You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં પ્લેન ક્રૅશ : 132 યાત્રીઓ સાથેનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, ઘટનાસ્થળે આગ લાગી
ચીનમાં 132 લોકોને લઈને જઈ રહેલું ઍરોપ્લેન ક્રૅશ થયું છે. સમાચાર સંસ્થા એએફપીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ઘટનામાં કેટલા લોકોનાં મૃત્ય થયાં છે, તે હજી સુધી જાણી શકાયું નથી.
ચીનના અધિકારીઓનું કહેવું છે કે આ વિમાનમાં 132 લોકો સવાર હતા, જેમાંથી 123 મુસાફરો હતા અને નવ ક્રૂ મૅમ્બર હતા.
આ વિમાન ચાઇના ઇસ્ટર્ન ઍરલાઇન્સનું બોઇંગ 737 હતું. ચીનના મીડિયા અનુસાર આ વિમાન પહાડી વિસ્તારમાં ક્રૅશ થયું હતું અને દુર્ઘટના બાદ આગ પણ લાગી હતી.
ફ્લાઇટ MU5735 સ્થાનિક સમયાનુસાર કંમિગથી 13:15 વાગ્યે ઊડી હતી અને ગ્વાંગઝુ જઈ રહી હતી.
ચીનના સ્ટેટ મીડિયા સીસીટીવીના જણાવ્યા અનુસાર બચાવટુકડી રવાના થઈ ગઈ છે.
વિમાન વુઝુ પ્રાંતના ટેન્ગ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. નોંધનીય છે કે ગ્વાંગઝી એ ચીનની દક્ષિણે આવેલો પ્રાંત છે અને ગ્વાંગઝુ અહીંનું મોટું શહેર છે.
ફ્લઇટ ટ્રૅકર 'ફ્લાઇટરડાર24'ના જણાવ્યા અનુસાર વિમાનનું લૉકેશન હજુ સુધી જાણી શકાયું નથી.
(આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો