You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Ind Vs Pak : વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાનો ભારતનો રેકર્ડ યથાવત્

વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.

લાઇવ કવરેજ

  1. સેલ્ફી વિથ સહેવાગ

    બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ તથા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મેદાન ઉપર સાથે સેલ્ફી લીધી હતી.

  2. ભારત-પાકિસ્તાન સમર્થકોમાં ઉત્સાહ

    માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનના સમર્થક પહોંચ્યા હતા અને પોત-પોતાની ટીમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

  3. માનચૅસ્ટર પોલીસ સતર્ક

    માનચૅસ્ટરના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ગ્રેમી ઑપનશોના કહેવા પ્રમાણે, "માનચૅસ્ટર તથા ઑલ્ડ ટ્રેફૉર્ડ ખાતે સશસ્ત્ર પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે. પોલીસ નિષ્પક્ષ, મક્કમ તથા મૈત્રીપૂર્ણ રીતે તેની ફરજ બજાવવા ઇચ્છે છે, જેથી કરીને દર્શકોનો ઉત્સાહ જળવાય રહે. જોકે, કોઈપણ પ્રકારનું ગુનાહિત વર્તન સાંખી લેવામાં નહીં આવે.

  4. માનચૅસ્ટરનું હવામાન કેવું રહેશે?

    હવામાનનની આગાહી કરતી વેબસાઇટ weather.comની આગાહી પ્રમાણે, મૅચ દરમિયાન 11થી 18 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.

    સવારે આઠ કલાકે હવામા ભેજનું પ્રમાણ 82 ટકા હતું. વેબસાઇટે આગાહી વ્યક્ત કરી છે કે વરસાદ પડી શકે છે અને આગામી દિવસો દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

  5. ભારતીય ટીમ સારી રીતે દબાણ સાંખી શકે : હર્ષા ભોગલે

    જાણીતા ક્રિકેટ કૉમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલના મતે ભારતીય ટીમ દબાણને સારી રીતે સાંખી શકે છે.

  6. માનચૅસ્ટરમાં સ્ટેડિયમ ઉપર સૂર્યપ્રકાશ

    ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના કવરેજ માટે ઇંગ્લૅન્ડના માનચૅસ્ટર પહોંચેલા બીબીસીના ઍડમ માઉન્ટફૉર્ડના કહેવા પ્રમાણે, ઑલ્ડ ટ્રેફૉર્ડ ખાતે મેદાન ઉપર સૂર્ય પ્રકાશી રહ્યો છે.

  7. આ મૅચ રમાવી જોઈએ : સુનિલ ગાવસ્કર

    બીબીસીના સંવાદદાતા વિનાયક ગાયકવાડ સાથેની વાતચીતમાં ભારતના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું, "મારી ઇચ્છા છે કે આ મૅચ રમાવી જોઈએ પણ હવામાન અંગે આપણે કંઈ જાણતા નથી."

    તેમણે કહ્યું કે મુકાબલો પાકિસ્તાન માટે અત્યંત મહત્ત્વનો છે કારણ કે જો અહીં તેઓ હારી જાય છે તો વર્લ્ડ કપનું તેમનું અભિયાન અટકી શકે એમ છે.

    બીજી તરફ, ભારતીય ટીમ પર પ્રશંસકોની આશા પર ખરા ઊતરવાનું ભારે દબાણ હોવાનું પણ તેમનું કહેવું છે.

  8. માનચૅસ્ટરના હવામાન અંગે Google Trendsમાં ઉછાળ

    રવિવારે માનચૅસ્ટરનું હવામાન કેવું રહેશે તે અંગે ક્રિકેટચાહકોમાં ભારે ઉત્કંઠના જોવા મળી રહી છે, જેની સીધી અસર ગૂગલ ટ્રૅન્ડ્સ ઉપર પણ જોવા મળી હતી, જ્યાં માનચૅસ્ટરના હવામાન અંગે સર્ચમાં ઉછાળ જોવા મળ્યો હતો.

  9. પાક. PMએ ટીમને આપી ટિપ

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પાંચ ટ્વીટ કરીને ટિપ આપી હતી, જેમાં ઇમરાન ખાને કહ્યું હતું કે આજના સમયમાં 40 ટકા કૌશલ્ય અને 60 ટકા માનસિક સજ્જતા ઉપર આધારિત છે.

    ઇમરાને પરાજયની નકારાત્મક માનસિક્તા ત્યજીને આક્રમક વલણ અપનાવવાની સલાહ આપી હતી. ઇમરાન ખાનના મતે બંને ટીમના ખેલાડીઓ ઉપર માનસિક દબાણ હશે. ઇમરાન કહે છે કે ભારત ફેવરિટ હશે, પરંતુ છેલ્લા બૉલ સુધી પાકિસ્તાને લડવું જોઈએ.

    ઉલ્લેખનીય છે કે 1992માં ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાને વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપના મુકાબલાઓમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી નથી શક્યું, પરંતુ વન-ડે મુકાબલાઓમાં ભારત સામે પાકિસ્તાનનું પ્રદર્શન સારું રહ્યું છે.

  10. ભારતની ટીમ વધુ સારી : ઇન્ઝમામ ઉલ હક

    પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ ઉલ હકના મતે પાકિસ્તાનની ટીમની સરખામણીમાં ભારતની ટીમ વધુ સારી જણાઈ રહી છે.

    બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આપણે સૌ જાણીએ છીએ કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય પણ ભારતને હરાવી શક્યું નથી."

    તેમણે ઉમેર્યું, "આ સચ્ચાઈ છે. આ વખતે પણ મને પાકિસ્તાનની સરખામણીમાં ભારતની ટીમ વધુ સારી લાગી રહી છે."

  11. સુદર્શન પટનાયકે આપી શુભકામના

    ઓડિશામાં પુરીના દરિયા કિનારે રેતશિલ્પકાર સુદર્શન પટનાયકે મૅચ પૂર્વે કંઈક આવી રીતે ભારતીય ટીમને શુભકામના પાઠવી હતી.

  12. ગાવસ્કર સાથે મૅચ વિશે ખાસ વાતચીત

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ વિશે સુનિલ ગાવસ્કર શું માને છે? ઇંગ્લૅન્ડમાં અમારા સંવાદદાતા વિનાયક ગાયકવાડે તેમની સાથે વાત કરી. વાંચો અહીં

  13. વારાણસીમાં વિશેષ આરતી

    રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મૅચ પૂર્વે વારાણસીમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે વારાણસી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર પણ છે.

  14. પાકિસ્તાની ફેન્સ પહોંચ્યા માનચૅસ્ટર

    ભારત સામેની મહત્ત્વપૂર્ણ મૅચ પૂર્વે પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન મિસબાહ-ઉલ-હકે માનચૅસ્ટર ખાતે ભારત સામેની મૅચ જોવા પહોંચેલા પાકિસ્તાની ક્રિકેટ સપોર્ટર્સ સાથે મુલાકાત કરી હતી.

  15. વરસાદ ન પડે એવી ચાહકોની ઉમેદ

    અભિનેતા અલી ઝાફરે આકાશ તરફ જોતી તસવીર ટ્વીટ કરી હતી અને લખ્યું હતું, 'માન્ચેસ્ટરના આકાશ તરફ જોઈ રહ્યો છું, આશા છે કે વરસાદ ન પડે.'

  16. પાકિસ્તાનનો 4માંથી 1 મૅચમાં વિજય

    પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમાં ચાર મૅચ રમી ચૂકી છે.

    જેમાંથી એકમાત્ર મૅચ પાકિસ્તાનની ટીમ જીતી શકી હતી. બે મૅચમાં પાકિસ્તાનની હાર થઈ હતી.

    જ્યારે એક મૅચ વરસાદને લીધે રદ કરવામાં આવી હતી.

    અત્યારે પૉઇન્ટ ટેબલમાં ત્રણ પૉઇન્ટ સાથે પાકિસ્તાનની ટીમ નવમાં એટલે કે છેલ્લેથી બીજા ક્રમે છે.

  17. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

    આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં વન ડે મુકાબલો છે.

    ભારત અત્યાર સુધી 3 મૅચ રમી ચૂક્યું છે. જેમાંથી બે મૅચમાં ભારતની જીત થઈ છે અને એક મૅચ વરસાદને લીધે રદ કરાઈ હતી.

    પાંચ પૉઇન્ટ્સ સાથે ભારત અત્યારે પૉઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે.