BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
Live, પીએમ નિવાસસ્થાનની બહાર બેસેલા રાહુલ ગાંધીને મળવા કેન્દ્રીય મંત્રી પહોંચ્યા
દિલ્હીના જંતરમંતર પર કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે. આજે ફરી એકવાર જંતરમંતર પર હજારો લોકો એકઠા થયા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર તેઓ અડગ છે.
સીજેપીનું આંદોલન : દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, શું મોદી સરકાર મુશ્કેલીમાં મુકાશે?
સોમવારે દેશની રાજધાની દિલ્હીના હૃદય સમાન સેન્ટ્રલ દિલ્હીમાં આખો દિવસ હંગામો રહ્યો. કૉનૉટ પ્લેસ (સીપી) હોય, જનપથ હોય કે પછી જંતર-મંતર હોય, દરેક જગ્યાએ હજારો યુવાનોની ભીડ જોવા મળતી હતી. ઘણી જગ્યાએ મેટ્રો સ્ટેશનો અને રસ્તા બંધ હોવા છતાં યુવાનો દરેક મુશ્કેલીને પાર કરીને સોમવાર સવારથી જ જંતર-મંતર પહોંચવાની કોશિશ કરતા હતા.
દોઢ કરોડમાં ફક્ત એક વાર થાય એવી પ્રસૂતિ, એક મહિલાને ચાર બાળકીઓ જન્મી
ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ કુદરતી રીતે ગર્ભધારણ કરીને 'અત્યંત જોખમી' પ્રેગનન્સીમાં ચાર જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.
બાળકોના જન્મ પછી હૉસ્પિટલમાં એવું શું બન્યું કે પાંચ માતાએ ઇચ્છામૃત્યુની માગ કરી
રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં ડાયાલિસીસના સહારે જીવન ગુજારતી પાંચ મહિલાએ આવી અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માગણી કરી છે. આ મહિલાઓનું કહેવું છે કે તેઓ પ્રસૂતિ માટે સરકારી હૉસ્પિટલમાં આવી હતી, પરંતુ હવે તેમણે અઠવાડિયામાં બે વખત ડાયાલિસીસ કરાવવું પડે છે.
સતલજ : એ નદી, જે હજારો વર્ષોના ઇતિહાસને પેટાળમાં છુપાવીને બેઠી છે
"સતલજ" નદી તિબેટના ઉજ્જડ અને અફાટ પ્રદેશમાંથી હિમાલયના ખડકોને ચીરતી પંજાબનાં મેદાનોમાંથી થઈને પાકિસ્તાનમાં પ્રવેશે છે અને સિંધુની વિશાળ જળપ્રણાલીમાં સમાઈ જાય છે. સતલજ નદીનું ઉદ્ગમસ્થાન કૈલાસ-માનસરોવર પાસે પથરાયેલા ઊંચા, શુષ્ક અને અદભુત પ્રદેશમાં આવેલું છે.
બંગાળીની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાં હવે આ જિલ્લામાં વરસાદ પડશે
ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની અછત છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વીડિયો, કચ્છને અડીને આવેલા આ પ્રદેશમાં લોકો દોઢ મહિનાથી પાણી માટે કેમ વલખાં મારે છે?, અવધિ 14,31
વરસાદી પાણીથી ભરાતું આ તળાવ આજે માણસોની પણ તરસ છીપાવી રહ્યું છે, કારણ કે છેલ્લા દોઢ મહિનાથી અહીં નહેરનું પાણી પહોંચ્યું નથી.
સીજેપીનું આંદોલન : સંસદથી લઈને સડક સુધી નવી દિલ્હીમાં શું-શું થયું?
દેશની રાજધાની નવી દિલ્હીમાં સોમવારનો દિવસ ખૂબ જ હંગામાભર્યો રહ્યો. એક તરફ, જ્યાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જ્યારે જંતર-મંતર પરથી માર્ચ નિકાળવાનું નક્કી હતું, તો બીજી તરફ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું હતું.
500થી વધુ રોહિંગ્યા દરિયામાં ગાયબ, આખરે એમની સાથે શું થયું હશે?
29મી જૂનના રોજ આશરે 530 રોહિંગ્યા શરણાર્થીઓને લઈને બે હોડીઓ મ્યાનમારના રખાઈન રાજ્યથી ઊપડી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. આ સંખ્યા એક વિશાળ પ્લેનમાં સવાર પ્રવાસીઓની સંખ્યા જેટલી છે, જે જાણે અચાનક ગાયબ થઈ ગયા છે. બંને હોડીઓએ સમુદ્રમાં જળસમાધિ લઈ લીધી હોવાની આશંકા પ્રવર્તી રહી છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
ગૅરી સોબર્સ: 12 આંગળી, એક ઓવરમાં છ છગ્ગા, ભારતીય અભિનેત્રી સાથે સગાઈ અને મિત્રના મોતના માતમની કહાણી
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. સોબર્સ 1954 અન 1974ની વચ્ચેના ગાળામાં 93 ટેસ્ટ મૅચો રમ્યા હતા. સર ગૅરી સોબર્સનો જન્મ 28મી જુલાઈ, 1936ના રોજ બ્રિજટાઉનમાં થયો હતો.
જાણીતાં કૂતરાં પણ અચાનક આપણા પર કેમ હુમલો કરી બેસે છે?
સરકારી આંકડા મુજબ એકલા 2024માં 15 વર્ષથી ઓછી વયનાં બાળકોને કૂતરું કરડ્યું હોય એવી 5,19,704 ઘટનાઓ નોંધાઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) મુજબ ભારતમાં હડકવાથી થયેલા મોતમાંથી 30થી 60 ટકા મોત 15 વર્ષથી ઓછી વયના બાળકોના હોય છે.
સોનમ વાંગચુક : ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને બળજબરીથી હઠાવી શકાય? અદાલતના અગાઉના નિર્ણયો શું કહે છે?
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે પોલીસ દ્વારા જંતરમંતર પરથી બળજબરીપૂર્વક હટાવીને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સોનમ વાંગચુક નીટની પરીક્ષામાં ગેરરીતિ સામે વિરોધ નોંધાવવા માટે છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા છે.
વિક્રમ-1 : ભારતનું પ્રથમ પ્રાઈવેટ ઑર્બિટલ રૉકેટ અંતરિક્ષમાં છોડવામાં આવ્યું તેની વિશેષતાઓ શું છે?
ભારતમાં હવે ખાનગી કંપનીઓ અને નાના સ્ટાર્ટઅપ્સ પણ અંતરિક્ષ ક્ષેત્રે મોટી કામગીરી કરી રહ્યા છે.
આર્જેમોન મેક્સિકાના: એ છોડ જેના કારણે 'છ લોકો મૃત્યુ પામ્યા', 200 લિટર રસોઈ તેલમાં આ બીજ તેલનાં બે ટીપાં જ જીવલેણ હોય છે?
ઝારખંડના પલામૂ જિલ્લાના સિક્કા ગામમાં એક જ પરિવારના છ સભ્યોનાં એપિડેમિક ડ્રૉપ્સીને કારણે મૃત્યુ થયાં છે. પલામૂ જિલ્લાના સિવિલ સર્જન ડૉ. અનિલકુમાર શ્રીવાસ્તવે મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે "આ છ મૃત્યુ કોઈ રહસ્યમય રોગને કારણે નહીં, પરંતુ 'આર્જેમોન મેક્સિકાના' મિશ્રિત સરસવના તેલના ઉપયોગથી થતી મહામારી ડ્રોપ્સીને કારણે થયાં હતાં."
બિલાડીની જીભમાં કાંટા કેમ હોય છે ને ગાયની જીભ બીજાં પ્રાણીઓથી કઈ રીતે અલગ પડે?
ઉત્ક્રાંતિની આ કહાણી ખાસ છે. દરિયામાં રહેતા પ્રાણીઓ જ્યારે જમીન પર રહેતા થઈ ગયા ત્યારે જીભે તેમને અનુકૂલન સાધવા સહારો આપ્યો હોવાનું કહેવાય છે. અલગ-અલગ પ્રજાતિઓમાં જીભ કેવી રીતે વિશેષતા ધરાવે છે?
સોનમ વાંગચુકના આમરણ ઉપવાસના 20 દિવસ, ગુજરાતથી દિલ્હી પહોંચેલા યુવાનોએ શું કહ્યું?
આજે સોનમ વાંગચુકના આંદોલનનો 20મો દિવસ હતો. તેમણે કરેલી ભાવુક અપીલ અને તેમના કથળતા સ્વાસ્થ્યને કારણે છેલ્લા બે દિવસથી જંતરમંતર પર લોકોનો પ્રવાહ વધ્યો હોય એવું પ્રતીત થાય છે. વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ...
ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો, રાજીનામાં રોકવા માટે સરકારે કયો નિર્ણય લીધો?
દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની વધતી અસર હવે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો સુધી પહોંચી ગઈ છે. હવે અંતરીક્ષ વિભાગે પોતાના વૈજ્ઞાનિકોનાં રાજીનામાંના સ્વીકાર અંગેના નિયમો બદલ્યા છે. તેનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં અંદાજે 100-200 વૈજ્ઞાનિકો ઇસરો છોડીને સ્પેસ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાઈ ગયા છે.
લિબરલૅન્ડ : ક્રિપ્ટોકરન્સીથી ચાલતો એ દેશ જ્યાં 'ગરીબોની સરખામણી પશુઓ' સાથે થાય છે, કોણે બનાવ્યો આ દેશ, કેવી રીતે ચાલે છે?
ક્રિપ્ટોકરન્સી જેવી ટૅકનૉલૉજી પર ચાલતા ખરા અર્થમાં મુક્તતાવાદી, ડિજિટલ દેશ બનાવવાના આશય સાથે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચેના વિવાદાસ્પદ પ્રદેશ પર આ નાના દેશની સ્થાપના કરી હતી. આ દેશ કેવો છે?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ




























































