પંજાબ : બાળકીના મૃત્યુ પહેલાં પરિવારે એવું શું કર્યું કે ખુદ PM મોદીએ આભાર માન્યો?

પ્રકાશિત

પંજાબનાં અમૃતસરની 39 દિવસની અબાદતકોર હવે આ દુનિયામાં નથી પરંતુ તેણીનાં જતાંજતાં પરિવારે એક એવો નિર્ણય લીધો હતો, જેના લીધે તેઓ ચારેતરફ ચર્ચામાં છે.

અબાદત જન્મથી જ ગંભીર બીમારીથી પીડાતી હતી. તેણીનો જીવ બચાવી શકાયો નહીં.

જોકે, તેણીના પરિવારે તેની કિડની દાન કરવાનો નિર્ણય લીધો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં પોતાના કાર્યક્રમ 'મન કી બાત'માં તેમના આ કાર્યની પ્રશંસા કરી હતી અને પરિવારનો આભાર માનવા માટે બોલાવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના? અબાદતનાં માતાપિતાના શબ્દોમાં....