અરે, આ કોણ મૅચ જોવા પહોંચ્યું?
માનચૅસ્ટરના ઓલ્ડ ટ્રૅફૉર્ડ સ્ટેડિયમ ખાતે ખાદીના કપડાંમાં પહોંચેલી માસ્કધારી આ વ્યક્તિ સાથે લોકોએ સેલ્ફી પડાવવા પડાપડી હતી, એ રાજનેતા કોણ જણાય છે?
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.
માનચૅસ્ટરના ઓલ્ડ ટ્રૅફૉર્ડ સ્ટેડિયમ ખાતે ખાદીના કપડાંમાં પહોંચેલી માસ્કધારી આ વ્યક્તિ સાથે લોકોએ સેલ્ફી પડાવવા પડાપડી હતી, એ રાજનેતા કોણ જણાય છે?
મૅચમાં બીજી વખત વરસાદનો અવરોધ આવ્યો હતો. અંતે પાકિસ્તાનની ઇનિંગ શરૂ થઈ હતી. ફખર જમા તથા ઇમામ ઉલ હક ઓપનિંગમાં ઉતર્યા છે.
બીબીસીના ખેલ વિશેષજ્ઞ ઍન્ડી ઝેલ્ટ્સમૅનના જણાવ્યા પ્રમાણે, રવિવારે ભારતે ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન ઉપર સર્વોચ્ચ સ્કોર ખડક્યો છે. અગાઉ ઇંગ્લૅન્ડે શ્રીલંકા સામે સાત વિકેટે 317 ખડક્યા હતા.
વરસાદ બાદ શરૂ થયેલી મૅચ બાદ ભારતે પાકિસ્તાનને 337 રનનો લક્ષ્યાંક આપ્યો.
ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 140 રન કર્યા. જ્યારે વિરાટ કોહલીએ 77 રન બનાવ્યા. કે. એલ. રાહુલે અર્ધસદી ફટકારતા 57 રન કર્યા.
પાકિસ્તાનની વાત કરીએ તો મોહમ્મદ આમીર સૌથી સફળ બૉલર રહ્યા.
તેમણે 10 ઓવરમાં 47 રન આપી 3 વિકેટ ઝડપી. જ્યારે હસન અલી અને વહાબ રિયાઝને એક-એક વિકેટ ઝડપવામાં સફળતા મળી.
લાહોરમાં પાકિસ્તાની ફેન્સે એકઠાં થઈને આ રીતે સાથે મૅચ જોવાનું આયોજન કર્યું.
વરસાદને કારણે અટકાવાયેલી ભારતીય ઇનિંગ ફરીથી શરૂ થઈ ગઈ છે.
હવે ભારતીય ઇનિંગમાં 20 દડા ફેંકાવાના બાકી છે.
વેસ્ટ ઇંડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારા તથા ભારતના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ સાથે પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર
બીસીસીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વરસાદને કારણે મૅચ અટકી ગઈ હતી, પરંતુ તેના કારણે મૅચની ઓવર્સમાં ઘટાડો નહીં કરવામાં આવે. સ્થાનિક સમય પ્રમાણે, 7.10 કલાકે મૅચ ફરી શરૂ થશે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇન્ઝમામ-ઉલ-હક્કે માનચૅસ્ટર પહોંચેલા બીબીસી સંવાદદાતા વિનાયક ગાયકવાડ સાથે વાત કરી હતી અને મૅચ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
વરસાદથી મૅચ અટકી ગયો ત્યારે બોલીવૂડ અભિનેત્રી સન્ની લિયોનીએ એક ટ્વીટ કરીને પૂછ્યું, 'Sunny ડેની જરૂર છે?' આ સાથે જ તેમણે #CWC2019, #GoAwayRains તથા #IndiaVsPakistan જેવા હૅશટૅગ મૂક્યા હતા.
હિમાચલ પ્રદેશની તિર્થન ઘાટીમાં આલુ વીણવા પહોંચેલા લોકોએ આ રીતે મોબાઇલ ઉપર ભારત-પાકિસ્તાન ક્રિકેટની મજા માણી હતી.
માન્ચૅસ્ટરમાં એ જ થયું જેનો ભય હતો. ભારતીય ઇનિંગની ત્રણ ઓવર ફેંકાવાની બાકી હતી કે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું.
એ બાદ અમ્પાયર્સે મૅચ અટકાવી દેવાનો નિર્ણય લીધો. મૅચ અટકાવાઈ ત્યાં સુધી ભારતનો સ્કોર ચાર વિકેટના નુકસાને 305 રન હતો.
ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ વન ડેમાં 11 હજાર રન કર્યા છે.
વિરાટ કોહલીએ 45મી ઓવરમાં હસન અલીના બૉલ પર ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ વન ડે કૅરિયરમાં 11,000 રન પૂર્ણ કર્યા.
આ સાથે જ ભારતીય કૅપ્ટન સૌથી ઝડપી 11 હજાર રન કરનારા બૅટ્સમૅન બની ગયા છે.
હાર્દિક પંડ્યા 19 રનમાં 26 રન બનાવી મોહમ્મદ આમીરની બૉલિંગમાં બાબર આઝમના હાથે ઝિલાઈ ગયા.
પોતાની ઇનિંગમાં હાર્દિક બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ અર્ધસદી ફટકારી છે.
ચાર ચોગ્ગા અને 103.77ની સ્ટ્રાઇકરેટ સાથે કોહલીએ 50 રન પૂર્ણ કર્યા છે.
શાનદાર સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા 140 રન બનાવી આઉટ થઈ ગયા છે.
રોહિતે કુલ 113 બૉલમાં 123.89ની રનરેટ સાથે 140 રન બનાવ્યા.
પોતાની ઇનિંગમાં રોહિતે 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
હાલમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા રમી રહ્યા છે.
બ્રાયન લારાએ સુનિલ ગાવસ્કર સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શૅર કરી હતી. બંને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં કૉમેન્ટરી કરવા માટે પહોંચ્યા હતા.
બીબીસીનાં પ્રેઝન્ટર ઇશા ગુહા સાથે બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ. 1983ના વર્લ્ડ કપ વિશે બની રહેલી એક ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યા છે.
હાથમાં દાંડિયા, માથા પર તિરંગો તથા ફૂમતાવાળી પાઘલડી સાથે કેટલાક સમર્થકો માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમને ચિયર કરવા માટે પહોંચ્યા હતા.
કહેવાની જરૂર છે કે આ સપોર્ટર્સ ક્યાંના છે?