પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - 'જનતાએ રેકૉર્ડ તોડવાનો રેકૉર્ડ બનાવી નાખ્યો'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ તોડતા 150થી વધારે બેઠકો જીતી છે. કૉંગ્રેસ 16 અને આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતી શકી.

લાઇવ કવરેજ

  1. હર્ષ સંઘવીએ ગુજરાતમાં ભાજપના વિજય બાદ કૉંગ્રેસ અને આપ પર શું પ્રહાર કર્યા?

  2. '40 લાખથી વધારે મતદારોએ આપને મત આપીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મદદ કરી'

    ગોપાલ ઈટાલિયા

    ઇમેજ સ્રોત, Aam Aadmi Party

    ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાર્ટી પોતે ચૂંટણી હારી છે પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં સ્થાન બનાવ્યું છે.

    ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટીના પ્રદર્શન વિશે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, '40 લાખથી વધારે મતદારોએ આપને મત આપીને આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મદદ કરી તે માટે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની તે માટે હું કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવું છું.'

    'ગુજરાતની વિધાનસભામાં આપની હાજરી બની છે, તે માટે મહેનત કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહેનત કરી. લોકો માટે લડાઈ લતા રહ્યા, લોકોના અધિકારો માટે ધરણા, રેલી પ્રદર્શન કર્યાં.'

    'ગુજરાતમાં જ્યાં 2017માં સમગ્ર ગુજરાતમાં 28 હજાર મતો મળ્યા હતા ત્યાં આજે 40 લાખ મત પાર્ટીને મળ્યા છે. પૈસાથી, સરકારીતંત્ર સાથે જોડાયેલા લોકો અને કહેવાતા સામાન્ય માણસો વચ્ચે ટક્કર થઈ. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી સામે ચૂંટણી લડ્યા. ગુજરાતના લોકોએ ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા કે પછી રામ ધડુક સહિત અન્ય નેતાઓ માટે જે ચુકાદો આપ્યો છે તે સ્વીકારીએ છીએ, મનમાં ઉત્સાહ છે કે વિશ્વની સૌથી નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટી સામે લડાઈ લડી છે. હું શુભેચ્છા પાઠવું છું.'

  3. 'ગુજરાતની હારને સ્વીકાર કરીએ છીએ, આગળ લડતા રહીશું'- મલ્લિકાર્જુન ખડગે

    મલ્લિકાર્જુન ખડગે

    ઇમેજ સ્રોત, GUJARAT CONGRESS/TWITTER

    કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના કારમા પરાજય પર કહ્યું કે, "હું શ્રેય નથી લઈ રહ્યો...લોકશાહીમાં જીત અને હાર ચાલ્યા કરે. આ વિચારધારાની લડાઈ છે. અમે કમીઓને દૂર કરશું અને લડાઈ ચાલુ રાખશું."

  4. ગારિયાધારથી આપના સુધીર વાઘાણી જીત્યા

    ગ્રાફિક્સ

    સૌરાષ્ટ્રની ગારિયાધારથી આપના સુધીર વાઘાણી જીત્યા છે. તેમણે ભાજપના કેશુ નકરાણીને હરાવ્યા છે. તેમણે 4,819 મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યા છે.

  5. આ બેઠક પર મોટો ઉલટફેર, ભાજપ ક્યારેય નથી જીતી તે સીટ પર કૉંગ્રેસ ઉમેદવાર પાછળ

    ગુજરાતના ખેડા જિલ્લાની મહુધા બેઠક જ્યાં કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવતી હતી ત્યાં ઉલટફેર થયો છે. ભાજપના સંજયસિંહ મહિડા જીતી ગયા છે, કૉંગ્રેસના ઇંદ્રજીતસિંહ પરમાર 25 હજારથી વધારે મતોથી હારી ગયા છે.

    આમ આદમી પાર્ટીના રવજી વાઘેલા પણ ચૂંટણી લડી રહ્યા હતા.

    અત્યાર સુધી ભાજપ અથવા જનતા દળ અહીં ખાતું ખોલી નહોતા શક્યા પરંતુ આ વખતે ભાજપ અહીં જીત્યો છે.

  6. આમ આદમી પાર્ટીની જામજોધપુર બેઠક પર જીત, જાણો દિગ્ગજ નેતાની હાર-જીતનું પરિણામ?

    ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા

    આ સિવાય ઘાટલોડિયા બેઠક પરથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૉંગ્રેસના ઉમેદવાર ડૉ. અમી યાજ્ઞિક સામે 1,96,263 મતોથી વિજય થયો છે.

    જ્યારે ભાવનગર પશ્વિમ બેઠક પરથી શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીનો 41,992 મતોથી વિજય થયો છે.

    અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાનો ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટ સામે 13,658 મતોથી વિજય થયો છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીમાં 182 પૈકી 72 બેઠકોના પરિણામ જાહેર થયા છે.

    આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી માત્ર જામજોધપુર બેઠક પર ખાતું ખોલાવ્યું છે. અહીંથી આપના ઉમેદવાર હેમંત આહિરને 70,659 મત મળ્યા હતા. જેની સામે ભાજપના ઉમેદવાર ચિમન સાપરિયાને 60,336 મત મળ્યા હતા. હેમંત આહિર અહીંથી 10 હજારથી વધુ મતોની લીડથી જીત્યા છે.

    કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાર થઈ છે.

    તેઓ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા સામે 64,627 મતોથી હાર્યા છે. ગોપાલ ઈટાલિયાને 55,878 મત મળ્યા હતા. જ્યારે વિનુ મોરડિયા 1,20,505 મતો સાથે જીત્યા છે.

    વીરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર સામે 51,707 મતોથી જીત્યા છે.

    ગ્રાફિક્સ

    સુરતની મજુરા બેઠક પરથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવીએસ શર્મા સામે 1,16,675 મતોની લીડથી જીત્યા છે.

    જ્યારે મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા 62,079 મતોથી જીત્યા છે.

    પોરબંદર બેઠક પરથી કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો ભાજપના નેતા બાબુ બોખીરિયા સામે 8,181 મતોથી વિજય થયો છે.

  7. 'કૉંગ્રેસના વોટ કપાવાનાં કારણોમાં આપ અને ઓવૈસી પણ એક' - જગદીશ ઠાકોર

    ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કૉંગ્રેસના કારમા પરાજય પર કહ્યું કે, "એ સાચી વાત છે કે આપ અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણીમાં કૉંગ્રેસના વોટ કાપવાનાં કારણોમાંથી એક હતા. અમે કમીઓ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવીશું. મને આશા છે કે આગામી સરકાર તેના કરેલા વાયદા પૂરા કરશે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. સુરતના કતારગામથી ગોપાલ ઈટાલિયા હારી ગયા

    ગ્રાફિક્સ

    ઇમેજ સ્રોત, BBC/Gopal Italia-FB

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી હારી ગયા છે.

    તેઓ ભાજપના વિનોદ મોરડિયા સામે 64 હજારથી વધારે મતોથી હારી ગયા છે.

  9. અલ્પેશ ઠાકોરે ભાજપની બમ્પર જીત પર શું કહ્યું?

    ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "ભાજપે ગુજરાતમાં વિકાસ કર્યો છે. અમે ગુજરાતના લોકોની સેવા કરીશું. આ બમ્પર જીત છે. અમે કહ્યું હતું કે અમે 150થી વધારે બેઠકો જીતશું."

    તેઓ ગાંધીનગર દક્ષિણથી ચૂંટણીમેદાને છે.

    અલ્પેશ ઠાકોર રાધનપુરથી કૉંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા ત્યાર બાદ તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ રાધનપુરમાંથી પેટાચૂંટણી હારી ગયા હતા.

    તેઓ આ વખતે રાધનપુરમાંથી વિધાનસભા ચૂંટણી લડવા માગતા હતા એવા અહેવાલો સતત આવતા હતા પરંતુ તેમનો સખત વિરોધ થઈ રહ્યો હતો. તેમણે અંતે ગાંધીનગર દક્ષિણથી આગળ ચાલી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. દરિયાપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ

    દરિયાપુરની બેઠક પરથી કૉંગ્રેસ ક્યારેય નહોતી હારી પરંતુ આ વખતે ત્યાં રસાકસીનો ખેલ ચાલી રહ્યો છે.

    ભારતીય જનતા પાર્ટીના કૌશિક જૈનને આ લખાય છે ત્યાં સુધી 49.03 ટકા મતદાન થયું છે.

    ત્યારે કૉંગ્રેસના ગ્યાસુદ્દીન હબીબુદ્દીન શેખને 55847 મતો મળ્યા છે.

  11. વ્યારામાં અપસેટ : જ્યાં ક્યારેય નહોતો જીત્યો ત્યાં ભાજપ આગળ

    ભાજપ કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છે
    ઇમેજ કૅપ્શન, ભાજપ કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છે

    બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પરથી કૉંગ્રેસ સિવાય કોઈ પાર્ટી જીતી નહોતી શકી, જોકે 1990 અને 1995માં અપક્ષ ઉમેદવાર જીત્યા પરંતુ ભાજપ અથવા જનતા દળ જેવી પાર્ટીઓ કોઈ જીત નહોતા મેળવી શક્યા.

    આ વખતની ચૂંટણીમાં ભાજપના મોહન કોકાણી આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસના પૂનાભાઈ ગામિત ત્રીજા નંબરે છે. ત્યારે આમ આદમી પાર્ટીના બિપિનચંદ્ર ચૌધરી બીજા નંબરે છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર ભાજપના ઉમેદવારને અત્યાર સુધી 40.94 વોટ મળ્યા છે, આપના ઉમેદવારને 25.44 ટકા મત મળ્યા છે.

  12. આ બેઠક પર મોટો ઉલટફેર, ભાજપ ક્યારેય નથી જીતી તે સીટ પર કૉંગ્રેસ ઉમેદવાર પાછળ

    ભાજપમાં જશ્ન

    ગુજરાતના ખેડા જિલ્લાની મહુધા બેઠક જ્યાં કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવતી હતી ત્યાં ઉલટફેર થયો છે. ભાજપના સંજયસિંહ મહિડા આગળ ચાલી રહ્યા છે, કૉંગ્રેસના ઇંદ્રજીતસિંહ પરમારને અત્યાર સુધી 42.75 ટકા મત મળ્યા છે. ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ સંયજસિંહ મહિડાને 51.53 ટકા મત મળ્યા છે.

    આમ આદમી પાર્ટીના રવજી વાઘેલા પણ ચૂંટણી લડી રહ્યા હતા.

    અત્યાર સુધી ભાજપ અથવા જનતા દળ અહીં ખાતું ખોલી નહોતા શક્યા.

  13. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુખ્ય ચહેરા, કોણ આગળ, કોણ પાછળ?

  14. એ પાંચ કારણો જેનાથી ભાજપ ગુજરાતની ચૂંટણી માધવસિંહ સોલંકીનો રેકૉર્ડ તોડીને જીત્યો

  15. કમલમમાં ઉજવણી બાદ પાટીલે કહ્યું, "વડા પ્રધાનનું ત્રણ રૅકોર્ડ બનાવવાનું સપનું આજે પૂર્ણ"

    ગુજરાતમાં ભાજપની જીત

    ઇમેજ સ્રોત, ANI

    ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.

    બાદમાં તેમણે વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.

    આભાર માન્યા બાદ તેમણે કહ્યું, "આજે વડા પ્રધાન મોદીનું ત્રણ રૅકોર્ડ બનાવવાનું સપનું પૂર્ણ થયું છે. સૌથી વધુ બેઠક, સૌથી વધુ વોટશૅર અને સૌથી વધુ લીડ ધરાવતા સૌથી વધારે ઉમેદવારોનો રૅકોર્ડ બનાવ્યો."

    તેમણે આગળ કહ્યું, "ગુજરાતની જનતાના આશીર્વાદથી આ ઐતિહાસિક જીત મળી છે. જનતાએ શરૂઆતથી જ ભાજપના પ્રચંડ બહુમતી સાથે જીતનો સંકલ્પ બનાવ્યો હતો. જે પૂર્ણ થયો છે."

    અન્ય પાર્ટીઓ પર નિશાન સાધીને તેમણે કહ્યું, "આ ચૂંટણીમાં અન્ય પાર્ટીઓએ યોજનાઓ બનાવી અને વાયદા કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો. જેમાં તેઓ નિષ્ફળ રહ્યા."

    "આ ચૂંટણીમાં કેટલાક રાષ્ટ્રવિરોધી તત્ત્વો પણ જોવા મળ્યા. જનતાએ તેમને ઉખાડીને ફેંકી દીધા હતા."

  16. મુખ્ય મંત્રી 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ લેશે: પાટિલ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવે છે કે 12મી ડિસેમ્બરે બપોરે બે વાગ્યે નવા મુખ્ય મંત્રી શપથ લેશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

    ભાજપ અગાઉથી જ મુખ્ય મંત્રીપદના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને જાહેર કરી ચૂક્યો છે. જેઓ પોતાની ઘાટલોડિયા બેઠક પરથી જંગી સરસાઈથી આગળ ચાલી રહ્યાં છે. અગાઉ આનંદીબહેન પટેલ પણ આ બેઠક પરથી મુખ્ય મંત્રીપદની ખુરશી સુધી પહોંચ્યાં હતાં.

    હિંદુ માન્યતા પ્રમાણે 14મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી કમુરતા ચાલે છે. આ દરમિયાન માંગલિક અને શુભકાર્યો ટાળવામાં આવે છે, પરંતુ ધાર્મિક કાર્યો થઈ શકે છે. એટલે આવો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.

  17. ગૃહમંત્રી હર્ષ સંઘવી એક લાખ કરતા વધુ મતે આગળ

    હર્ષ સંઘવી

    ઇમેજ સ્રોત, DHARMESH AMIN

    બપોરે એક વાગ્યા સુધીના વલણ અનુસાર, સુરતની મજુરા બેઠકના ભાજપના ઉમેદવાર અને સૌથી નાની ઉંમરે ગુજરાત સરકારમાં મોટી ભૂમિકા સંભાળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી એક લાખ કરતાં વધુ મતે આગળ છે.

    તેમણે 1 લાખ 32 હજાર કરતાં વધુ મતો મેળવ્યા છે.

    જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવી શર્માને 16 હજાર કરતા વધુ મળ્યા છે.

    આ બેઠક પર કૉંગ્રેસ ત્રીજા ક્રમે ચાલી રહી છે. અત્યાર સુધીમાં કૉંગ્રેસના બળવંત જૈન 9,400 મત મેળવી શક્યા છે.

  18. રીવાબા જાડેજાએ કહ્યું, "આ માત્ર મારી જીત નથી"

    રીવાબા જાડેજા

    ઇમેજ સ્રોત, ANI

    જામનગર ઉત્તર બેઠક પરથી આગળ વધી રહેલાં રીવાબા જાડેજાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે "આ માત્ર મારી નહીં પણ મને જિતાડવા માટે મહેનત કરનારા તમામ કાર્યકર્તાઓની જીત છે."

    તેમણે અન્ય વિજેતા ઉમેદવારોને શુભેચ્છા આપતાં કહ્યું, "ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપની સત્તા છે અને ભાજપ જે રીતે વિકાસ કરતો આવ્યો છે અમે તેને આગળ વધારીશું."

    "ગુજરાતની જનતા પર વર્ષોથી વડા પ્રધાન મોદી અને ભાજપનો પ્રભાવ રહ્યો છે. આ પ્રભાવની અસર હાલ જોવા મળી રહી છે."

  19. મેવાણી 1 હજાર મતે પાછળ

    જિગ્નેશ મેવાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    વડગામ બેઠક પર અપક્ષમાંથી કૉંગ્રેસમાં જોડાયેલા અને કાર્યકારી અધ્યક્ષ પદની નિમણુક પામેલા જિજ્ઞેશ મેવાણી વારંવાર આગળ-પાછળ ચાલી રહ્યા છે.

    બપોરના દોઢ વાગ્યાના વલણ અનુસાર, તેઓ માત્ર 1 હજાર જેટલા મતે ભાજપના નજીકના પ્રતિસ્પર્ધીથી પાછળ છે.

    આ બેઠક પર ભાજપના ઉમેદવાર મણીભાઈ વાઘેલાને 38 હજાર જેટલા મતો મળ્યા છે જ્યારે મેવાણીને 37 હજાર મતો મળ્યા છે.

    અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્રણ હજાર જેટલા અને એઆઈએમઆઈએમના ઉમેદવાર 1300 મતો મેળવી ચૂક્યા છે.

  20. ગુજરાત વિધાનસભા ચૂંટણી : એ ચૂંટણી જ્યારે આપના ઉમેદવારો ડિપૉઝિટ પણ નહોતા બચાવી શક્યા