નવ વર્ષની બાળકીના ડાન્સની દીવાની આખી દુનિયા કઈ રીતે થઈ ગઈ?

પ્રકાશિત

ડાન્સ ફ્લોર પર કમાલ દેખાડતી આ નાનકડી છોકરીનું નામ મિયુ છે.

નવ વર્ષની મિયુ જ્યારે સફેદ જૂતાં અને ઢીલુ ઢાલું ટીશર્ટ પહેરીને ડાન્સ ફ્લોર પર આવે ત્યારે લોકો મંત્રમુગ્ધ બની જાય છે.

ઇન્ડોનેશિયાની રહેવાસી આ બાળકી એ લોકોને પ્રેરણા પણ આપી રહી છે, જે મુશ્કેલ સમય આવતા પોતાનાં સપનાં પૂરા કરવા કરતાં હાર માની લેવાનું સ્વીકારે છે.

મિયુના ડાન્સના લાખો પ્રશંસક છે અને તેના ઘણા ડાન્સ વીડિયો વાયરલ પણ થઈ ચૂક્યા છે. મિયુ સેમી બ્લેન્ક પાસેથી ડાન્સ શીખે છે અને તેમના ગુરુ તેમને મહેનતુ અને કાબેલ વિદ્યાર્થી માને છે.

મિયુ ફ્રી સ્ટાઇલ ડાન્સર છે અને બ્રેક ડાન્સ પણ કરી લે છે. ડાન્સની સાથે સાથે મિયુને પેઇન્ટીંગનો પણ શોખ છે. તે પિયાનો પણ શીખી રહી છે અને સિંગિગની ટ્રેઇનિંગ પણ લે છે. તેમનું સપનું છે કે તેઓ એક ટ્રેઇન્ડ અને પ્રોફેશનલ ડાન્સર બને.

વધુ જાણો આ વીડિયોમાં...