You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...
વિશ્વના સૌથી વધુ ચર્ચિત જહાજ ટાઇટેનિકનો કાટમાળ જોવા ઍટલાન્ટિક મહાસાગરમાં ગયા બાદ ગુમ થઈ ગયેલી સબમરીન ટાઇટનની શોધમાં સામેલ યુએસ કોસ્ટ ગાર્ડ તેનો પાછળનો ભાગ અને લૅન્ડિંગ ફ્રેમ મળી આવ્યા છે. જેને કારણે તેમાં બેઠેલાં તમામ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકાના કોસ્ટ ગાર્ડે સબમરીનમાં સવાર પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કોસ્ટ ગાર્ડના ઍડ્મિરલ જૉન મૉગરે જણાવ્યું છે કે સબમરીનના પાંચ ભાગ ટાઇટેનિક જહાજના કાટમાળના આગળના ભાગથી 1600 ફૂટ નીચે મળ્યા છે.
સબમરીન ટાઇટનનો મુખ્ય જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયા તેના શોધકાર્યમાં જોડાયેલા અમેરિકન કોસ્ટ ગાર્ડે સબમરીનમાં મોટા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.
સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ શહઝાદા, દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમૅન હૅમિશ હાર્ડિંગ, આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઑશનગેટના સીઈઓ સ્ટોકટન રશ અને ફ્રેન્ચ ઍક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સહિતના પાંચ લોકો હતા.
દાઉદ પરિવારે 48 વર્ષીય શાહજાદા અને તેમના 19 વર્ષના પુત્ર સુલેમાનના નિધન પર શોક જાહેર કર્યો છે. સબમરીનમાં રહેલા હૅમિશ હાર્ડિંગના પરિવારે પણ તેમના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો છે.
સબમરીન ટાઇટનમાં પાંચ લોકો 1912માં ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ટાઇટેનિક જહાજ જોવા માટે ગયા હતા.ગુરુવારે યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે રિમોટ ઓપરેટેડ વ્હીકલ- આરઓવીને ટાઇટેનિકની નજીકના સર્ચ વિસ્તારમાં જગ્યાએ થોડો કાટમાળ મળ્યો હતો.
ડાઈવિંગ એક્સપર્ટ ડેવિડ મિઅરન્સ પાસેથી મળેલી એક અપડેટ અનુસાર કાટમાળમાં લૅન્ડિંગ ફ્રેમ અને સબમર્સિબલનો પાછળનો ભાગ પણ મળી આવ્યો હતો. ન્યૂફાઉન્ડલૅન્ડના દરિયા કિનારા નજીક સમુદ્રના પેટાળમાં પડેલો ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા આ સબમરીન કેટલાક લોકોને લઇને રવિવારે રવાના થઈ હતી.
સબમરીન શોધવાના કામમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ હતી. અમેરિકન કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બચાવ અભિયાન અત્યંત જટિલ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડનને જે ગ્રીન ડાયમંડ આપ્યો તે શું છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી અને તેમને કેટલી ભેટ-સોગાદો આપી. જેમાં સૌથી ચર્ચામાં છે ગ્રીન ડાયમંડ. પીએમ મોદીએ ફર્સ્ટ લેડી ઑફ અમેરિકા જિલ બાઇડનને 7.5 કૅરેટનો ઇકૉ-ફ્રેન્ડ્લી ડાયમંડ ભેટમાં આપ્યો.
પીએમ મોદીએ જે હીરો ભેટમાં આપ્યો છે કે કિંમતી છે. આ હીરો એડવાન્સ ટેકનૉલૉજીથી બનાવવામાં આવ્યો છે. તેને બનાવવામાં રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ લૅબ ગ્રોન ગ્રીન ડાયમંડ શું છે? તે કેવી રીતે બને છે? તેમાં શું ખાસ હોય છે અને તે સામાન્ય ડાયમંડથી કેવી રીતે અલગ પડે છે? આ બધા વિશે અમે હીરા ઉદ્યોગના જાણકારો સાથે વાત કરી.
આ એક લૅબમાં બનેલો હીરો છે, પણ તે હીરો પૃથ્વી પરથી ખોદેલા હીરા જેવા જ કેમિકલ અને ઑપ્ટિકલ ગુણધર્મો ધરાવે છે.
પીએમ મોદીએ જે ડાયમંડ અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડનને ભેટમાં આપ્યો છે તે સુરતમાં બન્યો છે. સુરત હીરા ઉદ્યોગનું હબ મનાય છે.
અહીં વિશ્વના દર 11 કટ-પૉલિશ કરેલા હીરા પૈકીના 9 હીરા સુરતમાં કટ-પૉલિશ થાય છે.
સુરતની ગ્રીનલૅબ નામની કંપનીમાં આ ડાયમંડ બન્યો છે. ગ્રીન લૅબના માલિક છે મુકેશ પટેલ.
ગ્રીનલૅબની સ્થાપના 1960માં થઈ હતી. હાલ આ કંપની લૅબ ગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. લૅબ ગ્રોન ડાયમંડ બનાવવાના યુનિટમાં તેણે 25 મેગાવૉટનો સોલર પ્લાન્ટ પણ નાખ્યો છે. આ સોલર પ્લાન્ટ 90 એકર જમીનમાં પથરાયેલો છે.
ગ્રીનલૅબમાં 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. દર મહિને અહીં 1.25 લાખ કૅરેટ ડાયમંડ કલ્ટિવેશનનું કામ થાય છે.
મુકેશ પટેલના પુત્ર સ્મિત પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે, "આ ડાયમંડ અમારી કંપનીએ નથી બનાવ્યો, પરંતુ આ ડાયમંડ ભારતના તમામ ડાયમંડ ઉદ્યોગકારો તરફથી ભેટમાં આપવામાં આવ્યો છે."
સ્મિત પટેલ કહે છે, “આ હીરાની કોઈ વૅલ્યૂ નથી પણ સુરતમાં જે લૅબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઊભરી રહી છે, તેનું આ પ્રતીક છે.”
ગ્રીનલૅબનું ટર્ન-ઓવર 1000 કરોડ રૂપિયાનું છે. તે ડાયમંડ કટ-પૉલિશ કરવા સિવાય લૅબ ગ્રોન ડાયમંડ પણ બનાવે છે અને સાથે જ્વેલરી પણ. 1000 કરોડના ટર્ન-ઓવરમાં મહદંશે નિકાસ વધુ છે.
ટાઇટેનિકની એ તસવીરો જે પહેલાં તમે ક્યારેય નહીં જોઈ હોય
ટાઇટેનિક, ડૂબી ગયેલા આ પ્રસિદ્ધ જહાજ વિશે હવે જે ખુલાસા થયા છે, એ વિશે તમે કદી સાંભળ્યું નહીં હોય.
આ ટાઇટેનિકની પહેલી ડિજિટલ સ્કૅન કૉપી છે, તેને સીફ્લોર મેપિંગ ટેકનિકથી
ઍટલાન્ટિકમાં 3800 મીટર ઊંડે લઈ જવામાં આવી છે.
આ ટેકનિકે આખા જહાજનું 3ડી વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કર્યું, જેની મદદથી આ જહાજ હવે આપણે જોઈ શકીએ છીએ
1912માં સમુદ્રમાં ડૂબેલા આ જહાજનું વાસ્તવમાં શું થયું, તેની તસવીરો અહીં દર્શાવાઈ છે.
જ્યારે આ જહાજ ઇંગ્લૅન્ડથી ન્યૂ યોર્કની મુસાફરી કરી રહ્યું હતું, ત્યારે તે સાઉથેમ્પ્ટન અમેરિકામાં હિમખંડ સાથે અથડાયું હતું. જેમાં 1500થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
ટાઇટેનિકના સ્પેશિયાલિસ્ટ પાર્ક સ્ટીફેન્સને બીબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ જહાજ વિશે હજુ પણ સવાલો ઊભા જ છે, બુનિયાદી સવાલો છે, જેના જવાબ આપવાની જરૂર છે.”
તેમણે સમજાવ્યું કે, “આ મૉડલ કોઈ અટકળ નથી, પરંતુ ટાઇટેનિકની કહાણીના પુરાવા આધારિત સંશોધન તરફ આગળ લઈ જવા માટેનાં મહત્ત્વપૂર્ણ પગલાંઓમાંથી એક છે.”
1985માં આ કાટમાળ મળ્યો એ પછી ટાઇટેનિકનાં રહસ્યોને ઉકેલવાના ઘણા પ્રયાસ થયા, પરંતુ ત્યાં ઊંડે એટલું અંધારું છે કે કૅમેરાથી કાટમાળની માત્ર મર્યાદિત તસવીરો જ લઈ શકાઈ છે, તેની સંપૂર્ણ તસવીર લઈ શક્યા નથી.
આ નવા સ્કૅનમાં ટાઇટેનિકના કાટમાળની સંપૂર્ણ તસવીર લઈ શકાય છે, તે પૂરા કાટમાળને સ્કૅન કરી શકે છે. આ કાટમાળ બે ભાગમાં વહેંચાયેલું છે. જહાજના આગળના અને પાછળના ભાગ વચ્ચે 800 મીટરનું અંતર છે.
ડીપ-સી મેપિંગ કંપની મેગેલન અને ઍટલાન્ટિક પ્રોડક્શન દ્વારા 2022માં આ સ્કૅન કરવામાં આવ્યું હતું, મૂળે તે ડૉક્યુમેન્ટરી પ્રોજેક્ટ માટે સ્કૅન કરાયું હતું.
એક વિશેષ ટીમ દ્વારા આ જહાજના કાટમાળની લંબાઈ અને પહોળાઈ માપવામાં અંદાજે 200 કલાક લાગ્યા હતા.
પગ પર પગ ચઢાવીને બેસવું સ્વાસ્થ્ય માટે જોખમી કેમ છે?
શું તમે આરામથી બેઠા છો? તમે કઈ રીતે બેઠા છો? તમારા પગ શું કરે છે?શું તમે પલાંઠીવાળીને બેઠા છો? શું તમે એ લોકોમાંથી એક છો જે ડાબી કે જમણી બાજુ પગ પર પગ ચઢાવીને બેસે છે?
62 ટકા લોકો તેમના પગ જમણી બાજુ તરફ વાળીને બેસે છે. 26 ટકા લોકો ડાબી બાજુ ક્રૉસ કરે છે. 12 ટકા લોકો જ્યારે પણ શક્ય હોય ત્યારે પગ ક્રૉસ કરીને બેસે છે.
સામાન્ય રીતે આપણે બંને પ્રકારની પ્રક્રિયામાં ખુરશી પર પગ ક્રૉસ કરીને બેસીએ છીએ. એક પ્રક્રિયામાં ઘૂંટણ ક્રૉસ કરીને તો બીજી પ્રક્રિયામાં ઘૂંટી ક્રૉસ કરીને બેસીએ છે.
જોકે પગ ક્રૉસ કરીને બેસવું આરામદાયક છે, શું તે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે? ચાલો આપણે જાણીએ કે સંશોધન તેના વિશે શું કહે છે?
શરૂઆતના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પગ પર પગ ચઢાવીને બેસવાથી હિપ્સની ગોઠવણીમાં તફાવત જોવા મળે છે. તે એકબીજા કરતાં મોટા બને છે.
તેમજ પગ, ઘૂંટણ જેવા શરીરના નીચેના ભાગોમાં રક્તના વહનની ઝડપ ઘટી જાય છે. તે લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે.
કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ઘૂંટણવાળીને બેસવું એ પગની ઘૂંટીને ક્રૉસ કરીને બેસવા કરતાં વધુ જોખમી હોય છે.
આ રીતે બેસવાથી નસોમાં રક્તના પરિભ્રમણની ગતિ ઓછી થાય છે અને બ્લડપ્રેશર વધે છે. તેને દૂર કરવા માટે હૃદયે કામ કરવું જોઈએ.
લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસવાથી માંસપેશીઓની લંબાઈ અને પેલ્વિક હાડકાની ગોઠવણીમાં લાંબા ગાળે ફેરફાર થઈ શકે છે.
આ ઉપરાંત એક અભ્યાસ દર્શાવે છે કે જે લોકો લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસે છે, તેમનું આખું શરીર આગળની તરફ ઝૂકી જાય છે. ગરદનના હાડકામાં અને માથાના ઍલાઇન્મેન્ટમાં પણ ફેરફાર થાય છે.
તેની ગરદન પર પણ અસર થાય છે કારણકે આવી રીતે બેસવાથી શરીરનો એક ભાગ બીજા ભાગની સરખામણીએ નબળો પડી જાય છે.
આ સાથે જ આપણે પેટના સ્નાયુઓ અને કરોડરજ્જુના નીચેના ભાગમાં ફેરફાર જોવા મળે છે. પલાંઠીવાળીને બેસવાથી આપણું પોસ્ચર બદલાઈ જાય છે.
વિદેશમાં ઠરીઠામ થવા માગતા ગુજરાતી સહિત ભારતીયો ઑસ્ટ્રેલિયાને કેમ વધુ પસંદ કરે છે?
રોહિતસિંહ અલગ શૈલીમાં ઉચ્ચાર કરે છે, જે તેમની માતૃભાષા કરતાં અલગ છે.
તેઓ ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી લગભગ એક કલાકના અંતરે આવેલા મોર્નિંગ્ટન દ્વીપકલ્પમાં રહેતા બીજી પેઢીના ભારતીય ઇમિગ્રન્ટ છે.
1990ના દાયકામાં ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા પછી તેમનાં માતા-પિતાએ અવનિ નામની એક બુટિક વાઇનરીની સ્થાપના કરી હતી અને રોહિતસિંહ તેના સંચાલનમાં તેમનાં માતા-પિતાને છેલ્લાં બે વર્ષથી મદદ કરી રહ્યા છે.
રોહિતસિંહના જણાવ્યા મુજબ, પાછલા દાયકામાં મેલબર્નમાં દક્ષિણ એશિયાઈ સમુદાયના લોકોના પ્રમાણમાં મોટો વધારો થયો છે. તેથી અવનિએ વાઇન પેરિંગ કાર્યક્રમોનું આયોજન શરૂ કર્યું છે. તેમાં પિનોટ ગ્રીસ (વાઇટ વાઇન)ની સાથે મીન પોલીચાથુ (દક્ષિણ ભારતની એક બેક્ડ ફિશ રેસિપી) અને પિનોટ નોઇર (રેડ વાઇન)ની સાથે દાલ મખની (ધીમા તાપે રાંધેલી કાળી મસૂરની દાળ) પીરસવામાં આવે છે.
આ પ્રયોગો, વિશ્વના સૌથી મોટા ‘ઇમિગ્રન્ટ રાષ્ટ્રો’ પૈકીના એક ઑસ્ટ્રેલિયામાં રહેતા 7,10,000થી વધુ ભારતીયો પૈકીના રસોઈયાઓ અને રેસ્ટોરાંને આભારી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં ભારતીય લોકોની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે.
દેશની છેલ્લી વસ્તીગણતરી મુજબ, ભારતીયો ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરીને આવેલા લોકોનું બીજા ક્રમનો સૌથી મોટો સમુદાય છે. તેમણે ચીની લોકોને પાછળ છોડી દીધા છે અને તેઓ અંગ્રેજ લોકો પછી બીજા ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે વિદેશોમાં વસવાટ કરવા માટે ગુજરાતીઓ માટે ઑસ્ટ્રેલિયા પણ એક પસંદગીનો દેશ છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં ઑસ્ટ્રેલિયામાં વસે છે.
ભારતીય લોકોના અહીં મોટા પ્રમાણમાં સ્થળાંતરનું કારણ ટેક્નોલૉજી સેક્ટર છે, કારણ કે આ દેશમાં કુશળ કર્મચારીઓની બહુ મોટી માગ છે.