RBIના પટારામાં શું હશે?
કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લૉકડાઉન અને કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિમાં ગરીબો અને શ્રમિકો માટે જાહેર કરવામાં આવેલાં રૂ. એક લાખ 70 હજાર કરોડના પૅકેજના લગભગ 24 કલાકની અંદર ભારતની રિઝર્વ બૅન્કના ગવર્નર શશિકાન્તા દાસ દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવનાર છે.
એવું માનવામાં આવે છે કે આ પત્રકાર પરિષદમાં તેઓ કૉર્પોરેટ વર્લ્ડ તથા નોકરિયાતો માટે કોઈ જાહેરાત કરી શકે છે.
બિઝનેસ સાઇટ મની કંટ્રોલના અહેવાલ મુજબ, ચાવીરૂપ દરોમાં 0.25 થી 0.5 ટકા જેટલા ઘટાડાની જાહેરાત થઈ શકે છે. જો આ દર ઘટે તો હૉમલોન તથા અન્ય હપ્તાઓમાં રાહત મળી શકે છે. આ સિવાય નૉન-પર્ફૉર્મિંગ એસેટ્સને લગતા નિયમોમાં થોડી છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે.