You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ કિશોર જેણે રોજ દૂર સુધી પાણી ભરવા જતી માતા માટે કૂવો ખોદ્યો
આ 14 વર્ષના છોકરાએ પોતાની માતા માટે જે કર્યું તે જાણીને તમે પણ ભાવુક થઈ તેના વખાણ કરતા નહીં થાકો. વાત એવી છે કે પાણી ભરવા માટે માતાએ લાંબુ અંતર કાપી હાલાકી ભોગવવી પડતી હતી તો પુત્રએ ઘર પાસે જ કૂવો ખોદી અને માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો.
આ છોકરાની કહાણી સાંભળી તમને માંઝી ફિલ્મ ચોક્કસ યાદ આવી જશે. આ વાત છે મહારાષ્ટ્રમાં ઠાણે જિલ્લામાં આવેલા પાલધરના કેલ્વેમાં રહેતા 14 વર્ષના પ્રણયની.
કેલ્વેના તુરંતપાડા વિસ્તારમાં રહેતાં દર્શના અને રમેશ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મજૂરી કામ કર્યા બાદ પણ ઘરે આવીને માતાને પાણી માટેની દોડધામ કરતા જોઈને પ્રણય નિરાશ થતો અને માતાનું કામ હળવું કરવા વિચાર કરતો. ત્યારે એ વચ્ચે જ માતાના આ દુ:ખને દૂર કરવાની મથામણમાં 8મા ધોરણમાં ભણતા પ્રણયે ઘરઆંગણે જ કૂવો ખોદવાનું નક્કી કર્યું.
ખેતીના સાધનોની મદદથી પ્રણયે ચાર દિવસની મહેનતથી ઘરના આંગણામાં જ કૂવો ખોદી કાઢ્યો અને સૌને ચૌકાવી દીધા
18 ફૂટના ખોદકામ પછી પીવાલાયક પાણી મળ્યું તો માતાની આંખો ખુશીથી છલકાઇ ઉઠી. પરિવારમાં આનંદ છવાઈ ગયો.
પ્રણયના આ કામની વાત સગાસંબંધીઓથી લઈ આખા ગામમાં ફેલાઈ ગઈ. સગાસંબંધીઓએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે પોતાનો હરખ આ રીતે વ્યક્ત કર્યો.
14 વર્ષના પ્રણયને તેની આ મહેનત માટે ખૂબ શાબાશી મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર