You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ હવે 70થી વધુની વયના લોકોને પણ મળશે- ન્યૂઝ અપડેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રિમંડળની બેઠક થઈ. જેમાં 70 વર્ષથી વધુની વયના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ આપવાની મંજૂરી આપવામાં આવી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે જાણકારી આપતા કહ્યું, “70 વર્ષથી વધારે વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કવર કરવાનો નિર્ણય લેવાયો છે. આ માનવતાવાદી વિચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે કરી દેખાડ્યું છે.”
તેમણે ઉમેર્યું, “પીએમ મોદીએ કહ્યું હતું કે 70 વર્ષથી વધુની વયના નાગરિકોને પણ આ યોજના અંતર્ગત લાવવામાં આવશે. જે અંતર્ગત તેમને આ નવા દાયરા હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીના મફત ઇલાજની સુવિધા મળશે.”
તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 4.5 કરોડ પરિવારને આવરી લેવાશે જેમાં 6 કરોડ વરિષ્ઠ નાગરિકો પણ હશે.
તેમણે વધુ જાણકારી આપતા કહ્યું, “જો કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો પરિવાર પહેલાથી જ આયુષ્યમાન યોજનાના દાયરામાં આવે છે અને તે જો વરિષ્ઠ નાગરિક છે તો તેવામાં તે વધારાનો ટૉપ-અપ કવરનો લાભ મેળવી શકશે. જો કોઈ પરિવાર તેના અંતર્ગત નથી આવતો તો 70 વર્ષના નાગરિક માટે આ નવા કવરનો લાભ હશે.”
એન્જિનિયર રશીદે જેલમાંથી છૂટ્યા બાદ પીએમ મોદી, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી વિશે શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરની બારામૂલા બેઠક પરથી સાંસદ એન્જિનિયર રશીદને વચગાળાના જામીન મળ્યા બાદ તેઓ બુધવારે જેલમાંથી છૂટ્યા છે.
તેમણે કહ્યું, “હું ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને કહેવા માગુ છું કે મારી લડાઈ લોકો માટે છે. તેમની વાત કરીને હું મારા કદ અને બલિદાનને અવગણવા નથી માગતો.”
બહારથી ભાજપને સમર્થન કરવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું, “તમે એવું કહી શકો છો. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ સામે અંતિમ શ્વાસ સુધી લડીશ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ઉમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો હતો કે રશીદ ભાજપ માટે કામ કરે છે એવું ખુદ મહેબૂબા મુફ્તી બોલ્યાં હતાં.
તેમણે રશીદને જામીન મળવા મામલે કહ્યું હતું, “રશીદને જામીન બારામૂલાના લોકોની ખિદમત કરવા નથી મળી. તેમને જામીન સંસદમાં ઉપસ્થિત રહીને કામકાજ કરવા નથી મળી. તેમને જામીન માત્ર મત માટે મળી છે. ત્યારબાદ તેમને ફરી તિહાડ જેલમાં મોકલી દેવામાં આવશે.”
એન્જિનિયર રશીદને કોર્ટે બે ઑક્ટોબર સુધી જામીન મળ્યા છે. આ જામીન જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે.
ભાજપનો આરોપ, ‘અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારત વિરોધી સાંસદ સાથે કરી મુલાકાત’
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાતને લઈને ભાજપે નવા આરોપો લગાવ્યા છે.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કથિત ભારત વિરોધી અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમર સાથે મુલાકાત કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “રાહુલ ગાંધીએ ભારત વિરોધી અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમર સાથે મુલાકાત કરી છે. તે એ અમેરિકન સાંસદો પૈકીના એક છે જેઓ પાકિસ્તાન સરકાર દ્વારા કરાવાયેલા પીઓકે પ્રવાસમાં સામેલ હતા.”
તેમણે કહ્યું, “ઇલ્હાને મુસ્લિમ બ્રધરહુડ અને આઈએસઆઈ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતા નિવેદનો આપ્યાં છે. રાહુલ ગાંધી એ પહેલા વિપક્ષના નેતા છે જેમનું નામ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભારત વિરોધી નિવેદનમાં લીધું હતું.”
આ પહેલા રાહુલ ગાંધીએ પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને આરએસએસ સામે આરોપો લગાવ્યા હતા.
વિદેશમાં આપેલાં આ નિવેદનો મામલે રાહુલ ગાંધી પર ભાજપ આક્રમક છે.
પ્રેસિડેન્શિલ ડિબેટ: કમલા હૅરિસે આર્થિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પને ઘેર્યા
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં સામસામે છે. બંને વચ્ચે આ પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ છે.
ડિબેટની શરૂઆત કરતાં કમલા હૅરિસે ટ્રમ્પની આર્થિક નીતિઓ પર સવાલ કર્યા હતા.
તો ટ્રમ્પે હૅરિસને પૂછ્યું કે "શું તમને લાગે છે કે અમેરિકા ચાર વર્ષ પહેલાંની તુલનામાં સારી સ્થિતિમાં છે?"
આના પર કમલા હૅરિસે કહ્યું કે તેઓ એક અવસરવાળી અર્થવ્યવસ્થા બનાવવાનો પ્લાન કરી રહ્યાં છે.
કમલા હૅરિસે કહ્યું, "ટ્રમ્પ અગાઉની જેમ અબજોપતિઓ અને વેપારીઓને ટૅક્સમાં છૂટ આપવાની યોજના બનાવી રહ્યા છે."
તેમણે કહ્યું, "ટ્રમ્પ જે કહે છે, તેની ટીકા 16 નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી કરી ચૂક્યા છે અને તેમનું માનવુ્ં છે કે જો તેને લાગુ કરાશે તો આગામી વર્ષે મંદી આવી જશે."
હૅરિસે કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પે અમને મહામંદી બાદના સૌથી ખરાબ બેરોજગારીના સમયમાં છોડી દીધા હતા. અમારે ડોનાલ્ડ ટ્રમ્પે ફેલાવેલી અર્થવ્યસ્થાને સાફ કરવી પડી."
હૅરિસે 'પ્રોજેક્ટ 2025'ને ખતરનાક યોજના ગણાવ્યો અને કહ્યું કે જો ટ્રમ્પ જીતશે તો તેઓ તેને લાગુ કરી દેશે.
હૅરિસે બૉર્ડર સંબંધિત સમસ્યા માટે ટમ્પને જવાબદાર ઠેરવ્યા
પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હૅરિસે કહ્યું કે હવે આપણે અપ્રવાસન (ઇમિગ્રેશન)ની બાજુ પાછા આવી ગયા છીએ.
તેમણે કહ્યું, "તેઓ મંચ પર એકમાત્ર એવાં છે જે તસ્કરો પર કેસ ચલાવવા પર કામ કરી રહ્યાં છે."
કમલા હૅરિસ અગાઉ પણ બાય પાર્ટિશન બૉર્ડર સિક્યૉરિટી બિલ મુદ્દે ટ્રમ્પને ઘેરી ચૂક્યાં છે.
આ બિલનો ડેમૉક્રેડિટ્સે વિરોધ કર્યો છે.
હૅરિસે કહ્યું, "તમે જાણો છો શું થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને કૉંગ્રેસમાં કેટલાક લોકોએ ફોન કર્યો અને કહ્યું કે બિલ ખતમ કરો. કેમ? કેમ કે તેમણે કોઈ સમસ્યાને ઠીક કરવાને બદલે સમસ્યા સાથે ચાલવાનું પસંદ કર્યું છે."
ધ એબીસી ન્યૂઝ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કૅપિટલ હિલમાં થયેલાં રમખાણો મુદ્દે સવાલજવાબ થયા.
આ રમખાણો પર ટ્રમ્પને તેમની ભૂમિકા અંગે પુછાયું કે તેમણે હુમલા અગાઉ વ્હાઇટ હાઉસમાં પોતાના ભાષણમાં પોતાના સમર્થકોને કૅપિટલ સુધી માર્ચ કરવાનું કહ્યું અને ટીવી પર હુમલા જોયા.
તેમજ તેમણે એક ટ્વીટ કરીને ઉપદ્રવીઓને ચાલ્યા જવાનું કહ્યું.
આના પર ટ્રમ્પે કહ્યું, "મેં મારા ભાષણમાં શાંતિપૂર્ણ રીતે અને દેશભક્તિથી કહ્યું હતું, બાદમાં નહીં."
તેમણે કહ્યું કે તેમના ભાષણમાં હિંસાને કોઈ આવાહન કરાયું નહોતું.
આના પર મૉડરેટે તેમને પૂછ્યું, "તમે તે દિવસે જે કર્યું એનો તમને કોઈ પસ્તાવો છે?"
ટ્રમ્પે કહ્યું, "તેમણે મને ભાષણ આપવા માટે કહ્યું હતું. બાકી મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી."
તેમણે આના માટે સુરક્ષા વ્યવસ્થા નહીં કરવા માટે ડેમૉક્રેડિટ પાર્ટીનાં લીડર નૅન્સી પેલોસીને જવાબદાર ઠેરવ્યાં હતાં.
6 જાન્યુઆરી, 2021માં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ કૅપિટલ હલ્લો મચાવ્યો હતો.
ટ્રમ્પ પર કૅપિટલમાં રમખાણો ભડકાવાનો આરોપ છે, આ કેસ હજુ પડતર છે.
આ કેસમાં 1,200થી વધુ લોકોની ધરપકડ થઈ છે અને સેંકડો લોકોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
મણિપુરમાં 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ રહેશે
ગુવાહાટીથી બીબીસી માટે લખતા દિલીપકુમાર શર્મા અનુસાર, મણિપુર સરકારે મંગળવારે એક આદેશ બહાર પાડીને રાજ્યમાં અસ્થાયી રીતે આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે.
તેમજ મૈતેઈ બહુલ ઇમ્ફાલ ઈસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ અને થૌબલ જિલ્લામાં મંગળવારે સવારે અગિયાર વાગ્યાથી આગામી આદેશ સુધી કર્ફ્યૂ લગાવાયો છે.
રાજ્યમાં ગત પહેલી સમ્ટેમ્બરથી ભડકેલી હિંસા બાદ રાજધાની ઇમ્ફાલ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
રાજ્યના પોલીસવડાને હઠાવવાની માગ સાથે વિરોધપ્રદર્શન દરમિયાન મંગળવારે સુરક્ષા દળો સાથે થયેલા ઘર્ષણમાં 100થી વધુ વિદ્યાર્થી ઘાયલ થયા છે.
મણિપુર સરકારના ગૃહ વિભાગે 10 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યાથી 15 સપ્ટેમ્બર રવિવાર બપોરે 3 વાગ્યા સુધી પાંચ દિવસ માટે રાજ્યમાં "લીઝ લાઇન, વીસૅટ, બ્રૉડબ્રૅન્ડ અને વીવીએન સેવાઓ સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ રોકવા-અસ્થાયી રીતે પ્રતિબંધિત કરવાનો" આદેશ આપ્યો છે.
ગૃહ વિભાગે આ આદેશમાં કહ્યું કે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા "લોકોની ભાવના"ને ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તસવીરો, અભદ્ર ભાષા અને ઘૃણાસ્પદ વીડિયો સંદેશ મોકલવા જેવી આંશકાને ધ્યાનમાં રાખીને અસ્થાયી રીતે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ગત પહેલી સપ્ટેમ્બરે ઇમ્ફાલ ઘાટીમાં કેટલાંક ઝૂંપડાંમાં અત્યાધુનિક ડ્રોન અને રૉકેટ હુમલાઓ બાદ અહીં વિરોધપ્રદર્શન શરૂ થયું છે.
મણિપુરમાં ડ્રોન અને રૉકેટ હુમલાઓ સહિત હિંસાની તાજેતરની ઘટનાઓમાં કમસે કમ આઠ લોકો માર્યા ગયા છે અને બારથી વધુ ઘાયલ થયા છે.
અમેરિકા અને બ્રિટનના વિદેશમંત્રી એક સાથે યુક્રેન જશે
અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન અને બ્રિટનના ડેવિડ લૅમી આ અઠવાડિયે એક સાથે યુક્રેન જશે. બંનેએ કહ્યું કે રશિયા સામે યુક્રેનનો સાથ આપવા માટે એક નાજુક પળ છે.
ડેવિડ લૅમીએ કહ્યું કે દાયકામાં આ પહેલી આવી મુલાકાત હશે. આ યુક્રેન પ્રત્યે પશ્ચિમી દેશોની પ્રતિબદ્ધતા દર્શાવશે.
તો બ્લિંકને કહ્યું કે અમેરિકા અને બ્રિટનની પ્રાથમિક યુક્રેનને સુરક્ષા મુદ્દે સહાય કરવાની છે.
અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન અને બ્રિટનના ડેવિડ લૅમીએ આરોપ મૂક્યો કે ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા રશિયાની મદદ કરી રહ્યા છે.
બ્લિંકને કહ્યું કે અમેરિકા ઈરાનની વિરુદ્ધ નવા પ્રતિબંધોની જાહેરાત કરશે, કેમ કે તે બૅલેસ્ટિક મિસાઇલ રશિયાને આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)