અમેરિકા બ્રિજ દુર્ઘટના : છેલ્લો કૉલ જેણે કેટલાય લોકોના જીવ બચાવ્યા

પ્રકાશિત

948 ફૂટ લાંબું કંટેનર જહાજ ડેલીના ચાલક દળને જ્યારે લાગ્યું કે શું થવા જઈ રહ્યું છે, ત્યાર સુધી બહુ મોડું થઈ ગયું છે.

આ બાલ્ટીમોર હાર્બરથી શ્રીલંકાની 27 દિવસની યાત્રાની શરૂઆત હતી. બંદર છોડ્યા બાદ જહાજ આગળ વધ્યું અને તે બાલ્ટીમોરના પ્રતીક એવા ફ્રાંસિસ સ્કૉટના બ્રિજ તરફ જઈ રહ્યું હતું.

અડધી રાતનો સમય હતો. જહાજની લાઇટો અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે ચાલક દળના સભ્યો અંધારામાં જ રહી ગયા.

જહાજમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનો કામ કરતાં નહોતાં, મશીન ખરાબ થઈ ગયાં હતાં. જહાજ પર હાજર લોકોએ દરેક શક્ય કોશિશ કરી. પણ દુર્ઘટના થતી રોકી ન શકાઈ.

જહાજના નાવિકોને સમજાતું નહોતું કે શું કરીએ

સમસ્યાનું સમાધાન કરવા અને જહાજ પર નિયંત્રણને પાછું લેવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. ચાલક દળે અનેક પ્રયત્નો કર્યા પછી એલાર્મ વાગવા લાગ્યા.

જહાજ પર સવાર એક નાવિકે હેલ્સમૅને પરેશાન થઈને ચાલક દળને કહ્યું કે જહાજને બંદર તરફ વાળી દેવામાં આવે અને જહાજને બ્રિજ તરફ વધતું રોકવા માટે તેને લાંગરવામાં આવે.

જોકે માનવામાં આવે છે કે આપાતકાલીન જનરેટર શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જહાજે પોતાના ઇંજનની ક્ષમતા હાંસલ નહોતી કરી.

પાઇલટો પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો. સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 વાગ્યા પહેલાં તેમણે મે ડેનો આખરી કૉલ આપ્યો. તેમણે ચેતવણી આપી કે જહાજ અથડાવાનું છે.

થોડી વાર પછી મૅરીલૅન્ડ ટ્રાન્સપોર્ટેશન ઑથોરિટીના એક અધિકારીને રેડિયો ટ્રાફિક પર કહેતા સાંભળી શકાય છે કે, "એક જહાજ આવી રહ્યું છે અને તેણે પતવાર પર નિયંત્રણ ગુમાવી દીધું છે."

બાલ્ટીમોર પુલનો ઇતિહાસ

બાલ્ટીમોર બ્રિજને લોકો "કી બ્રિજ"ના નામથી ઓળખે છે. વર્ષ 1977માં આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પુલને 19મી સદીમાં થયેલા અમેરિકન કવિ ફ્રાંસિસ સ્કૉટનું નામ આપવામા આવ્યું હતું.

કવિ ફ્રાંસિસ સ્કૉટ અમેરિકાના રાષ્ટ્ર ગીત "સ્ટાર સ્પૈંગલ્ડ બેનર"ના રચયિતા છે.

આ બ્રિજ 2632 મીટર લાંબો હતો જે પટાપ્સકો નદીના બીજા કિનારે આવેલા બાલ્ટીમોર બંદરગાહને જોડતો હતો. અને આ નદી આ સ્થળે સમુદ્રમાં ભળી જાય છે.

આ દુર્ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે કંટેનર શિપ ડાલી જ્યારે બ્રિજના એક સ્તંભ સાથે અથડાય થાય છે ત્યાર પછી બ્રિજ ધરાશાયી થાય છે.

જહાજ વિશે શું જાણકારી છે?

સિંગાપુરમાં નોંધાયેલ આ જહાજ ગ્રીસની કંપની ઓશનબલ્ક માટે દક્ષિણ કોરિયામાં બનાવવામાં આવ્યું છે.

આ સમયે આ જહાજને સિનર્જિ ગ્રૂપ ચલાવી રહ્યું છે જે આવા જહાજોને ભાડે લે છે.

શિપિંગ ક્ષેત્રની મોટી કંપની મર્સ્કએ કહ્યું કે આ જહાજમાં તેમના કાર્ગો પણ હતા.

આ જહાજ મંગળવારે સવારે બાલ્ટીમોરના સીગર્ટ મરીન ટર્મિનલથી શ્રીલંકા જવા માટે રવાના થયું હતું.

ગવર્નર મૂરે કહ્યું કે બ્રિજ તરફ આગળ વધતા સમયે જહાજની ગતિમાં આવેલી ઝડપને નોંધી શકાય છે.

મરીન ટ્રાફિકના ડેટા પ્રમાણે જહાજે જેવું પોતાના માર્ગથી ભટકવાનું શરૂ કર્યું ત્યારે તેની ગતિ ધીમી થવા લાગી.

એકદમ તે જ સમયે જહાજની લાઇટ બંધ થઈ ગઈ અને જહાજના ફનેલમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો અને તેની ગતિ પણ ઓછી થઈ ગઈ.

ત્યારપછી આ જહાજ પુલ સાથે અથડાયું.

એક શિપિંગ નિષ્ણાંતે બીબીસીને જણાવ્યું કે આ દુર્ઘટના એન્જિન કે સ્ટીયરિંગ ખરાબ થવાથી અથવા જનરેટર બળી જવાને કારણે થઈ હશે.

“અકસ્માત કેટલો મોટો હતો”

બાલ્ટીમોરથી મળી રહેલી જાણકારી મુજબ સૂર્યોદય થતાની સાથે જ સ્પષ્ટ થયું કે અકસ્માત કેટલો મોટો હતો.

આ પુલનો કેટલોક ભાગ હજી પણ પાણીમાં ડુબેલો છે. જહાજ પણ હજી ઘટનાસ્થળે હાજર છે અને આ જહાજ પર અલગ-અલગ રંગોના કંટેનર છે.

તાપમાન અત્યંત ઓછું હોવાને કારણે બચાવકર્મીઓને પોતાનું કામ કરવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો.

જહાજના ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત

શ્રીલંકા જઈ રહેલા જહાજનું સંચાલન કરનારી કંપની સિનર્જિ મરીન ગ્રૂપે જાણકારી આપી છે જહાજનું ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ જહાજના ચાલક દળમાં 22 લોકો સામેલ છે જે ભારતીય છે.

કંપની તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસનોટ પ્રમાણે જહાજમાંથી કોઈપણ પ્રકારનો પ્રદૂષિત પદાર્થ ઢોળાઈ નથી રહ્યો.

આ ઘટનાની તપાસ માટે ક્વૉલિફાઇડ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સીડેન્ટ રિસ્પૉન્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

એક ઇમરજન્સી ફોને લોકોના જીવ બચાવ્યા

આવેલી સમસ્યાને પહોંચી વળવાના અને વહાણને નિયંત્રણમાં પાછું લાવવાના પ્રયાસો અસફળ રહ્યા. અનેક પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે કેટલાક એલાર્મૉ વગાડવામાં આવ્યા હતા.

હોડી પરના એક સ્થાનિક નાવિકસવારે બેચેનીમાં આદેશ આપ્યો. હૅલ્મસમેને ક્રૂને જહાજને બંદર તરફ ફેરવવાનું કહ્યું અને જહાજને પુલ તરફ વહી જતું અટકાવવા માટે લંગર છોડવાનું કહ્યું.

જોકે, ઇમરજન્સી જનરેટર શરૂ કરવામાં આવ્યું હતું, તેમ છતાં જહાજ તેના ઍન્જિનની ક્ષમતા પાછી મેળવી શક્યું નથી.

પાઇલટો પાસે કોઈ વિકલ્પ ન હતો. સ્થાનિક સમય મુજબ બપોરે દોઢ વાગ્યાના થોડા સમય પહેલાં છેલ્લો કૉલ કર્યો. તેમણે ચેતવણી આપી હતી કે જહાજ અથડાવાનું છે.

થોડા સમય બાદ મૅરીલૅન્ડ ટ્રાન્સપૉર્ટેશન ઑથોરિટીના અધિકારી રૅડિયો ટ્રાફિક પર એમ કહેતા સાંભળવા મળે છે કે, "એક જહાજ આવી રહ્યું છે અને તેણે નિયંત્રણ ગુમાવ્યું છે."

તેઓ કહી રહ્યા હતા કે જ્યાં સુધી તમે તેને નિયંત્રિત નહીં કરો ત્યાં સુધી આપણે ટ્રાફિક રોકવો પડશે.

આ ઇમરજન્સી કૉલ હતો જેના કારણે થયેલી ત્વરિત કાર્યવાહીએ અનેક લોકોની જાન બચાવી.

અધિકારીઓ આવેલા ફોન અને જહાજ અથડાય તેની વચ્ચેની બે મિનિટમાં પુલ પર અવરજવર રોકવા માટે સક્ષમ હતા.

પુલ પર કામ કરી રહેલા સડકદળના છ લોકોને મૃત માની લેવામાં આવ્યા છે.

મૅરિલૅન્ડના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ પુલ

સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે છ કર્મચારીઓ મૅક્સિકો, ગ્વાટેમાલા, હૉન્ડુરાસ અને અલ સાલ્વાડૉરના નાગરિકો હતા. બીબીસીએ સ્વતંત્રપણે તેની પુષ્ટિ કરી નથી. ટિપ્પણી માટે દૂતાવાસના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.

જહાજના ચાલકદળના તમામ 22 સદસ્યો ભારતીય છે. ભારત વૈશ્વિક સમુદ્રી ઉદ્યોગમાં એક પ્રમુખ ખેલાડી છે.

જહાજના ચાલકદળમાંથી કોઈને પણ મોટી ઇજા થઈ નથી.

આ પુલ 47 વર્ષ પહેલાં ખોલવામાં આવ્યો હતો. તેના પડી જવાથી ગવર્નર મૂર સહિત અનેક લોકો આઘાતમાં આવી ગયા.

દરરોજ અહીંથી 30 હજાર મૅરિલૅન્ડવાસીઓ આવાગમન કરે છે.

ગવર્નર મૂરે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, "47 વર્ષથી આ પુલ અમારું અભિન્ન અંગ બની ચૂક્યો હતો."

એ હજુ સ્પષ્ટ થયું નથી કે ક્યા કારણોસર જહાજનું નિયંત્રણ ખોરવાઈ ગયું.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સૅફ્ટી બૉર્ડના વડા જેનિફર હૉમેન્ડીએ જણાવ્યું હતું કે, તપાસ કરનારા લોકો હવે ટ્રાવેલ ડેટા રજિસ્ટ્રીમાંથી ડેટાની તપાસ કરશે.

બાલ્ટીમોરમાં મંગળવારની સવારે જેવો સૂર્ય ઉગ્યો કે પુલની નજીક રહેતા લોકોએ પુલ સાથે જહાજ અથડાતા જોઈને આઘાત વ્યક્ત કર્યો હતો.

નદીની નજીક રહેતા જ્હૉન ફ્લૅન્સબર્ગે બીબીસીને કહ્યું, "મને લાગ્યું કે... આખું ઘર ધ્રૂજી ઊઠ્યું,"

આર્થિક સંકટનો ખતરો

અધિકારીઓએ વારંવાર એ વાત પર જોર આપ્યું છે કે તેમનું ધ્યાન લાપતા લોકોની તલાશ પર છે. વિશેષજ્ઞોએ એ ચેતવણી આપી છે કે આ ઘટના અમેરિકાના અમેરિકાના પૂર્વીય તટ પર સૌથી વ્યસ્ત બંદરોમાંથી એક એવા બાલ્ટીમોર બંદર પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પાડી શકે છે.

મૅરિલૅન્ડના સેનેટર બૅન ગાર્ડિને સંવાવદાતાઓને કહ્યું છે કે જળમાર્ગને ફરીથી ખોલી દેવો એ અમેરિકી અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક નીવડશે.

આ બંદર સ્ટીલ અને ઍલ્યુમિનિયમથી લઈને કૃષિ ઉપકરણો સુધીના સામાનનું પ્રમુખ ક્ષેત્રીય કેન્દ્ર છે. તેનો ઉપયોગ જનરલ મૉટર્સ અને હૉન્ડા સહિતના વાહનનિર્માતાઓ દ્વારા કરવામાં આવે છે. મૅરીલૅન્ડ પૉર્ટ ઑથોરિટીના ડેટાથી ખ્યાલ આવે છે કે આ બંદરે ગત વર્ષે ઓછામાં ઓછા 7,50,000 વાહનોની અવરજવરનું સંચાલન કર્યું.

આ પહેલીવાર બન્યું નથી કે ડાલી જહાજ આ પ્રકારના અકસ્માતનો શિકાર થયું હોય.

2016માં આ જહાજ બૅલ્જિયમના ઍન્ટવર્પ બંદરમાં થયેલા એક અકસ્માતમાં પણ સામેલ હતું. તે સમયે તેને વધુ નુકસાન કે ક્ષતિ પહોંચી ન હતી.