સુરતમાં કેવો છે માહોલ? લોકો શું કહી રહ્યા છે?
ચૂંટણી પરિણામ LIVE : મતગણતરી શરૂ, સુરતમાં કેવો છે માહોલ? લોકો શું કહી રહ્યા છે? બીબીસી સંવાદદાતા સાગર પટેલ, કૅમેરા - પવન જયસ્વાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ તોડતા 150થી વધારે બેઠકો જીતી છે. કૉંગ્રેસ 16 અને આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતી શકી.
ચૂંટણી પરિણામ LIVE : મતગણતરી શરૂ, સુરતમાં કેવો છે માહોલ? લોકો શું કહી રહ્યા છે? બીબીસી સંવાદદાતા સાગર પટેલ, કૅમેરા - પવન જયસ્વાલ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણમાં ભાજપ રેકૉર્ડ જીત તરફ આગળ વધી રહ્યો છે.
ગાંધીનગરમાં ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં સવારે 10.46 કલાકે ભાજપ 29, કૉંગ્રેસ 34 તથા અન્ય પાંચ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. અહીં બહુમત માટે 35 બેઠકની જરૂર છે.
અહીં મેળવો લાઇવ અપડેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વલણમાં ભાજપ સતત આગળ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 155 બેઠકો પર આગળ છે, કૉંગ્રેસ 18 પર અને આમ આદમી પાર્ટી સાત પર આગળ છે.
ત્રણ બેઠકો પર અન્ય બે આગળ ચાલી રહ્યા છે.
182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભા માટે પાંચ ડિસેમ્બરના મતદાન થયું હતું.
2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના લાઇવ પરિણામઅહીં જુઓ

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના ખેડા જિલ્લાની મહુધા બેઠકથી કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે. ભાજપ અથવા જનતા દળ અહીં ખાતું ખોલી નથી શક્યા.
બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પરથી કૉંગ્રેસ સિવાય કોઈ પાર્ટી જીતી નથી શકી, જોકે 1990 અને 1995માં અપક્ષ ઉમેદવાર જીત્યા પરંતુ ભાજપ અથવા જનતા દળ જેવી પાર્ટીઓ કોઈ જીત નથી મેળવી શક્યા.
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા બેઠકમાં દાયકાઓ સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે જ્યાં 2002માં માત્ર એક વખત ભાજપના ઉમેદવાર જીત્યા હતા. આ સિવાય ભાજપ અહીં ક્યારેય જીત્યો નથી.
વર્ષ 2007માં માત્ર એક વખત ઉના બેઠકથી ભાજપ જીત્યો. આ સિવાય 1967થી સતત બોરસદમાં કૉંગ્રેસ જીતતી આવી છે.
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ આ બેઠકો પર જીત ભાજપ માટે મોટો પડકાર રહ્યો છે અમે મોદીના વડા પ્રધાન બન્યા બાદ પણ ભાજપે આ બેઠકો પર જીતનો સ્વાદ નથી ચાખ્યો.

ઇમેજ સ્રોત, AFP
મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે.
કૉંગ્રેસના જયંતિ પટેલ પાછળ ચાલી રહ્યા છે.
અહીં એ વાત પણ નોંધનીય છે કે તાજેતરમાં જ મોરબીનો ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
મૃત્યુ પામેલા લોકોમાં ત્રીજા ભાગથી વધુ બાળકો હતાં. તેમાં કેટલાંક બે વર્ષની ઉંમરનાં હતાં.
રિનોવેશનના ચાર દિવસ બાદ જ દુર્ઘટના સર્જાઈ હતી અને દુર્ઘટનાને લઈને તે સમયે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ ભાજપ સરકારની ભારે ટીકા પણ કરી હતી.

ઇમેજ સ્રોત, ANI
સવારે સવા દસ વાગ્યા સુધીના મતગણતરીના વલણો અનુસાર ભાજપે 150નો આંકડો પાર કરી લીધો હતો.
પ્રારંભિક વલણમાં ભાજપ154 બેઠકો પર સરસાઈ સાથે વર્ષ 1985નો માધવસિંહ સોલંકીનો રેકૉર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં કૉંગ્રેસને KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમિકરણ સાધવામાં સફળતા મળી હતી અને પાર્ટીને 182માંથી 149 બેઠક મળી હતી.
ભાજપે 2002માં ગોધરાકાંડ પછી સૌથી વધુ 126 બેઠક મેળવી હતી. અત્રેએ યાદ રાખવું જોઈએ કે આ પ્રારંભિક વલણ છે તથા અંતિમપરિણામોમાં ફેર હોય શકે.
છતાં વલણોમાં પણ પ્રથમ વખત ભાજપનું આટલું સારું પ્રદર્શન જોવા મળ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વલણમાં ભાજપ સતત આગળ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 152 બેઠકો પર આગળ છે, કૉંગ્રેસ 18 પર અને આમ આદમી પાર્ટી છ પર આગળ છે.
ત્રણ બેઠકો પર અન્ય બે આગળ ચાલી રહ્યા છે.
182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભા માટે પાંચ ડિસેમ્બરના મતદાન થયું હતું.
2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના લાઇવ પરિણામ અહીં જુઓ

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. તે પૈકી 27 બેઠકો એસટી, 13 બેઠકો એસસી માટે અનામત છે જ્યારે બાકીની 142 બેઠકો સામાન્ય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશની બે વિધાનસભા બેઠક તથા એક લોકસભા બેઠક માટે પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. કૉંગ્રેસ અને બહુજન સમાજ પક્ષે પેટાચૂંટણીમાં નથી ઝંપલાવ્યું, જ્યારે સમાજવાદી પાર્ટી અને લોકદળ મળીને ચૂંટણી લડી રહ્યા છે. યુતિનો મુકાબલો સત્તારૂઢ ભાજપ સાથે છે.
2013ના એક કેસમાં સજા થતાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન ગેરલાયક ઠરતાં રામપુર સદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના ધારાસભ્ય વિક્રમસિંહ સૈની ગેરલાયક ઠરવાથી ખટૌલી બેઠક ખાલી પડી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીના સ્થાપકસભ્ય મુલાયમસિંહ યાદવના નિધનથી મૈનપુરીની લોકસભા બેઠક ખાલી પડી હતી.
મૈનપુરીમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલનો મુકાબલો ભાજપના રઘુરાજસિંહ સાકિયા સાથે છે. રઘુરાજસિંહ એક સમયે મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલના વિશ્વાસુ હતા.
સૈનીનાં પત્ની રાજકુમારીને મેદાનમાં ઉતારીને ભાજપ આ બેઠક બચાવવા માટે પ્રયાસરત્ છે. રામપુરને સપા નેતા આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. અહીંથી તેમના વિશ્વાસુ અસીમ રઝાને પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપે આકાશ સકસેનાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પૂર્વ ધારાસભ્ય શિવબહાદુર સકસેનાના પુત્ર છે.

ઇમેજ સ્રોત, FB/ALPESHTHAKOR
રાધનપુરની બેઠક પરથી લવિંગજી ઠાકોર જ્યારે ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી અલ્પેશ ઠાકોર આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લવિંગજી ઠાકોરને કારણે અલ્પેશ ઠાકોરે રાધનપુરની બેઠક છોડવી પડી હતી.
અલ્પેશ ઠાકોર ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ 2019ની પેટાચૂંટણી દરમિયાન ભાજપની ટિકિટ પરથી હારી ગયા હતા.
અલ્પેશ આ બેઠક પર ફરીથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ લવિંગજી ઠાકોરને કારણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે તેમને ગાંધીનગર દક્ષિણની બેઠક પર ખસેડ્યા હતા, જ્યાં ઠાકોરોની નોંધપાત્ર વસતી છે.

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠકથી આગળ ચાલી રહ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 23,713 મતોથી આગળ ચાલી રહ્યા છે.
તેમની સામે કૉંગ્રેસનાં અમીબહેન યાજ્ઞિક ચૂંટણી લડી રહ્યાં છે.
ભાજપે જાહેર કર્યું છે કે જો પાર્ટી ચૂંટણી જીતે તો ભૂપેન્દ્ર પટેલને જ મુખ્ય મંત્રી બનાવવામાં આવશે.

ઇમેજ સ્રોત, AIMIM
ભૂજમાં અસદુદ્દીન ઓવૈસી પક્ષ એઆઈએમઆઈએમના ઉમેદવાર શકીલ સમા આગળ ચાલી રહ્યા છે.

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ ઍક્ઝિટ પોલનાં તારણો કરતાં સારૂં પ્રદર્શન કરી રહ્યો હોય તેમ પ્રાથમિક વલણોમાં જણાય છે.
સવારે 9.52 કલાકે ભાજપ 32, કૉંગ્રેસ 33 તથા અપક્ષ ત્રણ બેઠક પર આગળ ચાલી રહ્યાં છે. અહીં બહુમત માટે 35 બેઠકની જરૂર છે.

ઇમેજ સ્રોત, RIVABAJADEJA_OFFICIAL
ગુજરાતમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલાં રીવાબા જાડેજા પાછળ ચાલી રહ્યાં છે.
રીવાબા જાડેજા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની છે.
તેમની સામે આપ ઉમેદવાર કરશનભાઈ કરમુર 4582 મતોથી આગળ છે.
કૉંગ્રેસના બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા બીજા નંબર પર અને ભાજપનાં રીવાબા જાડેજા ત્રીજા સ્થાને છે.
મતગણતરી ચાલુ છે અને અત્યાર સુધી ભાજપ -140, કૉંગ્રેસ - 21,આપ- 10 બેઠકો પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વલણમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. ભાજપમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે.
ગાંધીનગરમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે.
અત્યારે ભાજપ વલણમાં સોથી વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, @AAPGUJARAT
આમ આદમી પાર્ટી લિમખેડા અને માંડવીમાં આગળ છે.
માંડવીમાં આપનાં સાયના ગામિત અને લિમખેડામાં નરેશ બારિયા આગળ છે.
ડેડિયાપાડામાં ચૈતર વસાવા આગળ છે.
ફતેપુરામાં ગોવિંદ પરમાર આગળ છે.
વ્યારામાં બિપીનચંદ્ર ચૌધરી આગળ છે.
ઝાલોદ બેઠક પર અનીલ ગરાસિયા આગળ છે.
સૌરાષ્ટ્રની ચાર બેઠકો પર આપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
સોમનાથમાં જગમાલ વાળા આગળ છે.
ગારિયાધારમાં સુધીર વાઘાણી આગળ છે.
બોટાદમાં ઉમેશ મકવાણા આગળ છે.
ચોટિલામાં રાજુભાઈ કરપડા આગળ છે.
કોની બનશે સરકાર? ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં અમદાવાદમાં કેવો છે માહોલ? બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાની લોકો સાથે વાતચીત. (કૅમેરા - જય બ્રહ્મભટ્ટ)

ઇમેજ સ્રોત, TWITTER/HARDIKPATEL&JIGNESHMEVANI
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણીએ વડગામની બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. અહીં અત્યાર સુધીની મતગણતરીમાં તેઓ ભાજપના ઉમેદવાર મણિભાઈ વાઘેલાથી પાછળ ચાલી રહ્યા છે.
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન દલિત નેતા મેવાણી આ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા. કૉંગ્રેસે તેમની સામે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. જ્યારે વાઘેલા 2012માં કૉંગ્રેસની ટિકિટ ઉપર આ બેઠક પરથી ઉભા રહ્યા હતા.
જ્યારે જિજ્ઞેશમેવાણીના એક સમયના સાથી કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિરમગામની બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. તેઓ આગળ ચાલી રહ્યા છે.