'આપ' મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ઈસુદાન 16 હજાર મતથી પાછળ

ઇમેજ સ્રોત, ISUDAN GADHVI/FB
ખંભાળિયા બેઠક પરથી 'આપ'ના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી વારંવાર આગળ-પાછળ ચાલતા આખરે 16 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.
આ બેઠક પર કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવાર આહિર સમાજના હોવાથી અને આહિર જ્ઞાતિના વર્ચસ્વવાળી બેઠક હોવાથી શરૂઆતના તબક્કે ઈસુદાનને ફાયદો થયો હતો.
ભાજપના મુળુભાઈ બેરા અને કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમને પછાડીને ઈસુદાન આગળ ચાલી રહ્યા હતા પરંતુ એક વાગ્યા સુધીમાં ઈસુદાનને 40 હજાર મતો મળ્યા છે જ્યારે મુળુભાઈ બેરાને 55 હજાર કરતાં વધુ મતો મળ્યા છે.
વિક્રમ માડમ 32 હજાર જેટલા મતો સાથે ત્રીજા ક્રમે ચાલી રહ્યા છે.



















