You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટીલ ગુરુવારે કેમ ઉમેદવારી ફૉર્મ ના ભરી શક્યા?
ગુજરાત ભાજપ દ્વારા 14 એપ્રિલે કરવામાં આવેલી જાહેરાત અનુસાર પક્ષના રાજ્ય એકમના અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ગુરુવાર 18 એપ્રિલના રોજ ફૉર્મ ભરવાના હતા. જોકે તેમણે ગુરુવારે ફૉર્મ ભર્યું નથી અને હવે તેઓ શુક્રવારે ફૉર્મ ભરશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ લોકસભાની ચૂંટણી માટે નવસારી બેઠક પરથી ઉમેદવારી કરતાં પહેલાં એક રોડ શોનું આયોજન કર્યું હતું.
આ રોડ શોમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ગુજરાત ભાજપનાં અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
જોકે, અહેવાલ અનુસાર આ રોડ શો લાંબો ચાલ્યો અને તેઓ 12:39નું વિજય મુર્હુત ચૂકી ગયા હતા. આ કારણે તેમણે આજે ઉમેદવારી ભરવાનું માંડી વાળ્યું.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે નવસારીથી બે ટર્મના સંસદ સભ્ય સી.આર. પાટીલ શુક્રવારે વિજય મુર્હુત એટલે કે 12:39 વાગ્યે ઉમેદવારી પત્ર દાખલ કરશે.
ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી ભાજપ 26માંથી 26 સીટ જીતી રહ્યો છે અને આ વખતે પણ પાટીલે એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે.
નવસારીમાં સી.આર. પાટીલની સામે કૉંગ્રેસે નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.
સી.આર. પાટીલ 2019ની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી ચૂંટાયા હતા. પાટીલ ચોથી વાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતની દરેક બેઠક પર લોકસભાના ઉમેદવારોને નામાંકન ભરવા માટે 19 એપ્રિલ છેલ્લો દિવસ છે. ગુજરાતની દરેક સીટ પર ત્રીજા તબક્કામાં સાતમી મેનાં રોજ મતદાન થશે.
ઈડીએ રાજ કુંદ્રાની અંદાજે 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) 2002 હેઠળ વેપારી રાજ કુંદ્રાની 97.79 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે.
ઈડીએ આપેલી માહિતી અનુસાર, જપ્ત કરાયેલી સંપત્તિમાં જુહૂમાં રાજ કુંદ્રાનાં પત્ની અને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે ફ્લૅટ સામેલ છે.
આ સિવાય રાજ કુંદ્રાના નામે પુણેનો ફ્લૅટ અને ઇક્વિટી શૅર પણ જપ્ત કર્યા છે.
જુલાઈ 2021માં મુંબઈ પોલીસે કારોબારી રાજ કુંદ્રાની પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને તેને કોઈ ઍપના માધ્યમથી મોકલવાના આરોપસર ધરપકડ કરાઈ હતી.
બાદમાં રાજ કુંદ્રાને જામીન મળી ગયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સાણંદમાં રોડ શો, ચૂંટણીપ્રચારનો પ્રારંભ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નળસરોવર ચોકથી સાણંદ સુધી રોડ શો યોજ્યો હતો.
આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમિત શાહે સાણંદથી તેમના ચૂંટણીપ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે.
ગાંધીનગરના વર્તમાન સાંસદ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ફરી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.
સાણંદની સાથે તેમની કલોલમાં પણ રેલી યોજાશે.
તેમજ અમદાવાદમાં ઘાટલોડિયા, નારણપુરા વગેરેમાં પણ રોડ શોનું આયોજન છે. તેમજ સાંજે વેજલપુર ખાતે ચૂંટણીસભાને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે કૉંગ્રેસે સોનલ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે.