આવી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે ખાનામાં છુપાયેલું બાળક, પેટીમાં પૂરાયેલું હોય તેવું હતું. ન તો તે બહારની દુનિયાનો ઉજાસ જોઈ શકતું હતું કે ન તો તેને તાજી હવા મળતી હતી. બાળકની ભાળ ત્યારે મળી જ્યારે તેના ઘરે આવેલા મુલાકાતીએ બાળકને રડતું સાંભળ્યું.
સુરક્ષાના કારણસર બાળક કે તેના પરિવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
આ મામલામાં બાળશોષણ અંતર્ગત માતાને દોષિત ઠેરવવામાં આવી છે. તેણે ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવી હતી.
ન્યાયાધીશ સ્ટીવન ઍવરેટે કહ્યું કે "બાળકની માતાએ તેને પ્રેમ, સ્નેહ, યોગ્ય સંભાળ, યોગ્ય ખોરાક, માણસો સાથેના સંપર્ક અને સૌથી અગત્યની બાબાત એવી તબીબી સંભાળ પૂરી પાડી નથી."
તેમણે કહ્યું, "તે તેજસ્વી બાળકનું પલંગના ખાનામાં નર્ક જેવું જીવન હતું. હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યું છે."
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, "માતાએ તેનાં અન્ય બાળકો અને તે જ ઘરમાં રહેતા તેના પાર્ટનરની જાણ બહાર બાળકને પલંગની નીચેના ખાનામાં ચૂપચાપ છુપાવી દીધું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકની ભાળ મળ્યા પછી જ્યારે તેને તેના નામથી બોલાવવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો ન હતો. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસનાં રેચલ વર્થિંગ્ટનએ જણાવ્યું હતું કે બાળક પૂરતા ખોરાક વિના, પોતે જ સારસંભાળ લેતું હોય તેમ લાંબા સમય સુધી અલગ રાખવામાં આવ્યું હોવાનું જણાયું હતું.
હચમચાવી દેનારી ઘટના
બાળક ગંભીર રીતે કુપોષિત હતું, ત્રણ વર્ષને બદલે જાણે સાત મહિનાનું હોય એવું દેખાતું હતું. હવે તેને પોષક ખોરાક આપવામાં આવી રહ્યો છે.
બાળકને આરોગ્યને લગતી કેટલીક સમસ્યા હતી પણ તેની માતા તેને ડૉક્ટર પાસે લઈ ગઈ નહોતી.
વર્ષ 2020થી 2023 સુધી બાળક પેટીમાં એટલે કે ખાનામાં પુરાયેલું રહ્યું.
ઘરે આવેલા મહેમાને કંઈક સળવળાટ સાંભળ્યો અને જોયું તો બાળક હતું.
બાળક મળી આવ્યા પછી એક સામાજિક કાર્યકરને ઘરે બોલાવવામાં આવ્યા હતા. બાળકના વાળ, શારીરિક ખામીઓ અને ત્વચા પર ફોલ્લીઓ જોઈને તે ચોંકી ગયા હતા.
"તમે બાળકને અહીં રાખો છો?" સામાજિક કાર્યકર્તાએ માતાને પૂછ્યું, અને માતાએ જવાબ આપ્યો, "હા,પલંગના ખાનામાં."
સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે, "મને એ જોઈને આશ્ચર્ય થયું કે તેની માતાને કોઈ લાગણી જ નહોતી. હું એ જાણીને ગભરાઈ ગયો હતો કે બાળકે તેની માતા સિવાય માત્ર મારો ચહેરો જ જોયો હતો,"
મહિલાએ શું કારણ આપ્યું?
હવે બાળકની યોગ્ય સંભાળ રાખવામાં આવી રહી છે. બાળકની ઉપેક્ષા કરવાને લીધે તેનો જે વિકાસ રૂંધાયો છે તેને લીધે ઊભી થયેલી સમસ્યાથી અદાલતને વાકેફ કરવામાં આવી છે.
માતાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, તેને ખબર નહોતી કે તે ગર્ભવતી છે અને જ્યારે તેણે બાળકને જન્મ આપ્યો ત્યારે તે ખૂબ ડરી ગઈ હતી.
મહિલાએ અધિકારીઓને કહ્યું હતું કે, "બાળક પરિવારનો હિસ્સો નથી. બાળકને હંમેશાં પલંગની નીચેના ખાનામાં રાખવામાં આવતું ન હતું અને ખાનું બંધ નહોતું."
આંસુ લૂછતાં લૂછતાં માતાએ કહ્યું કે "જે બાળકોનું સરસ રીતે પાલનપોષણ કર્યું હતું તે અન્ય બાળકો હવે તેની સાથે રહેતા નથી."
"તે મહિલાએ જે કર્યું તે માનવામાં આવે તેમ નહોતું." જજ એવરેટે કહ્યું.
ન્યાયાધીશે અત્તાઈએ કહ્યું કે,"તમે આ પરિસ્થિતિનો ઢાંકપિછોડો કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અંતે તો તમારું રહસ્ય જાહેર થઈને જ રહ્યું."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)