ભારત-પાકિસ્તાનની ચાલુ મૅચમાં વિરાટ કોહલીએ ટી-શર્ટ કેમ બદલી?

પ્રકાશિત

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ચાલુ મૅચમાં વિરાટ કોહલીએ ટી-શર્ટ કેમ બદલી? આ સવાલનો જવાબ ક્રિકેટ રસિયાઓ જાણવાની કોશિશ કરી રહ્યા છે.

અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. રસાકસીભરી મૅચમાં મોટી સંખ્યા દર્શકો પણ ઉપસ્થિત છે.

આ દરમિયાન બનેલી એક ઘટનાએ સૌ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું અને એનું કેન્દ્ર હતા ભારતીય ખેલાડી વિરાટ કોહલી.

અહેવાલ અનુસાર, વિરાટ કોહલીએ સાતમી ઓવરમાં તેમની ટી-શર્ટ બદલી હતી. ભારતીય ખેલાડીની ઑફિશિયલ વર્લ્ડકપની ટી-શર્ટ છે તેમાં ડાબી બાજુ ઉપરના ભાગે તિરંગાની ડિઝાઇન છે.

આખી ટીમ ભારતીય તિરંગાની ડિઝાઇનવાળી ટી-શર્મ પહેરીને આવી હતી, પણ વિરાટ કોહલીને તેમની ભૂલનો અહેસાસ થતા તેમણે ટી-શર્ટ બદલી હતી.

વિરાટ કોહલી સાતમી ઓવર પૂરી થયા બાદ તેઓ ઝડપથી પેવેલિયન ગયા હતા અને આઠમી ઓવર શરૂ થાય એ પહેલાં ફરી મેદાનમાં આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા ભારત-પાકિસ્તાનની મૅચમાં ભારતે ટૉસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાને શરૂઆત ધીમી કરી હતી, પણ બાદમાં તેની બે વિકેટ પડી હતી. જોકે પછી બાબર અને રિઝવાને બાજી સંભાળી હતી અને પાકિસ્તાનનો સ્કોર આગળ વધાર્યો હતો.

જોકે બાદમાં બાબર આઝમ પણ 50 રન કરીને આઉટ થઈ ગયા હતા.