You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્વૉડની બેઠક : નરેન્દ્ર મોદી અને જો બાઇડનની મુલાકાત પર રહેશે નજર
હિંદ-પ્રશાંત મહાસાગરના જૂથ ક્વૉડની પ્રથમ વર્ચુયલ મિટિંગ આજે યોજાવાની છે, જેને ચાર ક્વોડ નેતાઓની પ્રથમ મિટિંગ હશે.
2007માં અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારત દ્વારા ક્વૉડની રચના કરવામાં આવી હતી.
એશિયામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે તેના જવાબમાં ક્વૉડ ગ્રુપની રચના કરવામાં આવી છે.
જોકે, વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો છે કે કોરોના વાઇરસ રોગચાળો, વૅક્સિનને લઈને નાણાંકીય મદદ અને જળવાયુ પરિવર્તનના સંકટ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકી કહ્યું,"અમે આશા રાખીએ છીએ કે કોરોના વાઇરસ, જળવાયુ સંકટ અને આર્થિક સહાય માટે વૈશ્વિક સમુદાય જે કટોકટીનો સામનો કરી રહ્યા છે તે વિશે ચર્ચા કરવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે મિટિંગમાં ભારતમાં કોરોના વાઇરસ વૅક્સિનની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે આર્થિક કરારની જાહેરાત કરવાની યોજના છે. ચીનની વૅકિસન ડિપ્લૉમસીના જવાબ આપવાના ઇરાદે ભારત દ્વારા તેની માગ કરવામાં આવી હતી.
ક્વૉડ શું છે?
ધી ક્વૉડ્રિલૅટરલ સિક્યૉરિટી ડાયલૉગ (ક્યૂસિડ) જેને ક્વૉડના નામથી પણ ઓળખાય છે, તે અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અનૌપચારિક રાજકીય વાર્તા સમૂહ છે.
2007માં જાપાનના વડા પ્રધાન શિન્જો આબેએ પહેલી વખત આનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ભારત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ ટેકો આપ્યો હતો. ત્યાર બાદ આ વર્ષે જ તેની બેઠક થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા શુભમ કિશોર સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ રાજનાયિક રાજીવ ડોગરા કહે છે, "કોઈ પ્લાન હેઠળ નહીં પરંતુ અનૌપચારિક રૂપે આની શરૂઆત થઈ હતી. જ્યારે સુનામી આવી હતી ત્યારે અમેરિકા, ભારત અને અન્ય કેટલાક દેશોએ મળીને રાહતનું કામ શરૂ કર્યું હતું જેની સકારાત્મક અસર થઈ હતી."
"એનાથી એવું લાગ્યું કે આપણે અનેક ક્ષેત્રમાં સહયોગ કરી શકીએ છીએ જે સંરક્ષણ સાથે જોડાયેલા ન હોય પરંતુ લોકોનાં લાભ માટે હોય. આ સિવાય સોમાલિયાના સમુદ્રી લૂંટારુઓ વિરુદ્ધ ઑપરેશન શરૂ થયાં, તેમાં અમેરિકા, ભારત અને અન્ય કેટલાક દેશોએ સાથે કામ કર્યું. પરિણામ પણ સારું આવ્યું. આ દેશોને લાગ્યું કે અમે મળીને કામ કરી શકીએ છીએ. "
ડોગરા કહે છે," જ્યારે ચીને દક્ષિણ ટાઇના દરિયાઈ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ દેખાડવાની શરૂઆત કરી તો બધાને ચિંતા થવા લાગી કે દુનિયાનાં નિયમોની અવગણના કરીને ચીન પોતાની મરજી ચલાવશે લાગશે. ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયાનો વેપાર આ રસ્તે થાય છે. ક્વૉડનું વલણ આક્રમક નથી, આ અમુક દેશોનાં વિચારોનું મિલન છે જે માને છે કે વિશ્વ નિયમ અને કાયદાથી ચાલવું જોઈએ. ક્વૉડની શરૂઆત એક સકારાત્મક વિચાર સાથે થઈ હતી."
પરંતુ 2007માં શરૂ થયેલું ક્વૉડ દસ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યું. સાલ 2017માં એક વખત ફરી ક્વૉડના સભ્ય દેશોની બેઠક થઈ.
2017ના અંતમાં ટ્રમ્પ વહીવટ અને ચીન વચ્ચે ઘર્ષણ થતાં અમેરિકાએ ક્વૉડને પુનઃજીવિત કર્યું. 2019માં ચારેય દેશનાં વિદેશ મંત્રીસ્તરની મુલાકાત થઈ. આ પ્રથમ વખત છે જ્યારે આ જૂથમાં સામેલ બધા દેશોનાં ટોચના નેતાઓ બેઠકમાં સામેલ થશે.
દિલ્હીના જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલયના સેન્ટર ફૉર ઇન્ટરનેશનલના પૉલિટિક્સના પ્રોફેસર સ્વર્ણ સિંહ પ્રમાણે, "હવે આનું માળખું તૈયાર થયું છે અને આમાં અન્ય દેશોને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમેરિકાએ પહેલ કરીને ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ કોરિયા અને વિયતનામ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાત કરી હતી. આ ગ્રુપને ક્વૉડ પ્લસનું નામ આપવામાં આવ્યું હતું."
તેઓ કહે છે "બીજા દેશોનું જોડાવું ભારત માટે પણ ઉચિત છે, ભારત હંમેશાં અન્ય દેશોને જોડવાં અને તેમની સાથે વાતચીત કરવાના પક્ષમાં રહ્યું છે."
સૈન્ય ગઠબંધન નથી ક્વૉડ
ભારતનો પ્રયત્ન રહ્યો છે કે ક્વૉડને લઈને ક્યારેય કોઈ પણ દેશને એ સંકેત ન મળવો જોઈએ કે આ સૈન્ય ગઠબંધન છે. ભારત, અમેરિકા અને જાપાન સાથે માલાબારમાં નૌસેના અભ્યાસ કરતું આવ્યું છે પરંતુ તેમાં ઑસ્ટ્રેલિયાને સામેલ નહીં કરવાના પક્ષમાં રહ્યું છે.
ડોગરા કહે છે, "ભારતનું આ પગલું ઉચિત હતું કારણકે ઑસ્ટ્રેલિયાનો ચીન સાથે તણાવ વધી રહ્યો હતો પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. અનેક દેશો સાથે ચીનના સંબંધ મિત્રતાપૂર્ણ નથી, જેમ-જેમ પરિસ્થિતિ બદલાય છે, ભારતનું સ્ટૅન્ડ બદલાઈ શકે છે. ક્વૉડના સભ્ય દેશોને જો ચીનના ઍક્શનથી નુકસાન પહોંચે તો પ્રતિક્રિયા થઈ શકે છે. પરંતુ એક સૈન્ય ગઠબંધનની પરિસ્થિતિ હજી દૂર છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો