You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બિપરજોય વાવાઝોડું : ભુજ પાસે આખો પુલ ધોવાયો, વાવાઝોડું નબળું થયું પણ હજી ભારે વરસાદનું જોખમ

બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું એ બાદ શું થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી નુકસાની થઈ?

લાઇવ કવરેજ

  1. બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું?

    અરબી સમુદ્રમાં અતિ તાકતવાર બનેલા બિપરજોય વાવાઝોડા અંગે ઘણાં મૉડલ એવું દર્શાવતાં હતાં કે આ વાવાઝોડું ઓમાન કે મસ્કત તરફ ફંટાઈ શકે છે.

    જે બાદ ફરી તેના માર્ગ વિશે અનિશ્ચિતતા સર્જાઈ હતી અને કેટલાંક મૉડલ એવું દર્શાવતાં હતાં કે તે ઇરાક તરફ કે પાકિસ્તાન તરફ જઈ શકે છે.

    11 જૂનના રોજ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું હતું છે કે વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર પર ટકરાય એવી સંભાવના છે.

    ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું અને તેની દિશા કેવી રીતે નક્કી થાય છે? જુઓ આ વીડિયોમાં.

    વીડિયો : બ્રિજલ શાહ/ સુમિત વૈદ્ય

  2. બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકાના દરિયાકાંઠે શું થયું?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, એ જેમ-જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે. એમ-એમ તેની અસર વધતી જોવા મળી રહી છે.

    બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકાના દરિયાકાંઠે પણ અસર જોવા મળી હતી. અહીં દરિયામાં મોજાં ઊછળી રહ્યાં હતાં. આ દૃશ્યો દ્વારકાના ગોમતીઘાટનાં છે.

    બીબીસી સંવાદદાતાતેજસ વૈદ્યે આપેલી માહિતી પ્રમાણે લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી દેવાઈ છે, સાથે જ ચેતવણીના બોર્ડ પણ અહીં મૂકવામાં આવ્યાં છે.

    આ સિવાય અન્ય જિલ્લાઓમાંથી પણ રાહતકામગીરી માટે ટીમોને દ્વારકામાં ખડકી દેવામાં આવી છે.

  3. વાવાઝોડા અંગે પળેપળની અપડેટ

    બિપરજોય વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. આ અંગેની માહિતી માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    આ અંગેની માહિતી અહીં અમે તમને સતત આપતા રહીશું.